+

Rajkot: પરશોત્તમ રૂપાલાને મોટી રાહત, લેઉઆ-કડવા પાટીદારોનું મોટું સમર્થન

Rajkot: ગુજરાતમાં અત્યારે લોકસભા ચૂંટણીના પ્રચારને આકરી ઓપ વર્તાઈ રહ્યો છે. રાજકોટ (Rajkot)માં કડવા અને લેઉવા પાટીદારનું મહાસંમેલન યોજાયું હતું. નોંધનીય છે કે, રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલાના સમર્થનમાં આ…

Rajkot: ગુજરાતમાં અત્યારે લોકસભા ચૂંટણીના પ્રચારને આકરી ઓપ વર્તાઈ રહ્યો છે. રાજકોટ (Rajkot)માં કડવા અને લેઉવા પાટીદારનું મહાસંમેલન યોજાયું હતું. નોંધનીય છે કે, રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલાના સમર્થનમાં આ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં મોહન કુંડારિયા, જેરામ પટેલ, વિનુ મણવર, મૌલેશ ઉકાણી ઉપસ્થિત રહ્યા હતાં. આ સંમેલનમાં પરશોત્તમ રૂપાલાએ પોતાનું ભાષણ આપ્યું હતું. તમને જણાવી દઈએ કે, જય ઉમા ખોડલ બોલી પરશોત્તમ રુપાલાએ સ્પીચની શરુઆત કરી હતી. પાટીદાર મહાસંમેલનમાં પરશોત્તમ રુપાલાએ મહત્વનું નિવેદન આપ્યું હતું.

મહાસંમેલન કાર્યક્રમમાં પરશોત્તમ રૂપાલા હળવા મૂડમાં દેખાતા

ઉલ્લેખનીય છે કે, પરસોતમ રૂપાલાએ સમસ્ત પાટીદાર સમાજના મહાસંમેલનમાં જય ભવાનીનો નારો બોલાવ્યો હતો. તેમણે પોતાના હળવા મૂડમાં કહ્યું હતું કે, ‘જય ભવાની નારો બોલાવતો હતો ત્યારે કોઈએ કહ્યું જય ભવાની, કોંગ્રેસ જવાની…આપડે આમાં રાજકારણમાં પડવું નથી.’ નોંધનીય છે કે, મહાસંમેલન કાર્યક્રમમાં પરશોત્તમ રૂપાલા હળવા મૂડમાં દેખાતા હતા. તેમણે પોતાના ભાષણમાં પરશોત્તમ રૂપાલાએ જય શિવાજી જય ભવાનીના નારા પણ લગાવ્યા હતા. અત્યારે ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈને બીજેપી દ્વારા જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

ગુજરાત ફર્સ્ટ સાથે અમિત શાહની EXCLUSIVE વાતચીત

નોંધનીય છે કે, અત્યારે લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના રાજકીય દિગ્ગજો પ્રચાર કરવામાં આવેલા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજારાતમાં પ્રચાર માટે આવેલા છે. આજે અમિત શાહે ગુજરાત ફર્સ્ટના એડિટર વિવેક ભટ્ટ સાથે EXCLUSIVE વાતચીત કરી હતી. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરશોત્તમ રૂપાલા વિશે વાત કરી હતી. ગુજરાત ફર્સ્ટ સાથે Exclusive વાતચીત કરતા અમિત શાહે ક્ષત્રિયા આંદોલન વિશે પણ વાત કરી હતી. કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે, ‘પરશોત્તમ રુપાલાએ ક્ષત્રિયાની માફી માંગી છે અને ભારતીય જનતા પાર્ટીનું ગુજરાત પ્રદેશનું યુનિટ ક્ષત્રિયાએ સતત ચર્ચા કરી રહ્યું છે. હું આશા કરૂ છું કે, ક્ષત્રિય સમાજ નિશ્ચિત રૂપે મતદાન સુધીમાં પોતાનું મન બદલશે’

આ પણ વાંચો: Amit Shah EXCLUSIVE Conversation: ક્ષત્રિય આંદોલન પર પહેલીવાર અમિત શાહે તોડ્યુ મૌન

આ પણ વાંચો: Harsh Sanghvi : આ ચૂંટણી મોદીજી અને દેશના નાગરીકો વચ્ચેના સંબંધની ચૂંટણી

આ પણ વાંચો: લ્યો બોલો! ગોર મહારાજ અને યજમાન બાઝ્યા, હવન દરમિયાન યજમાનને ધક્કો મારતા મોત

Whatsapp share
facebook twitter