+

Dwarka Accident : 7 મૃતકોની ઓળખ આવી સામે, MP પરિમલ નથવાણીએ વ્યક્ત ક્યો શોક

દ્વારકા-જામનગર હાઇવે પર ગોઝારો અકસ્માત (Dwarka Accident) 2 માસૂમ સહિત કુલ 7 મૃતકોની ઓખળ કરાઈ સાંસદ પરિમલ નથવાણીએ શોક વ્યક્ત કર્યો Dwarka Accident : દ્વારકા-જામનગર હાઇવે (Dwarka-Jamnagar highway) નજીક બરડિયા…
  1. દ્વારકા-જામનગર હાઇવે પર ગોઝારો અકસ્માત (Dwarka Accident)
  2. 2 માસૂમ સહિત કુલ 7 મૃતકોની ઓખળ કરાઈ
  3. સાંસદ પરિમલ નથવાણીએ શોક વ્યક્ત કર્યો

Dwarka Accident : દ્વારકા-જામનગર હાઇવે (Dwarka-Jamnagar highway) નજીક બરડિયા પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓખળ સામે આવી છે. મૃતકોમાં 2 અને 3 વર્ષનાં માસૂમ બાળક પણ સામેલ છે. જો કે, હાલ પણ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટનાને લઈ સાંસદ પરિમલ નથવાણીએ (MP Parimal Nathwani) પણ શોક વ્યક્ત કર્યો છે. જ્યારે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા ખંભાળિયા હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી.

આ પણ વાંચો – Dwarka : દ્વારકા- જામનગર હાઇવે પર ગોઝારો અકસ્માત, 6 થી 7 લોકોનાં મોતનાં અહેવાલ

ચાર વાહન વચ્ચે અકસ્માત, બે માસૂમ સહિત 7 નાં મોત

દ્વારકા-જામનગર હાઇવ (Dwarka -Jamnagar highway) નજીક બરડિયા (Bardia) પાસે આજે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. બે કાર, બસ અને એક બાઇક સહિત ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા હાઇવે પર ભારે હડકંપ મચી ગયો હતો. માહિતી મુજબ, ખાનગી બસચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ ડિવાઇડર ક્રોસ કરીને બીજી સાઈડ જતી રહી હતી અને ECO કાર અને Swift કાર સાથે અથડાય હતી. આ અકસ્માતમાં એક બાઇક પર અડફેટે આવી હતી. આ અકસ્માતમાં બે ભૂલકાઓ સહિત 7 લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે 9 જેટલા લોકો ઇજાગ્રસ્ત હોવાથી 6 એમ્બ્યુલન્સ સહિત અન્ય વાહનો દ્વારા તાત્કાલિત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. દરમિયાન, મૃતકોની ઓળખ સામે આવી છે. મૃતકોમાં 2 અને 3 વર્ષનાં માસૂમ બાળક પણ સામેલ છે.

આ પણ વાંચો – Ahmedabad : ‘મલાઈદાર’ ક્લાસ 1 ની નોકરી લેવા જતાં 6 લોકો ભરાયા, વકીલ ટોળકીએ રૂ. 3 કરોડથી વધુનું કરી નાખ્યું!

નેતાઓ ઘટના સ્થળે પહોંચ્યા, પરિમલ નથવાણીએ શોક વ્યક્ત કર્યો

ઘટનાની જાણ થતાં રાજ્યમંત્રી મુળુભાઈ બેરા (Mulubhai Bera), સાંસદ પૂનમબેન માડમ (Poonamben Madam), ધારાસભ્ય પબુભા માણેક (Pabubha Manek) પણ ઘટના સ્થળ પર પહોંચ્યા છે. મુળુભાઈ બેરા ઇજાગ્રસ્તોને મળવા ખંભાળિયા હોસ્પિટલ (Khambhalia Hospital) પણ પહોંચ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, ખંભાળિયા હોસ્પિટલ ખાતે ડોક્ટરોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. આ અકસ્માતને (Dwarka Accident) લઈને સાંસદ પરિમલ નથવાણીએ (MP Parimal Nathwani) પણ શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી દુ:ખ વ્યક્ત કર્યું છે. આ ઘટનાને પગલે દ્વારકા પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મેડિકલ ટીમ, પોલીસની ટીમ હાલ પણ ખડેપગે છે.

અકસ્માતમાં મૃતકોનાં નામ :

1- હેતલબેન અર્જુનભાઈ ઠાકુર (ઉં-28 વર્ષ, કલોલ, ગાંધીનગર)
2- પ્રિયાંશી મહેશભાઈ ઠાકુર (ઉં-18 વર્ષ, કલોલ, ગાંધીનગર)
3- તાન્યા અર્જુનભાઈ ઠાકુર (ઉં. 3 વર્ષ, કલોલ, ગાંધીનગર)
4-હિમાંશુ કિશનજી ઠાકુર (ઉં. 2 વર્ષ)
5- વિરેન કિશનજી ઠાકુર
6- ચિરાગભાઈ (બરડિયા ગામ)
7- અજાણી સ્ત્રી

આ પણ વાંચો – ACB Trap : લાખોની લાંચ લેતા પકડાયેલા વકીલના કેસમાં જજ થયા સસ્પેન્ડ

Whatsapp share
facebook twitter