+

VADODARA : શહેર-જિલ્લામાં 70 મહિલા સંચાલિત સખી મતદાન મથકો ઉભા કરાશે

VADODARA : વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) માં લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન તા.૭ મે,૨૦૨૪ના રોજ યોજાનાર છે.જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.વડોદરા લોકસભા…

VADODARA : વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) માં લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન તા.૭ મે,૨૦૨૪ના રોજ યોજાનાર છે.જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.વડોદરા લોકસભા બેઠક માટે ચૂંટણી પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં નામાંકન પત્રો ભરવાની શરૂઆત થઈ છે.ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ વડોદરા જિલ્લામાં વિધાનસભા દીઠ સાત એમ કુલ ૭૦ સખી મતદાન મથકો ઉભા કરવામાં આવશે એમ જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહે જણાવ્યું છે.

ગ્રામ્ય વિધાનસભામાં ૩૫ સખી મતદાન મથકો

તદનુસાર સાવલી વિધાનસભા મત વિભાગમાં ગંગોત્રી વિદ્યાલય, ગંગોત્રી શિશુ વિહારમાં બે ,સાવલી બોયઝ સ્કૂલમાં બે અને સાવલી હાઈસ્કૂલમાં બે તેવી જ રીતે વાઘોડિયા વિધાનસભા મત વિભાગમાં રાયણ તલાવડી પ્રાથમિક શાળા, ગણેશપુરા પ્રાથમિક શાળા,ખાંધા પ્રાથમિક શાળા, હનુમાનપુરા પ્રાથમિક શાળા,ટીંબી પ્રાથમિક શાળા, આશા પ્રાથમિક શાળા,ગુગલપુર પ્રાથમિક શાળા, ડભોઈમાં નાયબ કાર્યપાલક ઈજનેર કચેરીમાં ( પંચાયત) બે કચેરી,બી.એડ કોલેજ, એમ.એન.કોન્ટ્રાક્ટર બી.એડ કોલેજ,નાયબ કાર્યપાલક ઇજનેર(સ્ટેટ),પટેલ વાડી પ્રાથમિક શાળામાં બે, પાદરામાં ડભાસા હાઈસ્કૂલ,ડભાસા પ્રાથમિક શાળા, ટી.એચ પટેલ ગર્લ્સ સ્કૂલ,પાદરા,એસ પી શ્રોફ પ્રાથમિક શાળા, પાદરા,વેનીયાપુરા પ્રાથમિક શાળા, સોખડાખુર્દ પ્રાથમિક શાળા, કરજણમાં શ્રીમતી ડી.સી. ચાવડા ગર્લ્સ હાઈસ્કૂલ,કરજણ પ્રાથમિક ગર્લ્સ સ્કૂલ, ગુજરાત પાણી પુરવઠા ઓફિસ, મિયાગામ વસાહત પ્રાથમિક શાળા સહિત ગ્રામ્ય વિધાનસભા મતવિભાગમાં કુલ ૩૫ સખી મતદાન મથકો ઊભા કરાશે.

ક્રમશ: માહિતી

વડોદરામાં વડોદરા (શહેર)મતદાર વિભાગમાં શ્રી મોરારજી દેસાઈ ઈન્સ્ટીટ્યુટ ઓફ નેચરોપેથી એન્ડ યોગિક સાયન્સ,હરણીમાં ત્રણ, કવિ દુલા કાગ પ્રાથમિક શાળામાં ચાર, સયાજીગંજમાં તેજસ વિદ્યાલય, ગોરવામાં બે, તેજસ વિદ્યાલય,સુભાનપુરામાં ત્રણ, સરદારસિંહ રાણા કુમાર પ્રાથમિક સ્કૂલ, ગોત્રીમાં બે, અકોટામાં ડી.આર અમીન મેમોરિયલ સ્કૂલ, સૈયદ વાસણામાં પાંચ,ડી.આર અમીન મેમોરિયલ સ્કૂલ, જેતલપુરમાં બે, રાવપુરામાં સરદાર વિનય વિદ્યા મંદિર, કસબામાં ચાર,નૂતન વિદ્યાલય, સમામાં ત્રણ,માંજલપુરમાં શ્રેયસ વિદ્યાલય, માંજલપુર ત્રણ,ભવન્સ હાઇસ્કૂલ, મકરપુરામાં ચાર સહિત કુલ ૩૫ સખી મતદાન મથકો ઊભા કરાશે.

સંપૂર્ણ મતદાન સ્ટાફ તરીકે મહિલા અધિકારી/કર્મચારીઓ

ચૂંટણીપંચની માર્ગદર્શિકા અન્વયે શહેર જિલ્લાની ૧૦ વિધાનસભા મતદાર વિભાગોમાં મહિલાઓ દ્વારા સંચાલિત કુલ-૭૦ સખી મતદાન મથકો ઉભા કરવામાં આવનાર છે. આ મતદાન મથકો ઉપર સંપૂર્ણ મતદાન સ્ટાફ તરીકે મહિલા અધિકારી/કર્મચારીઓ ફરજ બજાવશે. જેમાં પ્રત્યેક મતદાન મથક દીઠ એક મહિલા પ્રિસાઈડીંગ ઓફીસર, એક મહિલા આસિસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફીસર, બે મહિલા પોલીંગ ઓફીસર તથા એક મહિલા સેવક તરીકે ફરજ બજાવશે. આ ઉપરાંત સુરક્ષાકર્મી તરીકે પણ પોલીસ-હોમગાર્ડના મહિલા અધિકારી,કર્મચારીઓ ફરજ બજાવશે.

આ પણ વાંચો — VADODARA : મૂળ વ્યવસાયે ફેરિયો હોટલમાં રોકાઈને ચોરીને અંજામ આપતો

Whatsapp share
facebook twitter