+

Nick Jonas: પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ ભયાનક વાયરસના સંકજામાં આવ્યા

Nick Jonas: હાલમાં, ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)ના પતિ અને સિંગર નિક જોનાસ (Nick Jonas) ચર્ચામાં છે. નિક જોનાસ તેના મ્યુઝિક કોન્સર્ટને (Music Concert) લઈ લાઈમલાઈટમાં રહે છે. પરંતુ…

Nick Jonas: હાલમાં, ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)ના પતિ અને સિંગર નિક જોનાસ (Nick Jonas) ચર્ચામાં છે. નિક જોનાસ તેના મ્યુઝિક કોન્સર્ટને (Music Concert) લઈ લાઈમલાઈટમાં રહે છે. પરંતુ હવે તેણે તેના કેટલાક કોન્સર્ટ (Music Concert) રદ કર્યા છે. અમેરિકન સિંગરે આ માટે ચાહકોની માફી પણ માંગી હતી. તેણે કહ્યું કે તેની પાછળનું કારણ ખતરનાક વાયરસનું સંક્રમણ હતું.

  • નીક જોનાસે તેના આગામી કોન્સર્ટ શો કર્યા કેન્સલ

  • બે-અઢી દિવસમાં મારી હાલત ધીરે ધીરે ખરાબ થઈ રહી

  • જોનાસ બ્રધર્સનો છેલ્લો શો 16 ઓક્ટોબરે પોલેન્ડમાં થશે

નિક જોનાસે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ કોન્સર્ટ (Music Concert) મોકૂફ રાખવા બદલ તેમના ચાહકોની માફી માંગતા જોવા મળી રહ્યા છે. નિક જોનાસે વીડિયોમાં જોનાસ બ્રધર્સ (Jonas Brothers) ની કોન્સર્ટ (Music Concert) ટૂર મોફૂક કરવાનું કારણ પણ જણાવ્યું છે. સિંગરે જણાવ્યું કે તે ઈન્ફલ્યુએન્ઝા A વાયરસથી પીડિત છે.

આ પણ વાંચો: Hippo Of Zoo: માદા હિપ્પોને 7 વર્ષથી નર હિપ્પો માનવામાં આવ્યો

બે-અઢી દિવસમાં મારી હાલત ધીરે ધીરે ખરાબ થઈ રહી

 

View this post on Instagram

 

A post shared by Jonas Brothers (@jonasbrothers)

નિક જોનાસે (Nick Jonas) વીડિયોમાં કહ્યું-હું નિક છું, મારી પાસે શેર કરવા માટે ખાસ સમાચાર છે, થોડા દિવસો પહેલા મને કંઈક અજુગતું લાગવા લાગ્યું હતું. જ્યારે હું જાગ્યો ત્યારે હું બોલી શકતો ન હતો અને તે રાત્રે હું કોન્સર્ટ (Music Concert) માટે પ્રેક્ટિસ કરી રહ્યો હતો. છેલ્લા બે-અઢી દિવસમાં મારી હાલત ધીરે ધીરે ખરાબ થઈ રહી છે. હું ગઈકાલે આખો દિવસ પથારીમાં સૂઈ રહ્યો હતો. તાવ, શરીરમાં દુખાવો, ગળામાં દુખાવો અને ખૂબ જ ખરાબ ઉધરસ આવે છે.

આ પણ વાંચો: Viral Video: ડ્રગ્સ માફિયાની સુંદર પ્રેમિકાની થઈ એવી હાલત કે તમે પણ કહેશો, બાપ રે….

જોનાસ બ્રધર્સનો છેલ્લો શો 16 ઓક્ટોબરે પોલેન્ડમાં થશે

નિક જોનાસ (Nick Jonas) ના શોની તારીખ આગળ વધારી દેવામાં આવી છે. હવે તેનો કોન્સર્ટ (Music Concert) 21 અને 22 ઓગસ્ટે યોજાશે. આ કોન્સર્ટ પછી જોનાસ બ્રધર્સનો આગામી શો આયર્લેન્ડમાં યોજાશે. ત્યારબાદ નિક સપ્ટેમ્બરમાં UK, Australia, Germany, Spain, Italy અને Switzerland માં તેના ભાઈઓ કેવિન અને જો સાથે પરફોર્મ કરશે. જોનાસ બ્રધર્સ (Jonas Brothers) નો છેલ્લો શો 16 ઓક્ટોબરે પોલેન્ડમાં થશે.

આ પણ વાંચો: Kazakhstan Women Harassment: સંબંધીના રેસ્ટોરન્ટમાં પત્નીને પતિએ સતત 8 કલાક ઢોર માર માર્યો

Whatsapp share
facebook twitter