+

RCB vs GT : ગુજરાત સામે બેંગલુરુનું તોફાન, RCB એ 4 વિકેટે મેળવી જીત

RCB vs GT : IPL 2024ની 52મી મેચ આજે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ (M. Chinnaswamy Stadium) માં રમાઈ હતી. જેમા રોયલ ચેલેન્જર્સ બેંગલુરું (Royal Challengers Bangalore) 4 વિકેટે જીત મેળવી લીધી…

RCB vs GT : IPL 2024ની 52મી મેચ આજે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ (M. Chinnaswamy Stadium) માં રમાઈ હતી. જેમા રોયલ ચેલેન્જર્સ બેંગલુરું (Royal Challengers Bangalore) 4 વિકેટે જીત મેળવી લીધી છે. શનિવારે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ગુજરાતે જીતવા માટે RCBને 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે તેણે માત્ર 13.4 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ચાલુ સિઝનમાં RCBની 11 મેચોમાં આ ચોથી જીત છે. બીજી તરફ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ની આટલી જ મેચોમાં આ સાતમી હાર હતી. આ જીતને કારણે RCBની ટીમ પોઈન્ટ ટેબલ (Points Table) માં સાતમા સ્થાને આવી ગઈ છે. તેની પ્લેઓફ (Playoff) માં પહોંચવાની આશા પણ અકબંધ છે.

GT સામે RCB ની સતત બીજી જીત

ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આજે IPL 2024 ની 52 મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ હતી. જ્યા RCB એ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યા ગુજરાતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી.  ટીમના બંને ઓપનર જલ્દી જ પેવેલિયન પરત ફર્યા હતા. સિરાજે બંને વિકેટ લીધી હતી. પહેલા સાહા વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો. ત્યારબાદ GTનો કેપ્ટન શુભમન ગિલ મોટો શોટ રમવાના પ્રયાસમાં કેચ આઉટ થયો હતો. તે પછી આવેલા સાઈ સુદર્શન પણ કઇ ખાસ કરી શક્યો નહીં અને તે માત્ર 6 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી ડેવિડ મિલર અને શાહરૂખ ખાને ટીમની કમાન સંભાળી હતી. પરંતુ પહેલા કર્ણ શર્માએ મિલરને ફસાવી આઉટ કર્યો હતો અને થોડા સમય બાદ વિરાટ કોહલીના એક સચોટ થ્રો પર શાહરૂખ ખાન રનઆઉટ થયો હતો. ગુજરાત તરફથી એમ શાહરૂખ ખાન (37), રાહુલ તેવટિયા (35) અને ડેવિડ મિલર (30) સિવાય ગુજરાત માટે કોઈ બેટ્સમેન પ્રદર્શન કરી શક્યો નહોતો. RCB તરફથી યશ દયાલ, વિજયકુમાર વિશાક અને મોહમ્મદ સિરાજે 2-2 વિકેટ લીધી હતી. 148 રનના લક્ષ્યાંક સામે વિરાટ કોહલીએ શાનદાર સિક્સર સાથે શરૂઆત કરી હતી.

વિરાટ-ડુપ્લેસિસે પ્રથમ વિકેટ માટે 92 રન જોડ્યા

લક્ષ્યનો પીછો કરતા RCB એ શાનદાર શરૂઆત કરી અને પ્રથમ વિકેટ માટે 5.4 ઓવરમાં 92 રન જોડ્યા. પરંતુ પાંચમા બોલ પર ધમાકેદાર અડધી સદી ફટકાર્યા બાદ ફાફ ડુ પ્લેસિસ જોશુઆ લિટલના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 23 બોલમાં 64 રન બનાવ્યા હતા. આ પછી RCB માટે વિકેટોનો ધમધમાટ જોવા મળી હતી. એક છેડે વિરાટ કોહલી નિયંત્રણમાં રહ્યો અને બીજા છેડે વિકેટો પડતી રહી. RCB એ 13 બોલમાં માત્ર 15 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. વિલ જેક્સ (1), રજત પાટીદાર (2) અને ગ્લેન મેક્સવેલ (4) રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યા હતા. જેમાંથી જોશુઆ લિટલને 3 વિકેટ મળી હતી. નૂર અહેમદને એક સફળતા મળી.

આ પણ વાંચો – T20 WC 2024 IND Vs PAK : ભારત-પાકિસ્તાન મેચની ટિકિટના ભાવ પહોંચ્યા આસમાને

આ પણ વાંચો – RCB VS GT : શું ગુજરાતના PRINCE શુભમન ગિલ લેશે RCB ના KING KOHLI સાથે ગઈ મેચનો બદલો?

Whatsapp share
facebook twitter