+

યુવતી 16 વર્ષથી પોતાના જ માથાના વાળ ખાતી હતી, પેટમાંથી વાળનો….

પેટમાં અસહ્ય દુખાવો થતો હતો અને ઉલ્ટી પણ થતી હતી યુવતી માનસિક બિમારી Tricoloto Mania થી પીડિત છે 25 વર્ષમાં પ્રથમ વખત આ રોગનો દર્દી મળી આવ્યો UP Bareilly Viral…
  • પેટમાં અસહ્ય દુખાવો થતો હતો અને ઉલ્ટી પણ થતી હતી
  • યુવતી માનસિક બિમારી Tricoloto Mania થી પીડિત છે
  • 25 વર્ષમાં પ્રથમ વખત આ રોગનો દર્દી મળી આવ્યો

UP Bareilly Viral News : યુપીના Bareilly જિલ્લામાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં Doctors એ એક દુર્લભ બીમારીથી પીડિત દર્દીનું ઓપરેશન કર્યું છે. Doctors નું કહેવું છે કે આ બીમારી એટલી દુર્લભ છે કે કદાચ બહુ ઓછા લોકો તેના વિશે જાણતા હશે. આ એક એવી બીમારી છે જેમાં લોકો પોતાના વાળ ખાઈ જાય છે. Bareilly ની જિલ્લા હોસ્પિટલના Doctors એ આવી દુર્લભ બીમારીથી પીડિત એક બાળકીનું ઓપરેશન કર્યું છે.

પેટમાં અસહ્ય દુખાવો થતો હતો અને ઉલ્ટી પણ થતી હતી

Bareilly માં તબીબોએ માનસિક બિમારી ત્રિકોલોટો મેનિયાથી પીડિત બાળકીના ઓપરેશનનો વીડિયો પણ બનાવ્યો, જે વાયરલ થઈ રહ્યો છે. Bareilly માં એક યુવતીને જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. યુવતી સુભાષનગર વિસ્તારની રહેવાસી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ છોકરી છેલ્લા 16 વર્ષથી પોતાના જ વાળ ખાઈ રહી હતી. છેલ્લા કેટલાક દિવસોથી સતત વાળ ખાવાના કારણે તેને પેટમાં અસહ્ય દુખાવો થતો હતો અને ઉલ્ટી પણ થતી હતી.

આ પણ વાંચો: Amethi Hatyakand નો મુખ્ય આરોપી ઝડપાયો, 5 માસૂમના જીવ લીધા હતાં…

યુવતી માનસિક બિમારી Tricoloto Mania થી પીડિત છે

જ્યારે સમસ્યા ગંભીર બની ત્યારે તેના પરિવારના સભ્યોએ બાળકીને જિલ્લા હોસ્પિટલના Doctors ને બતાવી હતી. અહીં Doctors એ બાળકીનું પરીક્ષણ કર્યું અને અલ્ટ્રાસાઉન્ડથી ચેક કર્યું હતું. ત્યારે Doctors છોકરીની બીમારી વિશે જાણી શક્યા. Doctors એ જણાવ્યું કે ટેસ્ટ બાદ જાણવા મળ્યું કે યુવતી માનસિક બિમારી Tricoloto Mania થી પીડિત છે. આ બીમારીની જાણ થયા બાદ જિલ્લા હોસ્પિટલના Doctors ની પેનલે બાળકીનું ઓપરેશન કર્યું હતું.

25 વર્ષમાં પ્રથમ વખત આ રોગનો દર્દી મળી આવ્યો

ઓપરેશન દરમિયાન Doctors એ તેનો વીડિયો પણ બનાવ્યો હતો. Doctors ની ટીમે બાળકીના પેટમાંથી વાળનો એક વિશાળ ગુચ્છો નીકાળ્યો હતો. જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. જિલ્લા હોસ્પિટલના ડૉક્ટર સર્જન ડૉ.એમ.પી. સિંહ, ડૉ. અંજલિ સોની, ડૉ. મુગ્ધા શર્મા, ડૉ. દિગ્વિજય સિંહ, સિસ્ટર ગીતા, તનુ વર્મા અને ભાવનાએ આ જટિલ ઑપરેશન કર્યું હતું. ડો.એમ.પી.સિંહે જણાવ્યું કે, 25 વર્ષમાં પ્રથમ વખત આ રોગનો દર્દી મળી આવ્યો છે.

આ પણ વાંચો: રામ રાખે તેને કોણ ચાખે! 27મા માળેથી નીચે પડી બાળકી તેમ છતા ચમત્કારિક બચાવ

Whatsapp share
facebook twitter