+

Surat : હિન્દુ નેતાની હત્યાનું ષડયંત્ર રચનારા મૌલવીની તપાસમાં મોટો ઘટસ્ફોટ

Surat : સુરત (Surat) માં હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ અન્ય હિન્દુ નેતાઓને (hindu leader)મારી નાખવાની(Crime)ધમકી આપનાર મૌલાનાની સુરત ક્રાઇમ પોલીસ (Surat Crime Police)દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મૌલવીને…

Surat : સુરત (Surat) માં હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ અન્ય હિન્દુ નેતાઓને (hindu leader)મારી નાખવાની(Crime)ધમકી આપનાર મૌલાનાની સુરત ક્રાઇમ પોલીસ (Surat Crime Police)દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મૌલવીને પોલીસે 11 દિવસના રિમાન્ડ મેળવ્યા છે ત્યારે સમગ્ર મામલાની ઉંડી તપાસ માટે NIA ની ટીમે પણ સુરતમાં ધામા નાખ્યા છે. રાષ્ટ્રીય એજન્સીઓએ પણ મૌલવીની ઉંડી પૂછપરછ શરુ કરી છે. સમગ્ર કેસમાં 10 કરતા વધુ લોકોની સંડોવણી સામે આવતા સેન્ટ્રલ અને સ્ટેટ એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે.

ષડયંત્ર રચવા માટે સિક્રેટ ગેમિંગ એપનો ઉપયોગ કર્યો

સુરત પોલીસે તાજતરમાં હિન્દુ સંગઠન સાથે જોડાયેલા ઉપદેશ રાણાની હત્યા કરવાનું ષડયંત્ર રચનારા મૌલવી અમહંમદ સોહેલ અબુબકરની ધરપકડ કરી હતી. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી 11 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે કહ્યું કે તેણે હત્યાનું ષડયંત્ર રચવા માટે સિક્રેટ ગેમિંગ એપનો ઉપયોગ કર્યો હતો. હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા નેતાઓ અને હોદ્દેદારોને ફોન કરીને મારી નાખવાની ધમકીની પોલીસને ફરીયાદ મળતાં પોલીસે સોહેલ અબુબકરની ધરપકડ કરી હતી.

ઉપદેશ રાણાને મારવા માટે 1 કરોડ રૂપિયાની સોપારી

પોલીસે કહ્યું કે આરોપી મૌલવીનું કનેક્શન નેપાળ અને પાકિસ્તાન ઉપરાંત વિયેતનામ સહિતના દેશોના કેટલા લોકો સાથે મળ્યું છે. મૌલવીના આ ષડયંત્રનો ખુલાસો તેના મોબાઈલ ફોન પરની ચેટ દ્વારા થયો છે. પકડાયેલા આરોપીના પાકિસ્તાન અને નેપાળ સહિત ઘણા દેશોમાં રહેતા કટ્ટરપંથીઓ સાથે સંપર્ક હતો. પોલીસને તેના મોબાઈલ ફોનમાંથી હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણાને મારવા માટે 1 કરોડ રૂપિયાની સોપારી આપવા અને પાકિસ્તાનથી હથિયાર મંગાવવા અંગેની ચેટ પણ મળી આવી છે. ઉપદેશ રાણાને પાકિસ્તાન અને નેપાળ સહિતના અન્ય દેશોના કટ્ટરપંથી વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો અને તેને કમલેશ તિવારીની જેમ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

પાકિસ્તાનથી ગન મગાવવા માટેનો સોદો

તો મૌલાનાના મોબાઇલમાંથી જે ચેટ મળી આવી છે તેમાં પોલીસને જાણવા મળ્યું છે કે, ઉપદેશ રાણાને મારી નાખવા માટે પાકિસ્તાનથી ગન મગાવવા માટેનો સોદો થઈ રહ્યો હતો અને પાકિસ્તાનથી જલ્દી મોકલવામાં આવે તેવી વાત મૌલાના દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત આ ઘટનાને અંજામ આપવા માટે એક કરોડ રૂપિયા પણ કોઈને આપવાની વાત કરવામાં આવતી હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું છે. તો અન્ય તપાસ એજન્સીઓની પણ મદદ સુરત પોલીસ દ્વારા લેવામાં આવશે.

10 કરતા વધુ લોકોની સંડોવણી

બીજી તરફ મૌલવીની ઉંડી તપાસ માટે NIA ની ટીમ પણ સુરત પહોંચી છે. NIAની ટીમે સુરતમાં ધામા નાખીને મૌલવીની પૂછપરછ શરુ કરી છે. NIA ના મુખ્ય વડાના સુપરવિઝન હેઠળ એક ટીમ સુરત પહોંચી છે. આ સાથે રાજ્યની સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ અને તપાસ એજન્સીઓની વિવિધ ટીમો વિવિધ મુદ્દા પર તપાસ કરી રહી છે. સમગ્ર કેસમાં 10 કરતા વધુ લોકોની સંડોવણી સામે આવતા સેન્ટ્રલ અને સ્ટેટ એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે.

આ પણ વાંચો——CRIME : હિંદુવાદી નેતાઓની હત્યાનું કવાતરું નિષ્ફળ, સૂરતથી મૌલવીની કરાઇ ધરપકડ

Whatsapp share
facebook twitter