Rajkot: રાજ્યમાં એક અજીબોગરીબ ઘટના બની છે. રાજકોટમાં એક બસ ડ્રાઈવરે પોતાની માનવતા દેખાડી છે. નોંધનીય છે કે, હજી પણ પૃથ્વી પર માનવતા જીવંત હોય તેવો દાખલો રાજકોટમાં બનવા પામ્યો છે. અહીં રાજકોટ શહેરમાં અજીબો ગરીબ ઘટના બની છે. મળતી વિગતો પ્રમાણે એસ.ટી.બસ એમ્બ્યુલન્સ બની ગઈ હોવાની ઘટના આવી સામે છે.રાજકોટ (Rajkot) શહેરના પારેવડી ચોકમાં એસ.ટી. બસમાંથી ઉતરતી વખતે એટેક આવતા વૃદ્ધ ઢળી પડ્યાની ઘટના બની હતી. આ ઘટનાએ અનેક લોકોને માનવતાના દર્શન કરાવ્યા છે.
બસ સીધી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડી હતી
તમને જણાવી દઇએ કે, રાજકોટ (Rajkot)માં બનેલી આ ઘટનાથી હોસ્પિટલના ડોક્ટરો પણ ચોંકી ગયા હતા. જોકે ડ્રાઈવર દ્વારા સમય સૂચકતા દાખવી વૃદ્ધને એમ્બ્યુલન્સની રાહ જોયા વગર બસ સીધી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડી હતી. જોકે ત્યાં સારવાર કરી રહેલા તબીબોએ વૃદ્ધને મૃત જાહેર કર્યો હતો. બસના ડ્રાઈવરે પોતાના માનવતા તો દેખાડી હતી પરંતુ છતા વૃદ્ધનો જીવ બચી શક્યો નહોતો. નોંધનીય છે કે, એમ્બ્યુલન્સની રાહ જોયા વિના જ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં બસને પહોંચ્યા છે.
આ ઘટનાની રાજકોટ શહેરમાં સારી એવી પ્રસંશા
નોંધનીય છે કે, આવા દાખલા અનેક લોકોમાં માટે પ્રેરણાદાયક બની ગયો છે. ઉલ્લેખનીય છે કે, આવી રીતે સમયસૂચકતા દાખવવી ખુબ જ આવશ્યક બની રહે છે. આથી આ ઘટનાની રાજકોટ શહેરમાં સારી એવી પ્રસંશા થઈ રહી છે. પરંતુ અફસોસની વાત એ છે કે, આટલી સમયસૂચકતા દાખવવા છતાં પણ વૃદ્ધનો જીવ બચી શક્યો નહોતો. કારણે કે, સારવાર માટે સિસિલ હોસ્પિટલના ડોક્ટરોને વૃદ્ધાને મૃત જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, એક વૃદ્ધનો જીવ બચાવવા માટે બસના ડ્રાઈવરે બસને એમ્બ્યુલન્સ બનાવી દીધી અને બસને સીધી જ સિવિલ હોસ્ટિપલ પહોચાડી દીધી હતી.