+

Voting: આર્યન ભગત અને નિર્મલ દેસાઈએ લોકોને મતદાન કરવા કરી અપીલ, જુઓ Video

Voting: ગુજરાતમાં આવતી કાલે લોકશાહીના મહાપર્વની ઉજવણી થવાની છે. જે માટે વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ…

Voting: ગુજરાતમાં આવતી કાલે લોકશાહીના મહાપર્વની ઉજવણી થવાની છે. જે માટે વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, અત્યારે લોકો મતદાન કરવા માટે ખુબ જ જાગૃત થઈ ગયા છે. એટલું જ નહીં પરંતુ લોકો પોતાના આસપાસના લોકોને પણ મતદાન કરવામાં આવે અપીલ કરતા હોય છે. અત્યારે બે નાના બાળકોએ પણ સૌને મતદાન કરવાની ખાસ અપીલ કરી છે.

આર્યન ભગતથી પ્રસિદ્ધ એવા આ બાળકે પોતાની આધ્યાત્મિક ભાષામાં મતદાન કરવાની અપીલ કરી છે. આર્યન ભગતે જણાવ્યું કે, ‘જ્ય સ્વામીનારાયણ, જય કષ્ટભંજન દેવ, જ્ય શ્રીરામ અને ભારત માતા કી જય, આગામી તારીકે 07-05-2024 ના રોજ રાષ્ટ્રના હિત માટે મતદાન કરવું આવશ્યક છે. એટલે આપ સૌ રાષ્ટ્રના હિત માટે મતદાન જરૂર કરજો અને વોટ આપજો એવી મારી આપ સૌને મારી અપીલ છે.’

તમને જણાવી દઈએ કે, નિર્મલ દેસાઈ કે, જે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જાબડિયા ગામના વતની છે. તેમણે પોતાની અનોખી વાક્છટાથી સૌ કોઈને મતદાન કરવાની અપીસ કરી છે. નિર્મલ દેસાઈએ કહ્યું ક, ‘મિત્રો અત્યારે 2024 ની લોકસભાની ચૂંટણી આવી રહીં છે, તો દરેક મિત્રોએ એક ભારતના નાગરિક તરીકે અને જાગૃત મતદાતા તરીકે સોએ સો ટકા મતદાન કરવું, આપણા ગામનું 100 ટકા મતદાન કરાવવું એવી મારી નમ્ર અપીલ છે. આગામી આ લોકસભાની ચૂંટણીમાં દરેક ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય અને સમગ્ર દેશનું 100 ટકા મતદાન થાય તેવી મારી નમ્ર અપીલ છે.’

ગુજરાતમાં આવેલ ચૂંટણીમાં મતદાન કરવું ખુબ જ આવશ્યક છે. ચૂંટણી પંચ દ્વારા પણ તેના માટે ખાસ તૈયારી કરવામાં આવી છે. તેમામ મતદાન મથકો પર પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ જે લોકો મતદાન મથકે જઈને મતદાન કરી શકે તેમ નથી તે લોકો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.

આ પણ વાંચો: Lok Sabha elections : ગુજરાતમાં આવતીકાલે આ દિગ્ગજ નેતાઓ કરશે મતદાન, જાણો કોણ ક્યાંથી આપશે વોટ

આ પણ વાંચો: VADODARA : શહેર કોંગ્રેસ પ્રમુખની માફીની વાત પર ફિઝિયોથેરાપીસ્ટ સંગઠન અડગ

આ પણ વાંચો: Surat : કલ્પેશ બારોટે નિલેશ કુંભાણીને આપી ધમકી, કહ્યું- જેટલું રક્ષણ લેવું હોય લઈ લે..!

Whatsapp share
facebook twitter