+

Junagadh : ઉમરેઠીમાં ભાજપને જાકારો! અગ્રણીઓ ગામમાં પહોંચતા લોકોનો એકસૂરે વિરોધ! જાણો કારણ

જૂનાગઢના (Junagadh) તાલાળાના ઉમરેઠી ગામમાં ભાજપ નેતાઓને સ્થાનિકોના ઊગ્ર વિરોધનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસ ઉમેદવાર સમર્થક ગામમાં ભાજપના (BJP) અગ્રણી હિરેન બાડર અન્ય આગેવાનો સાથે પહોંચતા લોકોએ એકસૂરે વિરોધ…

જૂનાગઢના (Junagadh) તાલાળાના ઉમરેઠી ગામમાં ભાજપ નેતાઓને સ્થાનિકોના ઊગ્ર વિરોધનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસ ઉમેદવાર સમર્થક ગામમાં ભાજપના (BJP) અગ્રણી હિરેન બાડર અન્ય આગેવાનો સાથે પહોંચતા લોકોએ એકસૂરે વિરોધ નોંધાવ્યો હતો, જેના કેટલાક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાએ બુથ કેપ્ચરિંગના કૃત્યને વખોડ્યું હતું અને મતદારોનો આભાર માન્યો હતો. જણાવી દઈએ કે, હિરેન બારડ એ તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડના (Bhagwan Barad) ભત્રીજા છે.

ઉમરેઠી ગામમાં ભાજપના અગ્રણીઓનો વિરોધ

જૂનાગઢમાં (Junagadh) લોકસભાની ચૂંટણી માટે મતદાન દરમિયાન ભાજપના નેતાઓ માટે ચોંકવાનારી ઘટના બની હતી. મતદાનના દિવસે તાલાળાના (Talala) ઉમરેઠી ગામ કે જે કોંગ્રેસ (Congress) ઉમેદવાર સમર્થક મનાય છે ત્યાં ભાજપના અગ્રણીઓ પહોંચ્યા હતા. ભાજપના હિરેન બારડ (Hiren Barad) અન્ય નેતાઓ સાથે અહીં પહોંચ્યા હતા. પરંતુ, ગ્રામજનોએ એકસૂરે તેમનો ઊગ્ર વિરોધ કર્યો હતો. ગ્રામજનોના વિરોધનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ પણ થયા હતા.

કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાએ મતદારોનો આભાર માન્યો

ઉમરેઠી (Umrethi) ગામના લોકો દ્વારા ભાજપ અગ્રણીઓનો વિરોધ થતા કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાએ (Hira Jotwa) પ્રતિક્રિયા આપી કરી હતી અને આરોપ લગાવી ભાજપના નેતાઓના બુથ કેપચરિંગના કૃત્યને વખોડી મતદારોની તટસ્થાનો આભાર માન્યો હતો. જણાવી દઈએ કે, હિરેન બારડ તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડના (MLA Bhagwan Barad) ભત્રીજા છે.

 

આ પણ વાંચો – Surat : ગદ્દારને શોધી સરખી સર્વિસ કરવાની છે, વાંચો કોણે કહ્યું…

આ પણ વાંચો – Daman : બુકાનીધારીઓએ મોડી રાતે ઘરમાં ઘૂસી BJP નેતાને રહેંસી નાંખ્યા, સગાભાઈ પર શંકાની સોય!

ટઆ પણ વાંચો – RUPALA CONTROVERSY : BJP માં રહી વિરોધી પ્રવૃત્તિ કરનારાઓની યાદી તૈયાર! પરિણામ બાદ મોવડી મંડળ કરશે કાર્યવાહી

Whatsapp share
facebook twitter