+

જામનગરમાં પત્નીએ પતિનો કાંઠલો પકડીને કહ્યું, ચાલ આત્મહત્યા કરી લઇએ,જુઓ વિડીયો

જામનગરમાં વિભાજી સ્કુલ પાસે જાહેરમાં બાખડી રહેલા પતિ પત્નીનો વિડીયો વાયરલ થતાં લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. ઉશ્કેરાયેલી પત્નીએ જાહેરમાં પતિ સામે આક્રોષ વ્યક્ત કરતા લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને ઝઘડી રહેલા પતિ પત્નીને સમજાવીને ઘેર મોકલી દીધા હતા પણ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો. આ બનાવ જામનગર શહેરમાં વિભાજી સ્કુલ પાસે આવેàª
જામનગરમાં વિભાજી સ્કુલ પાસે જાહેરમાં બાખડી રહેલા પતિ પત્નીનો વિડીયો વાયરલ થતાં લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. ઉશ્કેરાયેલી પત્નીએ જાહેરમાં પતિ સામે આક્રોષ વ્યક્ત કરતા લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને ઝઘડી રહેલા પતિ પત્નીને સમજાવીને ઘેર મોકલી દીધા હતા પણ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો. 
આ બનાવ જામનગર શહેરમાં વિભાજી સ્કુલ પાસે આવેલા અપના બજાર પાસેનો હોવાનું જાણવા મળે છે. સાંજના સમયે પતિ પત્ની વચ્ચે અહીં બોલાચાલી થઇ હતી જેમાં ઉશ્કેરાયેલી મહિલાએ પતિ સાથે ઉગ્ર સ્વરે ઝઘડો કર્યો હતો અને પતિનો કાંઠલો પકડીને તું બીજીને રાખીને બેઠો છે. તારી બહેન દવા પી ગઇ એમાં મારો શું વાંક તેમ કહીને ઝઘડો કર્યો હતો. તારી માએ મારુ જીવવાનું હરામ કરી નાખ્યું છે, મારી જીંદગી બગાડી દીધી છે, હું મરીશ તો તને પણ સાથે લઇ જઇશ તેમ કહીને મહિલાએ પતિને કહ્યું કે ચાલ આપણે બંને આત્મહત્યા કરી લઇએ. તેણે પતિ સાથે ઝપાઝપી પણ કરી હતી. 
જો કે વિડીયોમાં જોવા મળે છે કે પત્ની ઝઘડતી હોવા છતાં પતિ મૌન જ રહ્યો હતો. કોઇએ પોતાના મોબાઇલ ફોનમાં પતિ પત્નીનો ઝઘડો કેદ કરી લીધો હતો અને આ વિડીયો વાયરલ પણ થયો હતો. ઘટના સ્થળે એકત્ર થયેલા લોકો પણ મહિલાને સમજાવતા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને પતિ પત્નીને સમજાવીને ઘેર મોકલ્યા હતા. 
Whatsapp share
facebook twitter