+

સમાજમાં સ્ત્રીને “Second Class Citizen”ગણી છે. એ વાતનો કોઈ પુરુષ પણ વિરોધ નહીં કરે !

`સ્ત્રી'વિશે કદાચ ઘણુ લખાયું અને કદાચ એનાથી પણ વધારે બોલાયું છે. પણ સ્ત્રીના સંદર્ભમાં સ્ત્રી દ્વારા પુરુષ દ્વારા કે, પછી સમાજ દ્વારા કે લખાયેલા કે બોલાયેલા ઉજળા અર્થોમાંથી કેટલાનું આચરણ થયું હશે તે આજનો, આ સદીનો સ્ત્રીના સંદર્ભમાં પુર્નવિચાર માગતો ગંભીર પ્રશ્ન છે.આ કોલમમાં આપણે આ પ્રશ્ન કે પ્રશ્નોના ઉત્તર કે ઉત્તરો પામવાનો સ્ત્રીઆર્થ કરવાનો છે.હમણાં જ આપણો પ્રજાસત્તાક દિવસ ઉ
`સ્ત્રી’વિશે કદાચ ઘણુ લખાયું અને કદાચ એનાથી પણ વધારે બોલાયું છે. પણ સ્ત્રીના સંદર્ભમાં સ્ત્રી દ્વારા પુરુષ દ્વારા કે, પછી સમાજ દ્વારા કે લખાયેલા કે બોલાયેલા ઉજળા અર્થોમાંથી કેટલાનું આચરણ થયું હશે તે આજનો, આ સદીનો સ્ત્રીના સંદર્ભમાં પુર્નવિચાર માગતો ગંભીર પ્રશ્ન છે.આ કોલમમાં આપણે આ પ્રશ્ન કે પ્રશ્નોના ઉત્તર કે ઉત્તરો પામવાનો સ્ત્રીઆર્થ કરવાનો છે.
હમણાં જ આપણો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો અને નવી દિલ્લીમાં ભવ્યાતીભવ્ય રીતે મહામહિમ રાષ્ટ્રપતિની હાજરી અને તેમના વરદ હસ્તે રાષ્ટ્ર ધ્વજને અપાયેલી સલામી પ્રત્યેક ભારતીયના તન મનને ઝંકૃત કરી ગઈ, આ ક્ષણે એ ભવ્ય ક્ષણોનું મનોમન પુન:સ્મરણ કરી પુરેપુરી નમ્રતા સંભાનતા અને વિવેક પૂર્વક એ દિવસે મનમાં પડઘાયેલો એક પ્રશ્ન આજે પણ ઉત્તરની શોધમાં છે. સદીઓથી આપણે આપણા સમાજમાં સ્ત્રીને “Second Class Citizen” ગણી છે. એ વાતનો તો પુરુષપ્રધાન માનસિકતા ધરાવતો કોઈ પુરુષ પણ વિરોધ નહીં કરે, સમાજનું સૌથી વધારે મહત્વનું એકમ એ પરિવાર છે. મોટાભાગના શહેરો અને ગણ્યાગાઠ્યા પરિવારોને બાદ કરતા શહેરના કરોડો ગામડાંઓના પરિવારોના સ્ત્રીના દરજ્જા, સ્થાન, માન અને સન્માનના સંદર્ભમાં મહંદઅંશે અવગણના, અવહેલના, અભાવ અને સમાન દરજજાના ઈન્કારમાંથી સર્જાયેલી અસમાનતાઓના દ્રશ્યો અને ડુસ્કાઓ સિવાય ખાસ કશું દેખાતું કે સંભળાતું નથી
આપણે વાત કરતા હતા પ્રજાસત્તાક દિવસની અને તેના સંદર્ભે આપણે યાદ કરતા હતા રાષ્ટ્રપતિને. અહીં સ્પષ્ટતા કરી લઈએ કે આજના, ગઈકાલના કે આવતીકાલના આ ગૌરવવંતા પદ ઉપર બેઠેલા કોઈ વ્યક્તિ વિશેષ સામે આપણે આંગળી ચિંધતા નથી.એ સૌ તરફ પૂરા સન્માન સાથે પરંપરાગત રીતે પુરુષપ્રધાન માનસિકતાને પ્રતિબિબિંત કરતા “રાષ્ટ્રપતિ” શબ્દમાંથી પ્રછન્ન રીતે રણકાતો અર્થ અમૂક અર્થમાં અને ખાસ કરીને તો સ્ત્રીઆર્થના અર્થમાં ઝાંઝો શોભતો નથી.
