+

Marriage Registration: હેરાના ભદ્રાલા ગ્રામ પંચાયતમાં કથિત લગ્ન નોંધણી કૌભાંડ આવ્યું સામે

Marriage Registration: શહેરા તાલુકાના ભદ્રાલા ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી પી.એમ પરમાર દ્વારા કરવામાં આવેલી લગ્ન નોંધણી પ્રક્રિયા ધારાધોરણ મુજબ નહીં કરવામાં આવી હોવા ઉપરાંત છ માસમાં 500 ઉપરાંત લગ્ન નોંધણી…

Marriage Registration: શહેરા તાલુકાના ભદ્રાલા ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી પી.એમ પરમાર દ્વારા કરવામાં આવેલી લગ્ન નોંધણી પ્રક્રિયા ધારાધોરણ મુજબ નહીં કરવામાં આવી હોવા ઉપરાંત છ માસમાં 500 ઉપરાંત લગ્ન નોંધણી કરવામાં આવી હતી.એક માસમાં 100 લગ્નની નોંધણી થતાં ખોટી રીતે લગ્ન નોંધણી કરવામાં આવી હોવાની રજુઆત આધારે શહેરા ટીડીઓ એ તપાસ કરી હતી. જેમાં 70 ટકા બાબતોમાં વિસંગતતા જણાઈ આવતાં જ તલાટીની એક તરફી બદલી કરી દેવામાં આવી છે. જોકે આ સમગ્ર કથિત કૌભાંડ બાબતે ડેપ્યુટી ડીડીઓ દ્વારા તલાટી સામે કાર્યવાહી માટે શહેરા ટીડીઓને આજે પત્ર લખી અહેવાલ મંગાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છેકે એક વાલી સહિત સ્થાનિકો એ લગ્ન નોંધણી ખોટી રીતે કરવામાં આવતી હોવાના આક્ષેપ પણ કર્યા છે.

  • લગ્ન નોંધણીમાં જોગવાઈ મુજબ નહિં થઈ હોવાનું સામે આવ્યું

  • એક તરફી બદલી હુકમ કરી જીલ્લામાં મોકલી આપ્યો

  • ખોટી રીતે લગ્ન નોંધણી કરવામાં આવતી હોવાની જાણ થઈ

Panchmahal Marriage Registration

લગ્ન નોંધણીએ ફરજીયાત બાબત છે. પરંતુ આજેપણ સામાજીક રિતિ રિવાજો મુજબ થતાં લગ્નની નોંધણી કરાવવામાં કેટલાક દંપતીઓ ઉદાસીનતા સેવી રહ્યા હોય એવું જોવા મળી રહ્યું છે. બીજી તરફ ભાગીને લગ્ન કરનાર કહેવાતા પ્રેમી પંખીડાને લગ્ન નોંધણી કરાવવી ફરજિયાત થઈ પડતું હોય છે. જેથી આવા યુગલો પોતાના વિસ્તારથી દુર આવી લગ્ન નોંધણી કરાવતાં હોય છે. જેના માટે સ્થાનિક કક્ષાએથી જાણકારી મેળવી ગ્રામ પંચાયતના તલાટીનો સંપર્ક કરી લેતાં હોય છે. આ પ્રકારના લગ્ન નોંધણી માટે કેટલીક ગ્રામ પંચાયત ખાસ બની જતી હોય છે.

