+

Ganesh Gondalનું તેના પરિવારજનો અને સમર્થકોએ કર્યું ભવ્ય સ્વાગત, હાઈકોર્ટે આપ્યાં છે શરતી જામીન

હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ ગણેશ ગોંડલનો જેલમાંથી છૂટકારો પરિવારજનો અને સમર્થકોએ કર્યું ગણેશનું ભવ્ય સ્વાગત ગણેશ જાડેજા સહિત અન્ય 5ને પણ મળ્યા છે જામીન Ganesh Gondal: ગણેશ ગોંડલને લઈને અત્યાર…
  1. હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ ગણેશ ગોંડલનો જેલમાંથી છૂટકારો
  2. પરિવારજનો અને સમર્થકોએ કર્યું ગણેશનું ભવ્ય સ્વાગત
  3. ગણેશ જાડેજા સહિત અન્ય 5ને પણ મળ્યા છે જામીન

Ganesh Gondal: ગણેશ ગોંડલને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે.ખાસ કરીને વાત કરવામાં આવે તો, હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ ગણેશ ગોંડલનો જેલમાંથી છૂટકારો મળ્યો છે. નોંધનીય છે કે, પરિવારજનો અને સમર્થકોએ ગણેશનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ગણેશ જાડેજા સહિત અન્ય 5ને પણ ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યાં છે. ગણેશ ગોંડલના સ્વાગત માટે મોટી સંખ્યામાં ગોંડલના લોકો એકત્ર થયા હતાં. ગણેશ ગોંડલના બંગલા બહાર ઢોલ નગારા સાથે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, ગણેશ ગોંડલના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

આ પણ વાંચો: ‘ગરબા પર રાજનીતિ ન થવી જોઇએ’ ગેનીબેન ઠાકોરના ગરબાના નિવેદન પર ખેલૈયાઓમાં રોષ

બંગલા બહાર ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું

ઉલ્લેખનીય છે કે, ગણેશ ગોંડલને સંજય સોલંકીના અપહરણ અને માર મારવાના કેસમાં સજા મળી હતી. ગણેશ જાડેજાનો કેસ સોરઠના સૌથી વધુ ચર્ચિતમાનો એક કેસ છે. ત્યારે હવે ચાર મહિના બાદ ગણેશ જાડેજાને ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન આપ્યાં છે. નોંધનીય છે કે, ગણેશના ઘરે આવતા જ પરિવારજનોમાં હરખની લાગણી જોવા મળી હતી. છેલ્લા ચાર મહિનાથી અપહરણ અને હત્યાના પ્રયાસમાં ગણેશ જેલમાં બંધ હતો.

આ પણ વાંચો: Gondal: પૌરાણિક રાગ પર રચાયેલ ગરબા ગાવાની પરંપરા હજુ પણ જીવંત! જૂઓ આ તસવીરો

ગણેશ ગોંડલ ગોંડલ નાગરિક બેન્કનાં વાઇસ ચેરમેન બન્યા

ગણેશ ગોંડલને લઈને અન્ય પણ મહત્વના સમાચાર એ પણ છે કે, ગણેશ ગોંડલનો સહકારી જગતમાં પ્રવેશ થયો છે. જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ (Ganesh Gondal) ગોંડલ નાગરિક બેન્કનાં વાઇસ ચેરમેન બન્યા છે. જ્યારે ચેરમેન તરીકે અશોક પીપળીયા રિપીટ થયા છે. ગણેશ ગોંડલે જેલમાંથી બેંકની ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. જો કે, અત્યારે ગુજરાત હાઈકોર્ટે ચાર મહિના બાદ જામીન પણ મંજૂર કર્યાં છે.

આ પણ વાંચો: Amethi Hatyakand નો મુખ્ય આરોપી ઝડપાયો, 5 માસૂમના જીવ લીધા હતાં…

Whatsapp share
facebook twitter