વૈદિકકાળના “પતિ” શબ્દના અર્થમાં સમયાંતરે દુષિત માનસિકતાએ એ શબ્દને બીજા અનેક અર્થોની પછેડીમાં એવો તો ઢાંકી દીધો કે આજે પતિ એટલે માલિક, પતિ એટલે સર્વોચ્ચ, પતિ એટલે નાયક, પતિ એટલે ધણી, પતિ એટલે બધા નિર્ણયો લેવાની સત્તા ધરાવતો પુરુષ વગેરે વગેરે જેવા અર્થ આપણને ખબર પણ ન પડે તેમ કોઠે પડી ગયા છે.”રાષ્ટ્રપતિ” શબ્દ પણ એ અર્થમાં સ્ત્રીને સમાન દરજજાની ગણનામાંથી બાકાત રાખતો હોય તેવો છૂપો રણકો સંભળાય છે. રાષ્ટ્રપતિ પુરુષાર્થ, પ્રમુખ વગેરે જેવા અનેક પુરુષ વાચક શબ્દો પુરુષપ્રધાન માનસિકતાની ગવાહી પૂરે છે.(આવા પુરુષવાચક શબ્દોની માત્ર યાદી કરીએ તો પણ એક લેખ નાનો પડે સુજ્ઞવાંચકો માટે એ યાદીની જરૂર નથી) માત્ર એક જ શબ્દ આપણી આજની વૈચારિક ગોષ્ઠીમાં સ્પષ્ટતા કરવા માટે પૂરતો છે. અને તે શબ્દ છે “પુરુષાર્થ” બહુ ગમી જાય એવો આ ગૌરવવંતો શબ્દ આપણો સંસ્કૃત સુભાશિતોથી શરૂ કરીને સાંપ્રતમાં બોલાતી બોલચાલની ભાષા સુધી વપરાતો રહ્યો છે.સીતાજી અને દ્રોપદીથી માંડીને સરસ્વતી ચંદ્રની કુમુદ સુંદરી સુધીના પાત્રો કે પછી રાણી લક્ષ્મીબાઈ, મેડમ ક્યૂરી, માર્ગારેટ થેચર, લતા મંગેશકર કે, ઈન્દિરા ગાંધી કે પછી કોઈપણ નારીએ કરેલા અનન્ય પ્રયાસો માટે પણ આપણી પાસે તેમને માટે તેમના પ્રયાસો અને પ્રયત્નોને બિરદાવતો જો કોઈ એકમાત્ર શબ્દ હોય તો તે શબ્દ છે “પુરુષાર્થ ” જાણે કે, અથક પ્રયત્નો અને પ્રયાસો, શ્રમ અને પરિશ્રમ, પ્રવાસ અને પ્રાપ્તિ માત્ર પુરુષો જ કરી શકે છે.
આપણે સૌએ હવે સ્ત્રીઓ વિશે માત્ર રેશમી વ્યાખ્યાનો કે શબ્દછલનાથી લખાતા લખાણોની બહાર નિકળીને માત્ર વિચારવાનો નહીં પણ વિચારને પ્રામાણિક પણે અમલમાં મુકવાનો સમય પાકી ગયો છે.કદાચ એ જ સાચો હશે ને બનશે “સદીનો સ્ત્રીઆર્થ”.
Whatsapp share
facebook twitter