+

Raashid Alvi :”સર્વે કરાવો, ગરીબોને વધુ બાળકો છે”

Lok Sabha Elections 2024ના મતદાનનાં ત્રણ તબક્કા પૂરા થયા. રાજકીય ગરમાવો પણ વધ્યો. ખાસ કરીને વિરોધપક્ષો દ્વારા બેફામ નિવેદનોએ ગરમાવો વધારો કર્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા Raashid Alvi એ કહ્યું…

Lok Sabha Elections 2024ના મતદાનનાં ત્રણ તબક્કા પૂરા થયા. રાજકીય ગરમાવો પણ વધ્યો. ખાસ કરીને વિરોધપક્ષો દ્વારા બેફામ નિવેદનોએ ગરમાવો વધારો કર્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા Raashid Alvi એ કહ્યું છે કે વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ દ્વારા જાહેર કરાયેલ વસ્તી અંગેનો અહેવાલ ચૂંટણી સમયે હિંદુ અને મુસ્લિમોમાં ભાગલા પાડવા માટે જાણીજોઈને સાર્વજનિક કરવામાં આવ્યો છે.

કોંગ્રેસના નેતા રાશિદ અલ્વી.

દેશમાં મુસ્લિમોની વસ્તીમાં વધારો અને હિંદુઓની વસ્તીમાં ઘટાડાને લઈને કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે વસ્તી અંગેનો તમામ ડેટા ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે, આ કોઈ નવો સર્વે નથી. તેમણે કહ્યું કે જ્યારે ચૂંટણીઓ થઈ રહી છે, ત્યારે આ ડેટાને હિંદુ અને મુસ્લિમો વચ્ચે વહેંચવા માટે જાણી જોઈને સાર્વજનિક કરવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે સત્ય એ છે કે સરકારી આંકડા મુજબ 1992માં દરેક મહિલા સરેરાશ 4.4 બાળકોને જન્મ આપતી હતી જે 2015માં ઘટીને 2.6 થઈ ગઈ.

‘સર્વે કરાવો, ગરીબોને વધુ બાળકો છે’

Raashid Alvi એ કહ્યું કે હિન્દુ મહિલાઓ 1992માં સરેરાશ 3.3 બાળકોને જન્મ આપતી હતી, જે 2015માં ઘટીને 2.1 થઈ ગઈ, એટલે કે 0.5 ટકાનો તફાવત. તેમણે કહ્યું, ‘આ મુદ્દો હિંદુ-મુસ્લિમનો નથી. આખા દેશમાં સર્વે કરો, ગરીબ લોકોના બાળકો વધુ છે. જે લોકો ભણે છે તેમના બાળકોની સંખ્યામાં ઘટાડો થાય છે, તેથી આ હિંદુઓ અને મુસ્લિમોની સમસ્યા નથી. જો વડા પ્રધાન મોદી વસ્તી વધારાને લઈને આટલા જ ચિંતિત હતા તો તેમણે 10 વર્ષથી સત્તામાં હોવાના કારણે આ અંગે કોઈ કાયદો કેમ ન બનાવ્યો, કારણ કે તેમને દરેક ચૂંટણીમાં તેને મુદ્દો બનાવવો પડે છે.

હિન્દુઓની વસ્તીમાં ઘટાડો જોવા મળ્યો

તમને જણાવી દઈએ કે વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે 1950 થી 2015 વચ્ચે ભારતમાં હિન્દુઓની વસ્તીમાં 7.82 ટકાનો ઘટાડો થયો છે. તે જ સમયે, મુસ્લિમોની વસ્તીમાં 43.15 ટકાનો વધારો થયો છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ભારતના પડોશી હિન્દુ બહુમતી દેશ નેપાળમાં પણ હિન્દુઓની વસ્તીમાં ઘટાડો જોવા મળ્યો છે. અહેવાલ સામે આવ્યા બાદ આ મુદ્દે રાજકારણ પણ તેજ બન્યું છે અને નિવેદનબાજીનો તબક્કો ચાલી રહ્યો છે.

આ પણ વાંચો- MANI SHANKAR AIYAR CONTROVERSY પર BJP ના નેતાઓએ ઠાલવ્યો રોષ 

Whatsapp share
facebook twitter