+

VADODARA : મરીમાતાના ખાંચામાં આવેલી દુકાનોમાં CID ક્રાઇમની રેડ

VADODARA : વડોદરાનું મોબાઇલ હબ ગણાતા મરીમાતાના ખાંચામાં (MARI MATA NO KHACO) આવેલી મોબાઇલ એસેસરીઝની (MOBILE SHOP) દુકાનમાં સીઆઇડી ક્રાઇમ, ગાંધીનગરની (CID CRIME GANDHINAGAR) ટીમે દરોડા પાડ્યા છે. શોપમાં ડુપ્લીકેટ…

VADODARA : વડોદરાનું મોબાઇલ હબ ગણાતા મરીમાતાના ખાંચામાં (MARI MATA NO KHACO) આવેલી મોબાઇલ એસેસરીઝની (MOBILE SHOP) દુકાનમાં સીઆઇડી ક્રાઇમ, ગાંધીનગરની (CID CRIME GANDHINAGAR) ટીમે દરોડા પાડ્યા છે. શોપમાં ડુપ્લીકેટ એસેસરીઝનું વ્યાપક વેચાણ થતું હોવાની આશંકાએ સીઆઇડી ક્રાઇમ અને કોપીરાઇટ સંબંધિત અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેને લઇને ડુપ્લીકેટ માલનું વેચાણ કરનારાઓમાં ભારે ફફડાટની લાગણી જોવા મળી રહી છે.

ડુપ્લીકેટ એસેસરીઝના વ્યાપક વેચાણની આશંકા

મરીમાતાના ખાંચામાં ધમધમતું મોબાઇલ માર્કેટ માત્ર વડોદરા જ નહિ પરંતુ આસપાસના જિલ્લાઓમાંથી પણ ગ્રાહકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહિંયા મોબાઇલ લે-વેચ, રીપેરીંગ તથા એસેસરીઝનું મોટું માર્કેટ આવેલું છે. છેલ્લા કેટલાક દિવસથી આ માર્કેટ વિસ્તાર પાર્કિંગની સમસ્યા અને દબાણોને લઇને સતત ચર્ચામાં આવતું રહે છે. આ વચ્ચે આજે સવારે એકાએક સીઆઇડી ક્રાઇમ, ગાંધીનગરની ટીમ દ્વારા મરીમાતાના ખાંચામાં આવેલી દુકાન પર રેડ કરવામાં આવી છે. અને મોબાઇલ એસેસરીઝની સઘન તપાસ કરવામાં આવી રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ડુપ્લીકેટ એસેસરીઝના વ્યાપક વેચાણની આશંકાએ આ રેડ કરવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં વિવિધ એસેસરીઝનો ડુપ્લીકેટ જથ્થો મળી આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

એસેસરીઝમાં કોપીરાઇટનો ભંગ

રેડમાં સામેલ સીઆઇડી ક્રાઇમના અધિકારી જણાવે છે કે, અમારી ટીમ ગાંધીનગર સીઆઈડી ક્રાઇમથી છે. મોબાઇલ એસેસરીઝમાં કોપીરાઇટનો ભંગ થયેલો હોય, અને તેમાં મુળ લોગોથી અલગ બીજો લોગો લગાડી બનાવટ કરવામાં આવી હોવાથી કંપનીને નુકશાન પહોંચે છે. જેથી કંપનીના માણસો અને અધિકારીઓ સાથે રેડ ચાલી રહી છે. હાલ તપાસ ચાલી રહી છે.

એસેસરીઝ સસ્તા ભાવે મળી જાય

અત્રે ઉલ્લેખનીય છે કે, મરીમાતાના ખાંચામાં માંગો તે પ્રકારની ડિઝાઇન અને સ્ટાઇલ વાળી એસેસરીઝ સસ્તા ભાવે મળી જાય છે. જેને લઇને ગ્રાહકો કંપની આઉટલેટની જગ્યાએથી અહિંયાથી ખરીદી કરવાનું વધારે પસંદ કરે છે. ત્યારે આજે સીઆઇડી ક્રાઇમ, ગાંધીનગરની ટીમની તપાસમાં શું સામે આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે.

આ પણ વાંચો — VADODARA : જોરદાર કમાણીનો પ્લાન બતાવી કરોડો રૂપિયાની ઠગાઇ

Whatsapp share
facebook twitter