+

 Surat : હિંદુવાદી નેતાઓની હત્યાના ષડયંત્ર કેસમાં આરોપીઓના પાક. કનેક્શનને લઈ પો. કમિશનરે કર્યાં મોટા ખુલાસા

Surat : મૌલવી (MAULVI) ધરપકડ કેસમાં સુરત (Surat) પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહેલોત (Anupam Singh Gehlo)દ્વારા પત્રકાર પરિષદ સંબોધી આરોપીઓના રિમાન્ડ દરમિયાન સામે આવેલા ખુલાસાઓ અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.…

Surat : મૌલવી (MAULVI) ધરપકડ કેસમાં સુરત (Surat) પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહેલોત (Anupam Singh Gehlo)દ્વારા પત્રકાર પરિષદ સંબોધી આરોપીઓના રિમાન્ડ દરમિયાન સામે આવેલા ખુલાસાઓ અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. કમિશનરે જણાવ્યું છે કે, હમણાં સુધી આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે આરોપીઓની પુછપરછમાં આરોપી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલીએ હમણાં સુધી જેટલા વર્ચ્યુઅલ નંબર અને 42 જેટલા ઇમેઇલ આઈપી એડ્રેસ પરથી હિન્દુવાદી નેતાઓની હત્યા ની ધમકીઓ આપી છે. આરોપીઓના ફરધર રિમાન્ડમાં વધુ વિગતો બહાર આવવાની શક્યતાઓ રહેલી છે. હમણાં સુધીની તપાસમાં સરફરાજ ડોગર ના પાકિસ્તાન કનેક્શન હોવાનું સ્પષ્ટ રીતે બહાર આવ્યું છે. મોલવી મોહમ્મદ સોહેલ અબુબકર ટીમોલ પાસેથી બે અલગ અલગ જન્મના પ્રમાણપત્ર અને ઇલેક્શન કાર્ડ મળી આવ્યા છે. જેમાં એક સુરત અને બીજું નવાપુરનું હોવાનું સામે આવ્યું છે.

આરોપીઓએ અનેક હિન્દુ નેતાઓને આપી હતી ધમકી

સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંઘ ગેહલોતે પત્રકાર પરિષદ ને સંબોધતા જણાવ્યું છે કે ,હમણાં સુધી ત્રણ આરોપીઓ ની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.નેપાળ બોર્ડર નજીક આવેલ બિહારના મુઝફરપુર થી ધરપકડ કરાયેલા શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ શાબિરે અલગ અલગ આઇડી પરથી ધમકી આપવાનું કામ કરતો હતો.તપાસમાં મૌલવી મોહમ્મદ સોહેલ પાસેથી બે ઇલેક્શન કાર્ડ કબ્જે કરવામાં આવ્યા છે..જેની ખરાઈ કરવાની હાલ કામગીરી ચાલી રહી છે.મોલવી પાસેથી બે અલગ અલગ જન્મ પ્રમાણપત્ર પણ મળી આવ્યા છે.જેમાં એક સુરતનું અને અન્ય એક નવાપુરનું છે.શહેનાઝ પાકિસ્તાની છે અને એક હેન્ડલર પણ છે.તેણે 17 જેટલા વર્ચ્યુલ નંબર નો ઉપયોગ ધમકીઓ આપવા માટે કર્યો છે.જ્યારે 42 ઇ મેઈલ આઇડી પરથી શહેનાઝએ હિન્દૂવાદી નેતાઓને ધમકીઓ આપી છે.

પોલીસે કેમ રઝાની કસ્ટડીની કરી માંગ?

આરોપીની 14 દિવસની કસ્ટડીની માંગ કરતા પોલીસે કોર્ટને જણાવ્યું કે, રઝા એક સેલફોનનો ઉપયોગ કરતો હતો, જેનું સિમ કાર્ડ પાકિસ્તાનમાં સક્રિય હતું અને તે પાકિસ્તાન, નેપાળ અને લાઓસના લોકોના સંપર્કમાં હતો. તેમણે કહ્યું કે, તે નિર્દોષ યુવાનોનું બ્રેઈનવોશ કરીને તેમની ભરતી કરવાના પ્રયાસમાં સામેલ હતો.પોલીસે જણાવ્યું હતું કે, તપાસમાં એ તપાસ કરવામાં આવશે કે, આરોપીઓને પૈસા (ફંડીંગ) કેવી રીતે મળ્યા અને શું તેઓ રાણા તેમજ ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માને તે ઓળખે છે, જેમને તેણે મેસેજ અને કોલ દ્વારા ધમકી આપી હતી.

મૌલવીની ધરપકડ

આ કેસમાં અત્યાર સુધીની આ ત્રીજી ધરપકડ છે. 4 મેના રોજ ક્રાઈમ બ્રાન્ચે સુરતમાંથી મૌલવી મોહમ્મદ સોહેલ ઉર્ફે મૌલવી અબુબકર તિમોલ (27)ની ધરપકડ કરી હતી. સુરત જિલ્લાના કઠોરમાં મદરેસામાં ભણાવતો મૌલવી 16 મે સુધી પોલીસ કસ્ટડીમાં છે.

શહનાઝની બિહારથી ધરપકડ

ગયા અઠવાડિયે આ કેસમાં શહનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ સાબીર (25)ની બિહારના મુઝફ્ફરપુરથી ધરપકડ કરવામાં આવી હતી. શનિવારે તેને પણ સુરત લાવવામાં આવ્યો હતો અને બીજા દિવસે જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને 24 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરૂ ઘડયું

પોલીસના જણાવ્યા અનુસાર, મૌલવી શહેનાઝના નિયમિત સંપર્કમાં હતો અને તેણે પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કથિત રીતે નફરત ફેલાવવા બદલ હિંદુ નેતાઓની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસે જણાવ્યું કે, બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન રઝાનું નામ સામે આવ્યું હતું.

આ પણ  વાંચો  – VADODARA : ઇમરજન્સી સમયે લોકોની મદદ માટે મુકાયેલા જનરક્ષક મશીન બંધ

આ પણ  વાંચો  GUJARAT RAIN : ગુજરાતના વિવિધ જિલ્લામાં કરાં સાથે ધોધમાર વરસાદ

આ પણ  વાંચો  Surat : સુમુલ ડેરીની મોટી જાહેરાત, પશુપાલકોને અપાશે કરોડોનો બોનસ

Whatsapp share
facebook twitter