Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Dwarka : PM MODI એ સમુદ્રમાં રહેલી પ્રાચીન દ્વારકામાં જઇને કરી પ્રાર્થના

04:01 PM Feb 25, 2024 | Vipul Pandya

Dwarka : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ગુજરાતના પ્રવાસે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM MODI) આજે દ્વારકા (Dwarka)માં દ્વારકાધિશના દર્શન કર્યા બાદ પંચકુઈ પહોંચ્યા હતા. ત્યારે આજે પીએમ મોદી(PM MODI) એ દ્વારકાના દરિયામાં સ્કૂબા ડાઇવિંગ(Scuba diving) કર્યું હતું. વડાપ્રધાન મોદી માટે દ્વારકાનો પ્રવાસ ઇતિહાસ અને અધ્યાત્મિક્તા સાથે જોડાયેલો અનુભવ રહ્યો હતો.

સમુદ્રમાં રહેલી પ્રાચીન દ્વારકામાં જઇને પ્રાર્થના

પીએમ મોદી દ્વારકાના ઊંડા સમુદ્રમાં પાણીની અંદર ગયા હતા અને સમુદ્રમાં રહેલી પ્રાચીન દ્વારકામાં જઇને પ્રાર્થના કરી હતી. તેમનો આ અનુભવ ભારતના આધ્યાત્મિક અને ઐતિહાસિક મૂળ સાથે દુર્લભ અને ગહન જોડાણ પ્રદાન કરે છે.

પ્રાચીન દ્વારકા શ્રી કૃષ્ણની કર્મભૂમિ

ઉલ્લેખનિય છે કે પ્રાચીન દ્વારકા શ્રી કૃષ્ણની કર્મભૂમિ હતી. પ્રાચીન સમયમાં દ્વારકા ભવ્યતા અને સમૃદ્ધિનું ઉદાહરણ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે દ્વારકાના સમુદ્રમાં સ્કૂબા ડાઇવિંગ કરવું એ માત્ર પાણીમાંથી પસાર થવાની મુસાફરી નહોતી, પરંતુ શહેરના ભવ્ય ભૂતકાળ અને હિંદુ ધર્મના સૌથી આદરણીય દેવતાઓમાંના એક એવા ભગવાન શ્રીકૃષ્ણ સાથેના જોડાણને ઉજાગર કરતી સમયનો માર્ગ હતો.

ભગવાનને મોરપંખ અર્પણ કર્યું

PM મોદીએ દ્વારકાને પ્રાચીન અને ઐતિહાસીક શહેર ગણાવ્યું હતું અને કહ્યું કે આ એવું શહેર છે જે તેની સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસા સાથે કલ્પનાઓને આકર્ષિત કરે છે. વડાપ્રધાને સમુદ્રમાં ડુબકી લગાવીને ભગવાનને મોરપંખ અર્પણ કર્યું હતું.

સુદર્શન બ્રિજનું ઉદ્ઘાટન કર્યુ

વડાપ્રધાને દ્વારા દ્વારકામાં બનેલા ઓખા અને બેટ દ્વારકા (DWARKA) ને જોડતા સુદર્શન બ્રિજ (Sudarshan Bridge) નું ઉદ્ઘાટન કરી દીધું છે અને આ બ્રિજ લોકો માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે આ કેબલ બ્રિજ ઓખા અને બેટ દ્વારકાને જોડતો બ્રિજ 980 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કર્વ પાયલન ધરાવતો આ એક અનોખો બ્રિજ છે. 900 મીટર કેબલ સ્ટેઈડ બ્રિજ છે. જે ભારતનો સૌથી લાંબો કેબલ બ્રિજ છે. ઓખા અને બેટ દ્વારકાને જોડતો ફોરલેન સિગ્નેચર બ્રિજ 980 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો—લક્ષદ્વીપ બાદ હવે પીએમ મોદીએ દ્વારકામાં સ્કૂબા ડાઇવિંગનો માણ્યો આનંદ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