- પ્રાચીન ગરબીમાં અનોખા ગરબા સાથે માતાની આરાધના
- દીકરીઓ સળગતી ઈંઢોણી માથા પર લઈ ગરબા રમે છે
- જામનગરમાં જૂની પરંપરા સાથે ગરબીનું આયોજન કરવામાં આવ્યું
Jamnagar: ગુજરાતમાં અત્યારે ભારે ઉત્સાહ સાથે નવરાત્રિની ઉજવણી થઈ રહીં છે. ખાસ કરીને વાત કરમાં આવે તો અનેક જગ્યાઓ એવી છે કે, જ્યા જૂની પરંપરા સાથે ગરબીનું આયોજન કરવામાં આવ્યે છે. જો કે, આ ગરબીની પરંપરા અત્યારે આધુનિક સમયમાં ભૂલાતી જાય જાય છે. લોકોને અત્યારે માત્ર પાર્ટી પ્લોટમાં ગરબા રમવા અને જોવા ગમે છે. એમાં પણ ડીજેના તાલે રમવાનું લોકો વધારે પસંદ કરી રહ્યાં છે. પરંતુ કેટલીક જગ્યાઓ એવી પણ છે જ્યા પરંપરા પ્રમાણે ગરબીઓનું આયોજન કરવામાં આવે છે.
Jamnagarના Kadiyawad વિસ્તારમાં સુવિખ્યાત સળગતી ઈંઢોણી રાસ જુઓ | Gujarat First
પ્રાચીન ગરબીમાં અનોખા ગરબા સાથે માતાની અનોખી આરાધનાદીકરીઓ સળગતી ઈંઢોણી માથા પર લઈ માતાજીના ગરબા રમી કરે છે આરાધના#Jamnagar #Garba #BurningIndhoniRas #JamnagarGarba #TraditionalIndhoni… pic.twitter.com/ARiLGreeOm
— Gujarat First (@GujaratFirst) October 7, 2024
આ પણ વાંચો: Surat: આયોજકો અને કલાકારો વચ્ચે થઈ માથાકૂટ, ઝણકાર ગરબા બંધ થતા ખેલૈયાઓ નિરાશ
સળગતી ઈંઢોણી માથા પર લઈ માતાજીના ગરબા રમી દીકરીઓ
જામનગરના કડિયાવાડ (Kadiyawad) વિસ્તારમાં સુવિખ્યાત સળગતી ઈંઢોણી રાસનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં પરંપરા પ્રમાણે પ્રાચીન ગરબીમાં અનોખી રીતે માતાની આરાધના કરવામાં આવે છે. આ ગરબીમાં દીકરીઓ સળગતી ઈંઢોણી માથા પર લઈ માતાજીના ગરબા રમીને આરાધના કરે છે. આ ગરબીને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો પણ આવતા હોય છે. ઘણી ઓછી જગ્યાઓ છે જ્યાં આવી રીતે ગરબાનું આયોજન કરવામાં આવે છે.
આ પણ વાંચો: Morbi: ધગધગતા અંગારા પર ખુલ્લા પગે ગરબે રમે છે યુવતીઓ, નવરાત્રિની અનોખી રીતે ઉજવણી
17 યુવકો 45 મિનિટ સુધી આગની વચ્ચે ગરબાની રમઝટ
જામનગર શહેરમાં મા આધ્યાશક્તિના આરાધનાના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન અનેક ગરબી મંડળમાં નિત નવા રાસ રજૂ કરાઈ રહ્યા છે. અંબિકા ગરબી મંડળના 17 યુવકો 45 મિનિટ સુધી આગની વચ્ચે ગરબાની રમઝટ બોલાવી હતી. કડિયાવાડ વિસ્તારમાં ચાલી રહેલી રાંદલ અંબિકા ગરબી મંડળમાં સળગતા સાથિયાનો રાસ રજૂ કરાયો હતો. સાથિયા રાસ સમયે ગરબી મંડળના પાંડાલ વિસ્તારની તમામ લાઈટો બંધ કરવામાં આવી હતી. જેથી સળગતો સાથીઓ ખૂબ જ દીપી ઉઠ્યો હતો, અને તેની વચ્ચે ખેલૈયાઓએ રાસ રમી હતી.
આ પણ વાંચો: Jamnagar: 45 મિનિટ સુધી આગના સાથીયામાં યુવકોએ ગરબાની રમઝટ બોલાવી, જુઓ આ તસવીરો