+

જામનગર જીલ્લા પંચાયતની સભામાં વિપક્ષનો હોબાળો, જુઓ વીડિયો

આજે જામનગર જીલ્લા પંચાયતની બજેટ બેઠક મળીસભામાં આગામી વર્ષ 2023/24 નું રજુ થયું બજેટવિપક્ષ કોંગ્રેસ સભ્ય જે.પી.મારવિયાએ ટેબલ પર ચઢી બજેટ સ્પીચની કોપી ફાડી વિરોધ વ્યક્ત કર્યો પોતાને બજેટની કોપી ના મળતી હોવાનો આક્ષેપ કર્યો વિપક્ષ સભ્ય મારવિયાને પોલીસ સભાગૃહ બહાર લઇ ગઈજામનગર (Jamnagar) જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષનો હોબાળો થયો છે. સામાન્ય સભા પહેલા બજેટની કોપી ના અપાતા વિપક્ષના
  • આજે જામનગર જીલ્લા પંચાયતની બજેટ બેઠક મળી
  • સભામાં આગામી વર્ષ 2023/24 નું રજુ થયું બજેટ
  • વિપક્ષ કોંગ્રેસ સભ્ય જે.પી.મારવિયાએ ટેબલ પર ચઢી બજેટ સ્પીચની કોપી ફાડી વિરોધ વ્યક્ત કર્યો 
  • પોતાને બજેટની કોપી ના મળતી હોવાનો આક્ષેપ કર્યો 
  • વિપક્ષ સભ્ય મારવિયાને પોલીસ સભાગૃહ બહાર લઇ ગઈ
જામનગર (Jamnagar) જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષનો હોબાળો થયો છે. સામાન્ય સભા પહેલા બજેટની કોપી ના અપાતા વિપક્ષના સભ્યએ ઉગ્ર વિરોધ કર્યો હતો. વિપક્ષના સભ્ય ટેબલ પર ઉભા થઇ ગયા હતા અને  બજેટની કોપી ફાડી નાખી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો જેના પગલે ભારે ઉત્તેજના છવાઇ ગઇ હતી. 

બજેટની કોપી આપવામાં ના આવતાં વિપક્ષે વિરોધ નોંધાવ્યો
જામનગર જીલ્લા પંચાયતની આજે સામાન્ય સભા યોજવામાં આવી હતી. સામાન્ય રીતે સામાન્ય સભા પહેલાં બજેટની કોપી સભ્યોને આપવામાં આવે છે પણ સોમવારે જામનગર જીલ્લા પંચાયતની સામાન્ય સભા પહેલા બજેટની કોપી આપવામાં ના આવતાં વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો. 

બજેટની કોપી ફાડી નાખીને વિરોધ 
વિપક્ષે બજેટની કોપીની માગ કરીને ઉગ્ર વિરોધ કર્યો હતો. વિપક્ષાના સભ્ય તો ટેબલ પર ઉભા થઇ ગયા હતા. વિપક્ષા સભ્યએ ભાજપ સત્તાધીશોની વિરોધમાં ઉત્ર સુત્રોચ્ચાર કર્યો હતો અને બજેટની કોપી ફાડી નાખીને વિરોધ વ્યક્ત કરાયો હતો. 
 પોલીસની મદદ લેવાઇ 
આજે જામનગર જીલ્લા પંચાયતની બજેટ બેઠક મળી જેમાં  સભામાં આગામી વર્ષ 2023/24 નું બજેટ રજુ થયું હતું. વિપક્ષ કોંગ્રેસ સભ્ય જે.પી.મારવિયાએ ટેબલ પર ચઢી બજેટ સ્પીચની કોપી ફાડી વિરોધ વ્યક્ત કર્યો હતો અને  પોતાને બજેટની કોપી ના મળતી હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ પોલીસની મદદ લેવાઇ હતી.  વિપક્ષ સભ્ય મારવિયાને પોલીસ સભાગૃહ બહાર લઇ ગઈ હતી. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


Whatsapp share
facebook twitter