+

વાવ બેરાજા ગામની સીમમાંથી મહિલા સહિત 6 શખ્સો જુગાર રમતા ઝડપાયા

જામનગર જિલ્લા પોલીસ દ્વારા જુગાર રમતા શખ્સોને પકડી પાડવા માટે રોજે વિવિધ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવે છે. ગઈકાલે પોલીસ ચેકિંગમાં હતી તે દરમિયાન વાવ બેરાજા ગામની સીમમાંથી જુગાર રમતી એક મહિલા સહિત 6 શખ્સોને ઝડપી લઇ અડધા લાખની રોકડ અને બાઈક મળી 1.37 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જામનગર પંથકમાં સ્થાનિક ગુના શોધક શાખાના ઇન્ચાર્જ પીઆઇ કે.કે.ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટુકડી પેટ્àª
જામનગર જિલ્લા પોલીસ દ્વારા જુગાર રમતા શખ્સોને પકડી પાડવા માટે રોજે વિવિધ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવે છે. ગઈકાલે પોલીસ ચેકિંગમાં હતી તે દરમિયાન વાવ બેરાજા ગામની સીમમાંથી જુગાર રમતી એક મહિલા સહિત 6 શખ્સોને ઝડપી લઇ અડધા લાખની રોકડ અને બાઈક મળી 1.37 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જામનગર પંથકમાં સ્થાનિક ગુના શોધક શાખાના ઇન્ચાર્જ પીઆઇ કે.કે.ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી, તે દરમિયાન વાવ બેરાજા ગામની સીમમાં અમુક શખ્સો જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યા હતા. જ્યાં હંસાબેન મંગાભાઈ ચાવડા નામની મહિલા સહીત ભરત ગોગનભાઈ મોઢવાડીયા, સાગર લાખાભાઈ કનારા, અશોકભારથી રમણિકભારથી ગોસ્વામી, તેજુભા મુળુજી ચૌહાણ, નરેન્દ્રસિંહ ભૂપેન્દ્રસિંહ જાડેજા નામના 6 શખ્સોની ધરપકડ કરી તમામના કબ્જા માંથી રૂ. 57,020ની રોકડ રકમ ઉપરાંત બે બાઇક સહિત રૂ.1.37 લાખની માલમતા કબ્જે કરી જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Whatsapp share
facebook twitter