+

Jamnagar: દિયરે પોતાની જ ભાભીને મોતને ઘાટ ઉતારી દીધી, હત્યાનું કારણ જાણી ચોંકી જશો

દિયરે પોતાની જ ભાભીની હત્યા કરી હોવાનો કિસ્સો બન્યો અનૈતિક સબંધની આડમાં દિયરે પોતાની ભાભીની હત્યા કરી દિયરે પથ્થરના ઘા મારી ભાભીને મોતને ઘાટ ઉતારી દીધી Jamnagar: આધુનિક સમયમાં લોકોમાં…
  1. દિયરે પોતાની જ ભાભીની હત્યા કરી હોવાનો કિસ્સો બન્યો
  2. અનૈતિક સબંધની આડમાં દિયરે પોતાની ભાભીની હત્યા કરી
  3. દિયરે પથ્થરના ઘા મારી ભાભીને મોતને ઘાટ ઉતારી દીધી

Jamnagar: આધુનિક સમયમાં લોકોમાં સંયમ ઘટતો જતો હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી રહીં છે. જામનગર (Jamnagar)માં પણ એક દિયરે પોતાની જ ભાભીની હત્યા કરી હોવાનો કિસ્સો બન્યો છે. વિગતે વાત કરવામાં આવે તો, લાલપુરના જાખર ગામે અનૈતિક સબંધની આડમાં દિયરે પોતાની ભાભીની ઘાતકી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. દિયરે પથ્થરના ઘા મારી ભાભીને મોતને ઘાટ ઉતારી દીધી છે. જે મામલે મેઘપર પડાણા પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધાયો છે.

આ પણ વાંચો: જાહેર સ્થળ છે કે બાપાનો બગીચો! Palanpur ST Port પર અશ્લીલ હરકત કરતા Video Viral

જૂનાગઢ રહેતા ત્યારે દિયર ભાભી વચ્ચે અનૈતિક સબંધ બંધાયો

વધારે વિગતે વાત કરવામાં આવે તો, રીનાબા વાળા નામની 30 વર્ષીય મહિલાની હત્યા કરવામાં આવી છે. વિજયસિંહ પ્રેમસંગજી સોઢાએ પોતાની ભાભી રીનબાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે થોડી ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે, મળતી જાણકારી પ્રમાણે જૂનાગઢ રહેતા હતા ત્યારે દિયર ભાભી વચ્ચે અનૈતિક સબંધ બંધાયો હતો. જો કે, આ મામલે બધાને ખબર પડી જતા પ્રેમ સંબંધમાં પૂર્ણ વિરામ મૂક્યુ હતું. પરંતુ પછી ફરી સંબંધ બંધાઈ જતા ભાઈ પોતાની પત્ની સાથે જૂનાગઢથી જામનગર (Jamnagar) રહેવા આવી ગયા હતાં.

આ પણ વાંચો: 45 મિનિટ સુધી આગના સાથીયામાં યુવકોએ ગરબાની રમઝટ બોલાવી, જુઓ આ તસવીરો

પથ્થર વડે હુમલો કરી પોતાની ભાભીને મોતનો ઘાટ ઉતારી દીધી

વિગતો એવી સામે આવી છે કે, જુનાગઢ ગયા પછી વાતચીત બંધ થઈ હતી. જેથી ગુસ્સામાં આવેલા દિયરે પથ્થર વડે હુમલો કરી પોતાની ભાભીની હત્યા નિપજાવી દીધી હતી. જેથી આ સમગ્ર મામલે મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાં 302 મુજબ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ સાથે સાથે આ ઘટનાને ગંભીરતાથી લેતા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો: નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ

Whatsapp share
facebook twitter