+

Surat : ગદ્દારને શોધી સરખી સર્વિસ કરવાની છે, વાંચો કોણે કહ્યું…

Surat : સુરતના (Surat) કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું (Nilesh Kumbhani) ફોર્મ રદ થયા બાદ ભાજપના (BJP) ઉમેદવાર મુકેશ દલાલ (Mukesh Dalal) બિનહરીફ જાહેર થયા હતા. લોકસભા ચૂંટણી (Lok Sabha Election)…

Surat : સુરતના (Surat) કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું (Nilesh Kumbhani) ફોર્મ રદ થયા બાદ ભાજપના (BJP) ઉમેદવાર મુકેશ દલાલ (Mukesh Dalal) બિનહરીફ જાહેર થયા હતા. લોકસભા ચૂંટણી (Lok Sabha Election) માટે મતદાન થાય તે પહેલા લોકસભાની એક બેઠક ભાજપના (BJP) ખાતામાં આવી ગઇ હતી.  આ ઘટના બાદ નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી  હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે .

કોંગ્રેસ નેતા નિલેશ કુંભાણી ગાયબ થઇ ગયા હતા

સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોની સહીના મામલે ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ ભારે વિવાદ સર્જાયો હતો. આ ઘટના બાદ કોંગ્રેસ નેતા નિલેશ કુંભાણી ગાયબ થઇ ગયા હતા અને હજી સુધી તેઓ લાપતા જ છે. થોડા દિવસ પૂર્વે તેમણે વીડિયો પણ જાહેર કર્યો હતો પણ સુરતમાં હજું સુધી તેઓ દેખાયા નથી.

નિલેશ કુંભાણીને જેટલું રક્ષણ લેવું હોય તેટલું લઈ લે

આ ઘટના બાદ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને નિલેશ કુંભાણીને ગદ્દાર જાહેર કરતાં પોસ્ટર પણ લાગ્યા હતા. કોંગ્રેસ દ્વારા કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ પણ કરાયા હતા. તે વખતે સુરત કોંગ્રેસના મીડિયા કો-ઓર્ડિનેટર કલ્પેશ બારોટે નિલેશ કુંભાણીને લઈ ધમકીભર્યાં સુરમાં કહ્યું કે, નિલેશ કુંભાણીને જેટલું રક્ષણ લેવું હોય તેટલું લઈ લે.

ગદ્દારને શોધી સરખી સર્વિસ કરવાની છે

બીજી તરફ કોંગ્રેસના કાર્યકરોમાં નિલેશ કુંભાણી પ્રત્યેનો રોષ હજું પણ યથાવત છે અને તેમના વિશે સોશિયલ મીડિયા પર નિલેશ કુંભાણીનું નામ લીધા વિના પોસ્ટ કરાઇ છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતા પ્રદીપ સિંધવ દ્વારા આ પોસ્ટ કરાઇ છે. પોસ્ટમાં તેમણે લખ્યું છે કે કાલથી એક જ મુદ્દાનો કાર્યક્રમ છે, ગદ્દારને શોધી સરખી સર્વિસ કરવાની છે.

ખબર આપનાર ને 5 હજારનું ઇનામ આપવામાં આવશે

પોસ્ટમાં લખાયું છે કે ખબર આપનાર ને 5 હજારનું ઇનામ આપવામાં આવશે તથા ખબર આપનારનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે. નિલેશ કુંભાણી સામે આડકતરી રીતે યુથ કોંગ્રેસના નેતાએ પોસ્ટ શેર કરી રોષ દર્શાવ્યો છે. જે કામ પોલીસે કરવાનું હોય તે કામ કોંગ્રેસના જ નેતાઓ તેમના નેતાને શોધવા કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે છેલ્લા 22 દિવસથી કોંગ્રેસના નેતાઓ નિલેશ કુંભાણી ને શોધી રહ્યા છે.

આ પણ વાંચો—–Surat : કલ્પેશ બારોટે નિલેશ કુંભાણીને આપી ધમકી, કહ્યું- જેટલું રક્ષણ લેવું હોય લઈ લે..!

આ પણ વાંચો——Congress : સુરતમાં નિલેશ કુંભાણીનો વિરોધ યથાવત, હવે આવા પોસ્ટર લાગ્યા

આ પણ વાંચો—–Surat : નિલેશ કુંભાણીથી છેડો ફાડતી કોંગ્રેસ

Whatsapp share
facebook twitter