+

અત્યારે કશું જાહેર નહીં કરુ, હજુ સમય નથી આવ્યો: નરેશ પટેલ, જાણો સી.આર. પાટીલ વિશે શું કહ્યું?

રાજ્યમાં છેલ્લા થોડા સમથી નરેશ પટેલના રાજકારણમાં આવવાને લઇને સસ્પેન્સ ઉભું થયું છે. જેને લઇને અનેક ચર્ચાઓ અને અટકળો પણ ચાલી રહી છે. તો કેટલીય વખત નરેશ પટેલે પણ આ અંગે મુદત પાડી છે અને તારીખો આપી છે. ત્યારે આજે વધુ એક વખત રાજકારણમાં આવવાને લઇને તેમણે નિવેદન આપ્યું છે. જેમાં તમણે ફરી એ જ જૂની વાત કહી છે કે જ્યારે સમય આવશે ત્યારે હું આ વિશે જાહેરાત કરીશ.જામનગરમાં ભાજપના ધારાસભ્ય હકુભા
રાજ્યમાં છેલ્લા થોડા સમથી નરેશ પટેલના રાજકારણમાં આવવાને લઇને સસ્પેન્સ ઉભું થયું છે. જેને લઇને અનેક ચર્ચાઓ અને અટકળો પણ ચાલી રહી છે. તો કેટલીય વખત નરેશ પટેલે પણ આ અંગે મુદત પાડી છે અને તારીખો આપી છે. ત્યારે આજે વધુ એક વખત રાજકારણમાં આવવાને લઇને તેમણે નિવેદન આપ્યું છે. જેમાં તમણે ફરી એ જ જૂની વાત કહી છે કે જ્યારે સમય આવશે ત્યારે હું આ વિશે જાહેરાત કરીશ.
જામનગરમાં ભાજપના ધારાસભ્ય હકુભા જાડેજાની ભાગવત સપ્તાહમાં નરેશ પટેલ અને સી.આર. પાટીલ એક મંચ પર જોવા મળ્યા હતા. નરેશ પટેલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે  ‘આપની જેમ હું પણ રાહ જોઇ રહ્યો છું કે હું જલ્દીથી આનો નિવેડો લઇ આવું. હું અત્યારે કશું જાહેર નહીં કરું, પરંતુ સમય આવશે ત્યારે હું જાહેરાત કરીશ. તમામ પક્ષો સાથે ચર્ચાઓ થઈ છે પરંતુ હજુ સુધી કયા પક્ષમાં જોડાઈશ તે કહેવાનો સમય આવ્યો નથી.’ જ્યારે નરેશ પટેલને પૂછવામાં આવ્યું કે લોકો એવું કહી રહ્યા છે કે નિર્ણ શક્તિના અભાવે નરેશભાઇ નિર્ણય નથી લઇ રહ્યાં. જેના જવાબમાં તેમણે કહ્યું કે ‘જેને જે માનવું હોય તે માને. મારા નિર્ણયો કેટલા અને ક્યારે ક્યારે લીધા છે તે બધાને ખબર છે. સમાજ અરીસો હોય છે, તેમાં કોઇને કંઇ કહેવાની જરુર નથી હોતી.’ 
જ્યારે તેમને આ ધાર્મિક કાર્યક્રમાં હાજર પાટીલ વિશે સવાલ કરવામાં આવ્યો તો તેમણે જણાવ્યું કે ‘આજે આ સપ્તાહમાં સીઆર પાટીલે હાજરી આપી અને મને પણ મોકો મળ્યો. સીઆર પાટીલ આવવાના હોવાથી મને આમંત્રણ મળ્યું હતું. જે કે સી.આર. પાટીલ સાથે આજે મારે આ મુદ્દે કોઈ ચર્ચા થઈ નથી.’
ત્રણ દિવસ પહેલા જામનગરમાં જ નરેશ પચેલ ભાજપના નેતાઓ સાથે પોથી યાત્રાના રથમાં જોવા મળ્યા હતા. તો આજે સીઆર પાટીલ સાથે જોવા મળ્યા છે. જેથી નરેશ પટેલના રાજકારણમાં આવવાનું કોકડું વધારે ગૂંચવાઇ રહ્યું છે. તો બીજી તરફ આ અંગે તેઓ કંઇ સ્પષ્ટ કરવા તૈયાર નથી. પહેલા જે નરેશ પટેલના કોંગ્રેસમાં જવાની અટકળો ચાલતી હતી તે પણ હવે ધીમી પડી છે, જેનું કારણ પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં જોડાવાની ના પાડી તેને માનવામાં આવે છે.
Whatsapp share
facebook twitter