+

CAA પ્રદર્શનકારીઓ પાસેથી વસૂલાયેલા પૈસા યુપી સરકાર પરત આપે

નાગરિકતા સંશોધન કાનૂન (સીએેએ)ના વિરોધ પ્રદર્શન દરમિયાન જાહેર સંપતિને થયેલા નુકસાનના વળતર પેટે યુપી સરકારે લોકો પાસેથી જે પૈસાની ઉઘરાણી કરી છે તે તમામ પરત આપવા સુપ્રીમે આદેશ કર્યો છે. જો કે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને નવા કાયદા પ્રમાણે વસૂલી કરવાનો આદેશ આપ્યો છે. ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે તેમણે નાગરિકતા સંશોધન કાયદા (CAA) સામે વિરોધ કરી રહેલા લોકો સામે શરૂ કરà
નાગરિકતા સંશોધન કાનૂન (સીએેએ)ના વિરોધ પ્રદર્શન દરમિયાન જાહેર સંપતિને થયેલા નુકસાનના વળતર પેટે યુપી સરકારે લોકો પાસેથી જે પૈસાની ઉઘરાણી કરી છે તે તમામ પરત આપવા સુપ્રીમે આદેશ કર્યો છે. જો કે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને નવા કાયદા પ્રમાણે વસૂલી કરવાનો આદેશ આપ્યો છે. ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે તેમણે નાગરિકતા સંશોધન કાયદા (CAA) સામે વિરોધ કરી રહેલા લોકો સામે શરૂ કરેલી તમામ કાર્યવાહી અને વળતર માટે આપેલી નોટિસોને પરત ખેંચી લીધી છે.

ઉત્તર પ્રદેશ સરકારે શું કહ્યું?
યુપીમાં 2019ના વર્ષમાં CAA વિરોધમાં સરકારી અને ખાનગી મિલકતોને થયેલા નુકસાનની વસૂલાત માટે મોકલવામાં આવેલી તમામ 274 નોટિસો અને કાર્યવાહી પરત ખેંચવામાં આવી છે. યુપી સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે  CAAના વિરોધ દરમિયાન થયેલા નુકસાનના વળતર માટેની આ નોટિસો 13 અને 14 ફેબ્રુઆરીએ પાછી ખેંચી લેવામાં આવી હતી. હવે નવા કાયદા પ્રમાણે ફરી વખત આ પ્રક્રિયા શરુ કરવામાં આવશે. 

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે આજે કહ્યું કે ‘જ્યારે નોટિસ પાછી ખેંચી લેવામાં આવી છે, તો યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવું પડશે. જો મિલકતની જપ્તી કાયદાની વિરુદ્ધ હોય અને આદેશ પાછો ખેંચી લેવામાં આવ્યો છે તો આવી જપ્તીને કેવી રીતે ચલાવી લેવાય?’ જ્યારે ઉત્તર પ્રદેશ સરકારના વકિલ તરફથી રિફન્ડ આપવાના કોર્ટના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે કોર્ટે કહ્યું કે ‘અમે ઉત્તર પ્રદેશ સરકારને નવા કાયદા પ્રમાાણે કાર્યવાહી કરતા નથી રોકી રહ્યા. ક્લેમ ટ્રિબ્યુનલ જે પણ વસૂલી માટે આદેશ આપશે તેના આધારે કાર્યવાહી કરજો’

રિકવરીના આદેશ સામે થયેલી અરજીની સુનવણી
2019ના વર્ષમાં યુપીમાં CAA વિરોધી આંદોલન દરમિયાન જાહેર સંપત્તિને થયેલા નુકસાનની ભરપાઈ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રદર્શનકારીઓને મોકલવામાં આવેલી નોટિસને રદ્દ કરવાની માંગ કરતી અરજી સુપ્રીમમાં કરવામાં આવી હતી. જેની સુપ્રીમ કોર્ટંમાં આજે સુનણી થઇ હતી. તે દરમિયાન આ પ્રકારના આદેશ આપવામાં આવ્યા હતા. અરજદારના વકિલ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે 2019થી લઇને અત્યાર સુધીમાં નાના દુકાનદારો, રીક્ષા ચાલકો જેવા અનેક લોકો હેરાન થઇ રહ્યા છે. આ તમામ લોકોની સંપતિ એવી પ્રક્રિયા મારફત જપ્ત કરવામાં આવી છે કે જેને હવે રદ્દ કરવામાં આવી છે. જેથી તેમને તમામને રિફન્ડ મળવું જોઇએ. જેની સાથે સુપ્રીમ કોર્ટે સહમતિ દર્શાવી હતી.
Whatsapp share
facebook twitter