+

Hypertension Day: માનવી મહત્વકાંક્ષાને સિદ્ધ કરવા માટે શારીરિક તંદુરસ્તીના ભોગે સફળ થઈ રહ્યા

Hypertension Day: છોટાઉદેપુર જિલ્લામાં માત્ર દોઢ મહિનામાં જ 800 થી વધુ દર્દીઓ Hypertension ના મળી આવ્યા છે. તો આ સાથે સરકારી કર્મચારીઓની આરોગ્ય ચકાસણી કેમ્પ થકી 295 જેટલા સરકારી કર્મચારીઓ…

Hypertension Day: છોટાઉદેપુર જિલ્લામાં માત્ર દોઢ મહિનામાં જ 800 થી વધુ દર્દીઓ Hypertension ના મળી આવ્યા છે. તો આ સાથે સરકારી કર્મચારીઓની આરોગ્ય ચકાસણી કેમ્પ થકી 295 જેટલા સરકારી કર્મચારીઓ પણ Hypertensionના દર્દી હોવાનું બહાર આવ્યું છે. 17 મેના રોજ વર્લ્ડ Hypertensionડે મનાવવામાં આવે છે. આ દીવસે Hypertension અંગે લોકોને જાગૃત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

  • વિવિધ તબક્કાઓમાં આરોગ્ય નિદાન કેમ્પ આયોજિત કરાયા

  • Hypertension એ કોઈ અસાધ્ય રોગ નથી ગંભીર બીમારી નથી

  • મહત્વકાંક્ષાની ઘેલછામાં તંદુરસ્તીના ભોગે મેળવેલ સિદ્ધિ

ત્યારે ગુજરાત ફર્સ્ટ છોટાઉદેપુરની ટીમે આ તક ઝડપી લઇ વિવિધ નિષ્ણાતો પાસેથી Hypertension થી બચવા અને તેની સામે લડવા માટે શી રીતે કાળજી રાખવી જોઈએ તે અંગે ચર્ચા કરી હતી. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દર અઠવાડિયાના શુક્રવારે દરેક સબ સેન્ટર ઉપર બિનચેપી રોગોનું નિદાન માટે કેમ્પ આયોજિત કરવામાં આવે છે. જે આ વર્ષે એપ્રિલ માસથી 15 મે સુધી 30,385 લોકોના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી હતી. જે પૈકી 875 જેટલા દર્દીઓ Hypertension ના દર્દી તરીકે મળી આવ્યા હતા.

Hypertension Day Special

વિવિધ તબક્કાઓમાં આરોગ્ય નિદાન કેમ્પ આયોજિત કરાયા

તો આ સાથે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા કલેકટર અનીલ ધામેલિયાનાઓની સુચના અને માર્ગદર્શન થકી જિલ્લાના સરકારી કર્મચારીઓ માટે પણ વિવિધ તબક્કાઓમાં આરોગ્ય નિદાન કેમ્પ આયોજિત કરાયા હતા. જીલ્લા કલેકટરે કર્મચારીઓની સ્વસ્થતાની જાળવણીએ પણ જીલ્લા સમાહર્તાની નૈતીક જવાબદારી હોવાનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું. જેમાં 3471 કર્મચારીઓના નિદાનમાં 295 Hypertension ના દર્દી મળી આવ્યા હતા. ત્યારે આજે વિશ્વ Hypertension દિવસની ઉજવણી વિશ્વ સ્તરે કરી લોકોને Hypertension બીમારી અંગે જાગૃત કરવામાં આવતા હોય છે.

Hypertensionએ કોઈ અસાધ્ય રોગ નથી ગંભીર બીમારી નથી

આ તબક્કે ગુજરાત ફર્સ્ટ છોટાઉદેપુરની ટીમ દ્વારા છોટાઉદેપુર જિલ્લાની પ્રજાના સ્વાસ્થ્યની ચિંતા કરી જિલ્લા આરોગ્ય અધિકારી સાથે તેમજ Hypertension ના દર્દી સાથે સીધી વાત કરી હતી. તમામ લોકોને આ રોગથી બચવા સાવચેત રહેવા સચેત કરી સમગ્ર એક અહેવાલ રૂપી ચિતાર રજૂ કરી Hypertension એ કોઈ અસાધ્ય રોગ નથી ગંભીર બીમારી નથી. તે તરફ મોટીવેશન કરવાનો સીધો પ્રયાસ કરાયો છે. સમૃદ્ધ ભારત માટે, સ્વસ્થ ભારતની જરૂર છે અને સ્વસ્થ ભારત માટે, સ્વસ્થ નાગરિકની જરૂર છે.”

