+

VADODARA : ભારદારી કન્ટેનર નીચે બાઇક ચાલક કચડાયો

VADODARA : વડોદરા શહેર-જિલ્લામાં ભારદારી વાહનોના અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. તાજેતરમાં ઘરેથી બાઇક લઇ છુટ્ટક મજૂરી કામ અર્થે નિકળેલો યુવક ભારદારી કન્ટેનર નીચે કચડાતા તેનું સ્થળ પર…

VADODARA : વડોદરા શહેર-જિલ્લામાં ભારદારી વાહનોના અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. તાજેતરમાં ઘરેથી બાઇક લઇ છુટ્ટક મજૂરી કામ અર્થે નિકળેલો યુવક ભારદારી કન્ટેનર નીચે કચડાતા તેનું સ્થળ પર જ મોત નિપજ્યું છે. સમગ્ર મામલે ઘટના બાદ કન્ટેનરના નંબરના આધારે ચાલક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપીને પકડી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

કલર કામની છુટ્ટક મજૂરી અર્થે જવા નિકળ્યો

કરજણ પોલીસ મથક (KARJAN POLICE STATION) માં મહેશભાઇ શનાભાઇ રાઠોડિયા (ઉં. 43) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેનો નાનો ભાઇ રસીકભાઇ ઘરની બાજુમાં જ રહે છે., અને બાઇક લઇને સવારે સાડા આઠ વાગ્યે વેમારડી ગામેથી નિકળીને કરજણ કલર કામની છુટ્ટક મજૂરી અર્થે જવા નિકળ્યો હતો. તેવામાં અડધો કલાકમાં, એટલે કે 9 વાગ્યે તેઓનો મોબાઇલ પર ફોન આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું કે, રસીકભાઇનું કરજણ ધાવટ બ્રિજ નજીકમાં એક્સીડન્ટ થયો છે. અને તેનું મૃત્યુ થયું છે.

રસ્તો ક્રોસ કરવા જતા અકસ્માત

ઘટના અંગે જાણ થતા જ તેઓ પરિચીતો સાથે અકસ્માતના સ્થળે પહોંચ્યા હતા. ત્યાં જઇને જોતા રસીક ભાઇનો મૃતદેહ મળી આવ્યો હતો. રસીક ભાઇના માથા પર કન્ટેનરનું ટાયર ફરી વળ્યું હતું. જેને લઇને તેનું માથુ કચડાઇ ગયું હતું. સ્થળ નજીક જ તેની બાઇક પણ પડેલી જોવા મળી હતી. બાઇક લઇને રસ્તો ક્રોસ કરવા જતા અકસ્માત થયાનું જાણવા મળી રહ્યું છે.

આરોપીને દબોચી લેવા માટે ચક્રોગતિમાન

આખરે સમગ્ર મામલે કન્ટેનરના નંબરના આધારે અજાણ્યા શખ્સ સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપીને દબોચી લેવા માટે ચક્રોગતિમાન કર્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

ભારદારી વાહનોને ટ્રાફિક નિયમોમાં સમાવવા જરૂરી

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર-જિલ્લામાં ભારદારી વાહનોના અકસ્માતની ઘટનાઓ સમયાંતરે સામે આવી રહી છે. જેમાં કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે ભારદારી વાહનોને ટ્રાફિક નિયમોમાં સમાવવા માટે સઘન પ્રયાસો કરવા પડશે. હવે આ મામલે પોલીસ કેટલા સમયમાં આરોપી સુધી પહોંચે છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

આ પણ વાંચો — VADODARA : પરિવાર ઘરમાં હોવા છતાં તસ્કરો તિજોરી સાફ કરી ગયા

Whatsapp share
facebook twitter