- બબાલા વીડિયો બાદ જામનગરના પારસબાએ જાહેર કર્યો હતો વીડિયો
- પારસબાએ પદ્મિનીબાને ધમકાવતો વીડિયો કર્યો હતો વાયરલ
- પારસબાનો વીડિયો જાહેર થયાના બીજા દિવસે વધુ એક ઓડિયો સામે આવ્યો
Rajkot: પદ્મિની બાએ વધુ એક વીડિયો મેસેજ વાયરલ કર્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, પદ્મિની બાએ પારસબાને વળતો જવાબ આપ્યો છે. પારબસાએ થોડા દિવસ પહેલા વીડિયો વાયરલ કર્યો હતો. તેના જવાબમાં પદ્મિની બાએ વધુ એક વીડિયો વાયર કર્યો છે. જેમાં અનેક બાબતોને લઈને આક્ષેપો કર્યાં છે. આ વીડિયોને લઈને અત્યારે અનેક ચર્ચાઓ થઈ રહીં છે.
ડિઝલના નાણાંને લઇ પણ પદ્મિની બાએ વળતો જવાબ આપ્યો
નોંધનીય છે કે, પદ્મિનીબા અને તેમના પતિ વચ્ચે બબાલનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થયા બાદ જામનગરના પારસબાએ વીડિયો જાહેર કર્યો હતો. પારસબાએ પદ્મિનીબાને ધમકાવતો વીડિયો વાયરલ કર્યો હતો. પારસબાનો વીડિયો જાહેર થયાના બીજા દિવસે વધુ એક ઓડિયો સામે આવ્યો છે. પારસબાએ વીડિયો વાયરલ બાદ પદ્મિની બાએ જવાબ આપ્યો છે. ક્ષત્રિય સમાજમાં એક બાદ એક વીડિયો સામે આવતા કૂવાના દેડકા કહ્યા છે. એટલું જ નહીં પરંતુ ડિઝલના નાણાંને લઇ પણ પદ્મિની બાએ વળતો જવાબ આપ્યો છે. પદ્મિનીબાએ પારસબાને કહ્યું કે, ‘પહેલા તેમ અન્ય મદદ કરો છો અને બાદમાં એવું જતાવો છો હું તમારો બાપ બનવાનો પ્રયત્ન કરો છે.’ વધુમાં કહ્યું કે, ‘જામનગર કોઈના બાપનું નથી.’
આ પણ વાંચો: Mangrol મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કૉન્સ્ટેબલ 6,500 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો
મારી પર્સનલ લાઈફમાં કોઈને દખલ આપવાની જરૂરી નથીઃ પદ્મિની બા
પદ્મિની બાએ વીડિયોમાં કહ્યું કે, ‘મારી વ્યક્તિગત જિંદગીમાં કોઈને દખલ આપવાની જરૂરી નથી. મારા પતિ માટે મેં શું કર્યું છે? મે તેમને હાલવા જેવા રેવા દીધા છે કે,નહીં? એ બધાય જોવે છે.’ આ વિવાદ હવે વધતો જ જાય છે. એક બાદ એક વીડિયો અને ઓડિસો સામે આવી રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ વીડિયો વાયરલ કરીને એકબીજા પણ આક્ષેપો પણ કરવામાં આવી રહ્યાં છે.
આ પણ વાંચો: Surendranagar: પાટડીમાં રાત્રે ગેસ સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ, 08 લોકો થયા ઇજાગ્રસ્ત
રાજપૂતાણીઓનું વાક યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું
રાજપૂતાણીઓનું વાક યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે. પારસબાએ આર્થિક કૌભાંડ આચર્યા હોવાનો પદ્મિનીબાનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. કરણીસેનાના રવિરાજસિંહ ગોહિલ અને પદ્મિનીબા વચ્ચેનો ઓડિયો હોવાની વાત થઈ. એટલું જ નહીં પરંતુ ઓડિયોમાં પારસબાએ આર્થિક કૌભાંડ આચર્યા હોવાનો ઉલ્લેખ હતો. આ સાથે ક્ષત્રિય સંમેલન વખતે મહિલાને થયેલી ઈજાનો મુદ્દો ઓડિયોમાં ચર્ચાયો થઈ હતી. સારવાર માટે 25 હજાર રૂપિયા આપ્યા હતા પણ ખર્ચ 7 હજાર થયો હોવાનો ઉલ્લેખ થયો છે. એટલે હવે આ વિવાદ ખુબ જ ચરમસીમાએ પહોંચ્યો છે.
આ પણ વાંચો: સુરક્ષા માટે Salman Khan એ દુબઇથી ખાસ બુલેટ પ્રુફ કાર મંગાવી