+

Vapi GIDC Murder Case: મામાએ જ કરી હતી પોતાના ભાણેજની હત્યા, પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો

Vapi GIDC Murder Case: ગુજરાતમાં એકબાજું લોકસભાની ચૂંટણીનો માહોલ છે. જેમાં આવતી કાલે મહાપર્વની ઉજવણી થવાની છે. આ દરમિયાન વાપી જીઆઇડીસીમાંથી અર્ધ સળગેલી હાલતમાં યુવકનો મૃતદેહ મામલે મહત્વની વિગતો સામે…

Vapi GIDC Murder Case: ગુજરાતમાં એકબાજું લોકસભાની ચૂંટણીનો માહોલ છે. જેમાં આવતી કાલે મહાપર્વની ઉજવણી થવાની છે. આ દરમિયાન વાપી જીઆઇડીસીમાંથી અર્ધ સળગેલી હાલતમાં યુવકનો મૃતદેહ મામલે મહત્વની વિગતો સામે આવી છે. આ મામલે વલસાડ એલસીબી પોલીસે મહત્વનો અને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસે ખુલાસો કર્યો છે કે, મૃતક યુવકની હત્યા થઈ હતી. વધુ વિગતે વાત કરવામાં આવે ચો મામાએ જ પોતાના ભાણેજની હત્યા કરી હતી. ખુલાસામાં એવી વિગતો સામે આવી હતી કે, ભાણેજના મામી સાથે કથિત આડા સંબંધોની શંકા હતી. જેથી આડા સંબંધોની શંકાએ મામાએ ભાણેજનું ઢીમ ઢાળી દીધું હતું.

ભાણેજના મામી સાથે આડા સંબંધોની હતી શંકા

આ મામલે વધારે વિગતે વાત કરવામાં આવે તો એવો ખુલાસો થયો છે કે, મામાએ પહેલા ભાણેજને ખુબ જ દારૂ પીવડાવ્યો હતો. ખુબ જ દારૂ પીવડાવીને પછી તેની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. નોંધનીય છે કે, આ મામલે હત્યાના આરોપી મામાની પોલીસે ધરપકડ કરી લીધી છે. નોંધનીય છે કે, મામાને શંકા હતી કે પોતાની પત્ની સાથે ભાણેજના આડા સંબંધો છે. જેથી તેના મનમાં ભારે રોષ હોઈ શકે છે. જેથી પોતાના ભાણેજને દારૂ પીવડાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

પોલીસે મામાની ધરપકડ કરીને ચોંકાવનારો ખુલાસો કર્યો

નોંધનીય છે કે, થોડા સમય પહેલા જ વાપી જીઆઈડીસીમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમાં વલસાડ પોલીસે મૃતકના મામાની ધરપકડ કરીને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અત્યારે પારિવારિક સંબંધોમાં હત્યાના કેસો ખુબ જ બની રહ્યા છે. લોકો મર્યાદાને નેવે મુકીને સંબંધો રાખતા હોય છે જેથી આવી અઘટીત ઘટનાઓ બનતી હોય છે. ગુજરાત પોલીસે દ્વારા ગુનેગારો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે.  વડલાસ એલસીબી પોલીસે દ્વારા પણ હત્યા (Murder Case) મામલે એક વ્યક્તિની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Voting: આર્યન ભગત અને નિર્મલ દેસાઈએ લોકોને મતદાન કરવા કરી અપીલ, જુઓ Video

આ પણ વાંચો: Lok Sabha elections : ગુજરાતમાં આવતીકાલે આ દિગ્ગજ નેતાઓ કરશે મતદાન, જાણો કોણ ક્યાંથી આપશે વોટ

આ પણ વાંચો: Lok Sabha Elections : મતદાનના એક દિવસ પહેલા CRPatil અને સાધુ-સંતોએ કરી આ ખાસ અપીલ,જાણો શું કહ્યું

Whatsapp share
facebook twitter