Hypertension Day Special

નિષ્ણાતોના મતે આમ તો બદલાતી જતી જીવનશૈલીના કારણે Blood Pressure ની સમસ્યા બહુ સામાન્ય બની ગઇ છે. પણ આ સમસ્યા ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે છે.નિષ્ણાતોના મતે પહેલા 40 કે 50 વર્ષની ઉંમરના લોકોને રેગ્યુલર ડોક્ટર પાસે BP ચેક કરાવવાની જરૂર રહેતી હતી. પરંતુ હવે આજની આધુનિક જીવનશૈલીમાં 30 વર્ષની વયથી જ લોકોએ રેગયુલર BP ચેક કરાવવું જરૂરી છે.

ત્યારે 20 થી 30 વર્ષની ઉંમરના લોકોમાં પણ Blood Pressure

વધુમાં નિષ્ણાંતો જણાવે છે કે, Hypertension એક એવી બીમારી છે કે પહેલા આપણને એવું લાગતું હતું કે એ ઓલ્ડ એજ માં જ થાય છે. સ્વાભાવિક છે કે એવું થાય કે જેમ ઉંમર વધે તેમ Hypertension ની બીમારી આવે છે. પરંતુ અત્યારે 20 થી 30 વર્ષની ઉંમરના લોકોમાં પણ Blood Pressure અને હાઈ Blood Pressure જોવા મળે છે. જે 40 વર્ષની ઉંમરમાં અપવાદ હતું. તબીબો માને છે કે કે 40 વર્ષની ઉંમરના લોકોએ પણ હવે Blood Pressure સામે સાવધાન રહેવું જોઈએ. તેનું મૂળ કારણ છે કે છેલ્લા પાંચ વર્ષમાં લાઈફ સ્ટાઈલ બદલાઈ છે અને સ્ટ્રેસનું પ્રમાણ પણ વધ્યું છે.

Hypertension Day Special

કેટલાક શારીરિક તો કેટલાક માનસિક કારણ

આ ઉપરાંત મોટાભાગના લોકોના કામકાજ કરવાની પદ્ધતિ બદલાઈ છે. સાથે વ્યાયામનું પ્રમાણ ઓછું થઈ જવાથી Blood Pressure ના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. મહત્વનું છે કે, Hypertension અનેક કારણોસર થાય છે. તેમાંના કેટલાક શારીરિક તો કેટલાક માનસિક કારણ છે. તેવામાં આ બીમારીથી ભયભીત થવાની જરૂર નથી. પરંતુ ચોક્કસ નિદાન અને નિયમિત દવાઓનું સેવન ખાણ પીણ અને જીવનશૈલીમાં જરુરી ફેરફાર Hypertension નું રામબાણ ઈલાજ જિલ્લા આરોગ્ય અધિકારી સી. બી . ચોબિશા ગણાવી રહ્યા છે.

મહત્વકાંક્ષાની ઘેલછામાં તંદુરસ્તીના ભોગે મેળવેલ સિદ્ધિ

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે આજના માનવીની હરણફાળ જીવનશૈલી વચ્ચે ક્યારેક એવું પણ બને છે કે મહત્વકાંક્ષાની ઘેલછામાં તંદુરસ્તીના ભોગે મેળવેલ સિદ્ધિ તેનું કયારે વિનાશ નોતરે છે. તેની ખબર પણ નથી પડતી અને જ્યારે પડે છે, ત્યારે ખુબ મોડું થઈ ગયું હોય છે. તેવામાં કેહવાય છે ને “એક તંદુરસ્તી હજાર નિયામત”. તેવામાં જો દરેક વ્યક્તિ પોતાની દિનચર્યામાં આંશિક સુધારો લાવે અને વ્યાયામને દૈનિક ક્રિયામાં સ્થાન આપે તો Hypertension જેવી અનેક બીમારીઓ સામે લડી શકવા સક્ષમ બની શકે તેમાં કોઈ બે મત નથી.

આ પણ વાંચો: Altaf Bassi : રીઢા ગુનેગાર અલ્તાફ બાસીના રિમાન્ડ નામંજૂર, કોર્ટમાં કહ્યું- પોલીસે 3 દિવસથી..!

Whatsapp share
facebook twitter