+

Amethi Hatyakand નો મુખ્ય આરોપી ઝડપાયો, 5 માસૂમના જીવ લીધા હતાં…

હત્યાના ગુનેગારને કડકમાં કડક સજા કરવાની માંગ કરી જોકે પોલીસને સ્થળ પરથી જે ખાલી મેગેઝિન મળી છે અગાઉ પોલીસે ચંદન વર્માની ધરપકડ પણ કરી હતી Amethi Hatyakand : પોલીસે અમેઠી…
  • હત્યાના ગુનેગારને કડકમાં કડક સજા કરવાની માંગ કરી
  • જોકે પોલીસને સ્થળ પરથી જે ખાલી મેગેઝિન મળી છે
  • અગાઉ પોલીસે ચંદન વર્માની ધરપકડ પણ કરી હતી

Amethi Hatyakand : પોલીસે અમેઠી હત્યા કેસના મુખ્ય આરોપી ચંદન વર્માની ધરપકડ કરવામાં આવી છે. અમેઠીના શિવરતનગંજ વિસ્તારમાં પતિ, પત્ની અને બે પુત્રીઓની ગોળી મારીને હત્યા કરવાના કેસમાં પોલીસ મુખ્ય આરોપી ચંદન વર્માની ધરપકડ કરી છે. જોકે આ તમામ લોકોની હત્યા કર્યા બાદ તે પોતાને ગોળી મારવા માગતો હતો. પરંતુ આત્મહત્યામાં વિલંબ કર્યો હતો.

હત્યાના ગુનેગારને કડકમાં કડક સજા કરવાની માંગ કરી

અમેઠી જિલ્લાના શિવરતનગંજ વિસ્તારમાં શિક્ષકના પરિવારની હત્યાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જાયો હતો. તે સહિત પોસ્ટમોર્ટમ બાદ ચારેયના મૃતદેહ રાયબરેલીના ગડાગંજ ગામમાં પહોંચતા જ અફરા-તફરી મચી ગઈ હતી. આ દરમિયાન સેંકડો ગ્રામજનોની સાથે પોલીસ દળ, પ્રદેશ ધારાસભ્ય, સપા અને કોંગ્રેસના નેતાઓ પણ હાજર હતા. તેમજ આ હત્યાના ગુનેગારને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી.

જોકે પોલીસને સ્થળ પરથી જે ખાલી મેગેઝિન મળી છે

મૃતકની માતા પૂનમ ભારતીએ આરોપ લગાવ્યો કે, ચંદન વર્મા તેમની પુત્રીને સતત હેરાન કરતો હતો. 18 ઓગસ્ટે કેસ નોંધાયા બાદ તે પુત્રી પૂનમ તેમજ માતા, પિતા અને સુનીલને ધમકી આપી રહ્યો હતો. તે કહેતો હતો કે તું સમાધાન કરી લે, નહીંતર હું કંઈપણ કરીશ. ચંદન તેની પુત્રીના ગંદા ફોટા મોકલતો હતો અને તેણીને બ્લેકમેલ કરીને હેરાન કરતો હતો. જોકે પોલીસને સ્થળ પરથી જે ખાલી મેગેઝિન મળી છે.

આ પણ વાંચો:રામ રાખે તેને કોણ ચાખે! 27મા માળેથી નીચે પડી બાળકી તેમ છતા ચમત્કારિક બચાવ

અગાઉ પોલીસે ચંદન વર્માની ધરપકડ પણ કરી હતી

થોડા દિવસો પહેલા મૃતક સુનીલ કુમારની પત્ની પૂનમ ભારતીએ રાયબરેલીમાં ચંદન વર્મા વિરુદ્ધ છેડતી, મારપીટ અને એસસી-એસટી એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો. ત્યારપછી પોલીસે ચંદન વર્માની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો હતો. વાસ્તવમાં, મૃતક સુનીલ કુમારની પત્ની પૂનમ ભારતીએ ચંદન પર આરોપ લગાવ્યો હતો કે 18 ઓગસ્ટના રોજ તે પોતાના બાળકો માટે દવા લેવા ગઈ હતી. આ દરમિયાન ચંદને તેની સાથે અશ્લીલ હરકતો કરવાનો પ્રયાસ કર્યો અને જ્યારે તેણે વિરોધ કર્યો તો ચંદને તેને અને તેના પતિને માર માર્યો હતો.

આ પણ વાંચો: Chhattisgarh : નારાયણપુર-દંતેવાડા બોર્ડર પર મોટું ઓપરેશન, 23 નક્સલવાદીઓ માર્યા ગયા

Whatsapp share
facebook twitter