+

ભારતીયો માટે હવે UAE ના દેશોમાં રહવું અને વ્યાપાર કરવું બનશે વધુ સરળ, બંને દેશ વચ્ચે થશે આ ખાસ કરાર

ભારતમાં ઘણા યુવાનો વિદેશમાં જઈને પોતે વ્યવસાય કરવાની અને વસવાટ કરવાની ઈચ્છા ધરાવતા હોય છે. વિદેશમાં વસવાટ, વ્યાપાર અને રોજગાર મેળવવા અર્થે આ યુવાનો ઘણી મેહનત કરતા હોય છે. ભારતના…

ભારતમાં ઘણા યુવાનો વિદેશમાં જઈને પોતે વ્યવસાય કરવાની અને વસવાટ કરવાની ઈચ્છા ધરાવતા હોય છે. વિદેશમાં વસવાટ, વ્યાપાર અને રોજગાર મેળવવા અર્થે આ યુવાનો ઘણી મેહનત કરતા હોય છે. ભારતના યુવાનો મોટેભાગે અમેરિકા, યુરોપના દેશો અને ગલ્ફ દેશોમાં જતાં હોય છે. ત્યારે હવે દુબઈ અને UAE ના દેશોમાં જતાં હિતેચ્છુઓ માટે સારા સમાચાર સામે આવી રહયા છે. હવે ભારતીયો માટે યુનાઈટેડ આરબ અમીરાત (UAE) ના પ્રવાસે જવું, રહેવુ અને વ્યાપાર કરવું વધુ સરળ બનશે. આ માટે, ભારત અને UAE વચ્ચે લોકો-થી-લોકોના સંપર્કોને પ્રોત્સાહન આપવાના માર્ગો ઉપરાંત, સ્થળાંતર અને હિલચાલ સંબંધિત કરારોને વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવાની ચર્ચા કરવામાં આવી છે.

UAE અને ભારત વચ્ચે આ બાબતો ઉપર થઈ ચર્ચા

રાજદ્વારી બાબતોની સંયુક્ત સમિતિ (JCCA)ની પાંચમી બેઠક મંગળવારે દિલ્હીમાં યોજાઈ હતી.ભારતના વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભારત અને UAE વચ્ચે નાગરિકતા, વિઝા અને પ્રત્યાર્પણ સહિતના મુદ્દાઓ પર સંકલન અને સહયોગને મજબૂત કરવા માટેની પદ્ધતિઓ પર વિસ્તૃત ચર્ચા કરાઇ હતી.

UAE માં હાલ 35 લાખથી વધુ ભારતીયો રહે છે

મંત્રાલયે વધુમાં કહ્યું હતું કે, UAE એ ભારતથી સ્થળાંતર કરીને આવેલા કામદારોના કલ્યાણને સુનિશ્ચિત કરવા સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાઓ વિશે વિગતવાર માહિતી પ્રદાન કરી છે. યુનાઈટેડ આરબ અમીરાતમાં હાલમાં 35 લાખથી વધુ ભારતીયો રહે છે. આ કરાર બાદ આ સંખ્યામાં હજુ વધારો થવાની ધારણા છે. આમ ભારત અને યુનાઈટેડ આરબ અમીરાત હવે ઘણા ક્ષેત્રમાં પરસ્પર સહયોગને પ્રોત્સાહન આપવા માટે સાથે જઈ રહ્યા છે. જેમાં રાજકીય, આર્થિક, વેપાર, વાણિજ્ય, સંરક્ષણ, સાંસ્કૃતિક, તકનીકી અને ઉર્જા સહિત પરસ્પર સહયોગના તમામ ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Slovakia PM Robert Fico: સરા-જાહેર સ્લોવાકિયાના વડાપ્રધાન પર 4 વાર ફાયરિંગ કરાયું

Whatsapp share
facebook twitter