+

VADODARA : રાજ્યના આઠ મહાનગરોમાં વડોદરા બેઠક ઉપર સૌથી વધુ મતદાન

VADODARA : વડોદરા લોકસભા બેઠક (VADODARA LOKSABHA SEAT) નું સામાન્ય ચૂંટણીનું મતદાન મંગળવારે પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓમાં ધ્યાનાકર્ષક બાબતોનો પણ સમાવેશ થાય છે. રાજ્યમાં થયેલા…

VADODARA : વડોદરા લોકસભા બેઠક (VADODARA LOKSABHA SEAT) નું સામાન્ય ચૂંટણીનું મતદાન મંગળવારે પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓમાં ધ્યાનાકર્ષક બાબતોનો પણ સમાવેશ થાય છે. રાજ્યમાં થયેલા કુલ ૬૦.૧૩ ટકાની સામે વડોદરા બેઠક ઉપર ૧.૪૬ ટકા વધુ એટલે ૬૧.૫૯ ટકા મતદાન થયું છે. બીજુ કે, પુરુષ અને મહિલાઓ વચ્ચેની ટકાવારીમાં માત્ર ૫.૩૭ ટકા જ રહ્યો છે. અન્ય જિલ્લાઓમાં આ પ્રમાણ સાતથી દસ ટકા જેટલું છે. ચૂંટણી પંચ દ્વારા આ તફાવતનું પ્રમાણ ૧૦ ટકાથી ઘટાડવા માટેના થયેલા પ્રયાસોનું પરિણામ વડોદરામાં જોવા મળ્યું છે.

ટકાવારીમાં વડોદરા મોખરે

સમગ્ર રાજ્યમાં લોકસભા મત વિસ્તાર તથા જિલ્લા વાર મતદાનની ટકાવારીમાં રાજ્યના આઠ મહાનગરો પૈકી એક માત્ર વડોદરામાં જ ૬૦ ટકાથી વધુ મતદાન થયું છે. એટલે કે, મહાનગર અને જિલ્લાવાઇઝ મતદાન ટકાવારીમાં વડોદરા મોખરે છે. ડભોઇ, પાદરા, કરજણ આ ત્રણ વિધાનસભા મત વિભાગને આવરી લઇ સમગ્ર જિલ્લાની ગણતરી કરવામાં આવે તો મતદાનની ટકાવારી ૬૩.૨૯ ટકા થાય છે.

એકંદરે ૬૮ ટકા મતદાન નોંધાયું

લોકસભાની આ ચૂંટણી સાથે યોજાયેલા વિધાનસભાની પેટાચૂંટણીમાં વાઘોડિયા બેઠક ઉપર સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ૭૦.૨૯ ટકા મતદાન નોંધાયું છે. વડોદરા બેઠકમાં શહેરની પાંચ વિધાનસભા બેઠકો ઉપર એકંદરે ૬૦ ટકા જેટલું મતદાન નોંધાયું છે. જ્યારે, ગ્રામ્યની પાંચ વિધાનસભા બેઠકો ઉપર એકંદરે ૬૮ ટકા મતદાન નોંધાયું છે.

મહાઉત્સવને ઉજળો કરી બતાવ્યો

વડોદરા બેઠક ઉપર થયેલી કુલ મતદાનની ટકાવારીને રાજ્યના અન્ય જિલ્લાઓ સાથે સરખામણી કરવામાં આવે તો વડોદરાનો આઠમો ક્રમ છે. વડોદરા જિલ્લા ચૂંટણી બિજલ શાહના માર્ગદર્શન વ્યાપક મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મતદાનના દિવસે ૪૨ ડિગ્રી તાપમાન અને હિટવેટ વચ્ચે પણ નાગરિકોએ તેમના બંધારણીય અધિકારનો ઉપયોગ કરી લોકશાહીના આ મહાઉત્સવને ઉજળો કરી બતાવ્યો હતો.

આ પણ વાંચો — VADODARA : ચૂંટણી બાદ મળેલી ભાજપની બેઠકમાં સિનિયર આગેવાનો સામે રોષ પ્રગટ્યો

Whatsapp share
facebook twitter