+

Mumbai Hoarding Tragedy: રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, 120 ફૂટ લાંબા હોર્ડિંગના પાયા 4-5 ફૂટ ઊંડા

Mumbai Hoarding Tragedy: મુંબઈ (Mumbai) ના ઘાટકોપર (Ghatkopar) માં ભારે પવનના કારણે ધરાશાયી થયેલા હોર્ડિંગ્સ (Hoarding) ની દેશ અને દુનિયામાં ચર્ચા ચાલી રહેલી છે. આ હોર્ડિંગ પડવાને કારણે 16 લોકોએ…

Mumbai Hoarding Tragedy: મુંબઈ (Mumbai) ના ઘાટકોપર (Ghatkopar) માં ભારે પવનના કારણે ધરાશાયી થયેલા હોર્ડિંગ્સ (Hoarding) ની દેશ અને દુનિયામાં ચર્ચા ચાલી રહેલી છે. આ હોર્ડિંગ પડવાને કારણે 16 લોકોએ જીવ ગુમાવ્યા હતો. તે ઉપરાંત અનેક લોકો ઘાયલ પણ થયા હતા. ત્યારે આ હોર્ડિંગ્સ (Hoarding) ને લઈ મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.

  • હોર્ડિંગ્સને રિપોર્ટમાં ચોંકાવનાર ખુલાસો

  • આજે કે કાલે આ હોર્ડિંગ પડી જ જવાનું હતું

  • પરવાનગી Railway ACP દ્વારા આપવામાં આવી હતી

એક અહેવાલ અનુસાર, Mumbai ના ધરાશાયી થયેલા Hoarding ને લઈ ચોંકાવનાર ખુલાસો કરવામાં આવ્યો છે. 120 ફૂટ લાંબા Hoarding નો થાંભલો માત્ર 4-5 ફૂટની ઉંડાઈમાં આપવામાં આવી હતી. આ એક મોટો પ્રશ્ન ઉભો કરે છે કે શું બિલબોર્ડ તેના નબળા પાયાના કારણે કે તેજ પવનના ઝાપટા સામે ટકી શક્યું નથી? તે ઉપરાંત કેટલાક ફોટો સામે આવ્યા હતા, જેમાં Hoarding ના પાયા જમીનની અંદર નબળા પડી ગયા હતા. ત્યારે જોરદાર પવનને કારણે આ Hoarding પેટ્રોલ પંપ પર પડી ગયું હતું.

આજે કે કાલે આ હોર્ડિંગ પડી જ જવાનું હતું

ત્યારે Petrol Pump પર હાજર લોકો પર આ Hoarding પડવાને કારણે અનેક પરિવારમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે. નિષ્ણાતો અને અધિકારીઓનું માનવું છે કે નબળા પાયાના કારણે આ દુર્ઘટના બની હતી. આજે કે કાલે આ Hoarding પડી જવાનું હતું. હવે જ્યારે ભારે પવનમાં Hoarding પડી ગયું છે, ત્યારે મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા લોકોના પરિવારો વહીવટીતંત્ર પાસે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ડો. કમલા બેનિવાલનું 97 વર્ષે નિધન

પરવાનગી Railway ACP દ્વારા આપવામાં આવી હતી

Hoarding ની ઘટના બાદ BMC એ આ સંદર્ભમાં એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે તેને લગાવવાની પરવાનગી Railway ACP દ્વારા આપવામાં આવી હતી. બાદમાં Railwayએ પણ આ અંગે નિવેદન બહાર પાડ્યું હતું. Railway એ કહ્યું કે ડિસેમ્બર 2021 માં તત્કાલિન GRP કમિશનર કૈસર ખાલિદે પેટ્રોલ પંપ પાસે દસ વર્ષ માટે Hoarding લગાવવાની મંજૂરી આપી હતી.

આ પણ વાંચો: Alamgir Alam Arrested: લોકસભા ચૂંટણીના સમયગાળામાં ED ના સંકજામાં વધુ એક દિગ્ગજ કોંગી નેતા

કોઈ કાર્યવાહી થાય તે પહેલા જ હોર્ડિંગ પડી ગયું હતું

ઘાટકોપરમાં મૂકવામાં આવેલા Hoarding મેસર્સ ઇગો મીડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ચલાવવામાં આવી રહ્યા હતા. તેના બાંધકામ દરમિયાન કેટલાક વૃક્ષોને પણ નુકસાન થયું હતું. GRP એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઝાડને નુકસાન અંગે ફરિયાદો મળી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. અકસ્માત બાદ GRP નું કહેવું છે કે કોઈ કાર્યવાહી થાય તે પહેલા જ હોર્ડિંગ પડી ગયું હતું. આ સંદર્ભમાં Hoarding નું સંચાલન કરતી કંપનીને નોટિસ પણ મોકલવામાં આવી હતી.

આ પણ વાંચો: CHM Amit Shah: કેન્દ્રીય ગૃહ મંત્રીએ ખુલાસો કર્યો કે, મુખ્યમંત્રી કેજરીવાલ કાયદાકીય ચાલ ચાલ્યા

Whatsapp share
facebook twitter