લગ્ન નોંધણીમાં જોગવાઈ મુજબ નહિં થઈ હોવાનું સામે આવ્યું

Panchmahal Marriage Registration

લગ્ન નોંધણી અંગેની બાબતો શહેરાની ભદ્રાલા ગ્રામ પંચાયતના તલાટી ચર્ચામાં આવ્યા હતા. તલાટી પી.એમ.પરમારના ફરજકાળ દરમિયાન 6 માસમાં 500 ઉપરાંત લગ્ન નોંધણી થયા હતાં અને એક જ માસમાં 100 લગ્ન નોંધણી થઈ હતી. આ બાબત અંગે સ્થાનિકો દ્વારા તેમજ લગ્ન નોંધણી સર્ટિફિકેટ આધારે કેટલાક વાલીઓ દ્વારા શહેરા ટીડીઓને રજુઆત કરવામાં આવતી હતી. આ રજુઆત આધારે શહેરા ટીડીઓએ તપાસ કરતાં તલાટી દ્વારા કરવામાં આવેલી લગ્ન નોંધણીમાં જોગવાઈ મુજબ નહિં થઈ હોવાનું તેમજ ઘણા બધા ડોક્યુમેન્ટમાં વિસંગતતા જોવા મળી હતી. જેથી તલાટી પી એમ પરમારની એક તરફી જિલ્લા કક્ષાએ બદલી કરવામાં આવી હતી અને અન્ય તલાટી જે ચાર્જ સુપરત કર્યો હતો. ઇન્ચાર્જ તલાટી પાસે ડોક્યુમેન્ટ અંગેની ચકાસણી કરાવતાં લગ્ન નોંધણીના ડોક્યુમેન્ટ માત્ર 70 ટકા મળી આવ્યા અને જેની તપાસ કરવામાં આવી છે. લગ્ન નોંધણીમાં ગુજરાત રાજ્ય અને અન્ય રાજ્યોના અરજદારનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Dahod Fire Accident: ઝૂંપડામાં સૂતા હતાં 2 બાળક, અચાનક લાગેલી વિકરાળ આગે માસૂમોનો જીવ લીધો

એક તરફી બદલી હુકમ કરી જીલ્લામાં મોકલી આપ્યો

ભદ્રાલા ગ્રામ પંચાયતમાં તત્કાલીન તલાટી દ્વારા લગ્ન નોંધણી ખોટી રીતે કરવામાં આવી હોવાની બાબત સામે આવી છે. જેતે સમયે શહેરા ટીડીઓએ તલાટી પી.એમ.પરમારને એક તરફી બદલી હુકમ કરી જીલ્લામાં મોકલી આપ્યો હતો. જેથી ડેપ્યુટી ડીડીઓ દ્વારા હાલ આ તલાટીને ઘોઘંબાની ભાણપુરા ગ્રામ પંચાયત ખાતે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. ડેપ્યુટી ડીડીઓ દ્વારા લગ્ન નોંધણી અંગેનો વિગતવારનો અહેવાલ આજે શહેરા ટીડીઓ પાસે મંગાવવામાં આવ્યો છે. ત્યારબાદ તપાસ કરી તલાટી સામે પગલાં ભરવામાં આવશે.

આ પણ વાંચો: Surat : સુમુલ ડેરીની મોટી જાહેરાત, પશુપાલકોને અપાશે કરોડોનો બોનસ

ખોટી રીતે લગ્ન નોંધણી કરવામાં આવતી હોવાની જાણ થઈ

Panchmahal Marriage Registration

અમારા ગામમાં તલાટી પી.એમ પરમાર દ્વારા ખોટી રીતે લગ્ન નોંધણી કરવામાં આવતી હોવાની જાણ થઈ હતી જેથી અમે ટીડીઓને રજુઆત કરી હતી. ઘણા બધા અહીં લગ્ન નોંધણી માટે આવતા જ ન હતા અને રેકર્ડ તલાટી પાસે રહેતું હતું. જેથી અમને ખબર પણ પડતી ન હતી. અમારા ગામમાં મહાદેવનું મંદિર આવેલું છે. જ્યાં પણ કોઈ ખાસ લગ્ન વાળું આવતું નથી અને અમારૂ ગામ બદનામ થાય છે. જેથી તલાટી સામે તપાસ કરી પગલાં ભરવા જોઈએ એવી અમારી માંગ છે.

અહેવાલ : નામદેવ પાટીલ

આ પણ વાંચો: Navsari : પહેલા તણખા ઝર્યા, પછી DGVCL ની D.P. માં લાગી વિકરાળ આગ, લપટો ઊંચે સુધી ઉઠતા નાસભાગ

Whatsapp share
facebook twitter