+

VADODARA : હરણી બોટકાંડમાં આરોપીઓ સામે 2819 પાનાની ચાર્જશીટ રજૂ

VADODARA : સમગ્ર રાજ્યના હચમચાવી નાંખનારા વડોદરા (VADODARA) ના હરણી બોટકાંડમાં (HARNI BOAT ACCIDENT) તાજેતરમાં 2879 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. જેની વકીલો દ્વારા ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવી…

VADODARA : સમગ્ર રાજ્યના હચમચાવી નાંખનારા વડોદરા (VADODARA) ના હરણી બોટકાંડમાં (HARNI BOAT ACCIDENT) તાજેતરમાં 2879 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. જેની વકીલો દ્વારા ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો મળી કુલ 14 ના મોત નિપજ્યા હતા.

બોટના આગળના ભાગમાં કોઇને બેસાડવામાં આવતા નથી

વડોદરા (VADODARA) માં જાન્યુઆરી માસમાં થયેલા હરણી બોટકાંડમાં બાળકો અને શિક્ષકો મળીને 14 ના મોત નિપજ્યા હતા. આ મામલે એક પછી એક સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) દ્વારા 20 આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. તાજેતરમાં જ આ મામલે કોર્ટમાં 20 આરોપીઓ સામે 2819 પાનાની ચાર્જ શીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. દરમિયાન જાણવા મળ્યું કે, બોટીંગનો ઇજારો ધરાવતા તમામ ભાગીદારોની જવાબદારી એક સરખી હતી. બોટના આગળના ભાગમાં 250 કિલો જેટલું વજન હોવાના કારણે બોટ ડુબી ગઇ હતી. દુર્ઘટના સમયે બોટના આગળના ભાગમાં 10 જેટલા બાળકો સુરક્ષાના કોઇ પણ ઉપાય વગર બેઠા હતા. સામાન્ય રીતે બોટના આગળના ભાગમાં કોઇને બેસાડવામાં આવતા નથી.

વકીલો દ્વારા ઝીણવટભર્યો અભ્યાસ હાથ ધરાયો

આ દુર્ઘટના સમયે બોટમાં 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો બેઠા હતા. જે પૈકી 12 બાળકો અને 2 શિક્ષકો મળી 14 લોકોના મોત નિપજ્યા હતા. બાકીનાને બચાવી લેવામાં સફળતા મળી હતી. તાજેતરમાં કોર્ટમાં રજૂ કરવામાં આવેલી ચાર્જશીટનો વકીલો દ્વારા ઝીણવટભર્યો અભ્યાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.

ટર્ન મારતી વેળાએ બોટ પલટી

આ દુર્ઘટના અંગે પોલીસ અને એફએસએલ વિભાગ દ્વારા પણ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. જે અંગે સુત્રો જણાવી રહ્યા છે કે, એક ટનની ક્ષમતા ધરાવતી બોટનું વજન વધારે પ્રમાણમાં લોકોને બેસાડવામાં આવતા દોઢ ટન થઇ ગયું હતું. જેને કારણે બોટ પર તેની ક્ષમતા કરતા વધારે ભારણ હતું. સાથે જ્યાં ન બેસાડવાના હોય તેવા આગળના ભાગે 10 જેટલા બાળકોને બેસાડવામાં આવ્યા હતા. જેને કારણે ટર્ન મારતી વેળાએ બોટ પલટી ગઇ હતી.

ચાર્જશીટ 58 દિવસમાં રજૂ કરવામાં આવી

સુત્રોએ ઉમેર્યું કે, આ દુર્ઘટનાની ચાર્જશીટ 58 દિવસ જેટલા સમયગાળામાં રજૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા 433 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. આ અંગેનો રિપોર્ટ તૈયાર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા કલેક્ટર તંત્રને 10 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. જેનું એક્સટેન્શન માંગીને 19 દિવસ જેટલા દિવસમાં તે તૈયાર કરી સબમીટ કર્યો હતો.

આરોપીની જામીન અરજી રદ્દ

તાજેતરમાં હરણી બોટકાંડમાં આરોપી ડો. વૈશાખીબેન પરેશભાઇ શાહ દ્વારા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે મામલે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર આર. સી. કોડેકર અને ભોગ બનનારના વકીલ હિતેષ ગુપ્તા દ્વારા ઉંડાણપૂર્વક તથ્યો અને દલીલો કરી હતી. અંતે કોર્ટે જામીન અરજી રદ્દ કરી દીધી હતી.

આ પણ વાંચો —  VADOADRA : મોટા અધિકારીનો ડ્રાઇવર લૂંટાયો

Whatsapp share
facebook twitter