+

ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાની સત્તા હવે રાજ્ય સરકાર પાસે

દેશમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે અને ફરી દેશમાં સામાન્ય પરિસ્થિતી થઈ રહી છે ત્યારે બાળકો માટે શાળામાં આવવું ફરજિયાત છે કે કેમ તે નક્કી કરવાનો નિર્ણય રાજ્ય સરકાર હવેથી લઈ શકશે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યો સ્થાનિક પરિસ્થિતિના આધારે શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લઈ શકે છે. બાળકો શાળાએ જશે કે કેમ તે અંગેનો નિર્ણય વાલીઓની સહમતિ

દેશમાં
કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે અને ફરી દેશમાં સામાન્ય પરિસ્થિતી થઈ રહી છે ત્યારે
બાળકો માટે શાળામાં આવવું ફરજિયાત છે
કે કેમ તે નક્કી કરવાનો નિર્ણય રાજ્ય સરકાર હવેથી લઈ શકશે. કેન્દ્ર
સરકારે જાહેર
કરેલી 
માર્ગદર્શિકામાં
જણાવવામાં
આવ્યું છે કે
રાજ્યો સ્થાનિક
પરિસ્થિતિના આધારે શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લઈ શકે છે. બાળકો શાળાએ જશે કે કેમ તે
અંગેનો નિર્ણય વાલીઓની સહમતિ  બાદ લેવામાં આવશે.



કેન્દ્ર સરકારે જાહેર
કરેલી ગાઇડલાઇન
માં કહ્યું છે કે
જો શાળામાં પૂરતી જગ્યા હશે તો બાળકોને રમતગમત
,
ગીતો અને સંગીત સહિતની અન્ય પ્રવૃત્તિઓ કરવાની મંજૂરી આપવામાં આવશે.
શાળા
માં કામકાજના કલાકો પણ ઘટાડી શકશે.


 વર્ગખંડમાં બે વિદ્યાર્થીઓ વચ્ચેનું અંતર
ઓછામાં ઓછું છ ફૂટ હોવું જોઈએ એટલે કે સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે આ ઉપરાંત જો કોઈ સ્ટાફ કન્ટેનમેન્ટ ઝોનમાં રહે છે
,
તો તેને શાળામાં આવવા દેવામાં આવશે નહીં.

 

 


શરતોને આધીન રહી શાળાઓ ખોલી શકે છે

 

5% થી ઓછા કોવિડ પોઝિટિવ રેટ ધરાવતી શાળાઓ ખુલી શકે છે .નીતિ આયોગના સભ્ય વીકે પૌલના જણાવ્યા અનુસાર,
કોવિડ-19ના નવા કેસોમાં સતત ઘટાડો જોવા
મળી રહ્યો છે અને સ્થિતિમાં પહેલાથી જ સુધારો થયો છે. દેશભરના 268 જિલ્લામાં કોવિડ
પોઝિટિવ રેટ  5% કરતા ઓછો છે. આ જિલ્લાઓ ફરીથી
શાળાઓ ખોલી શકે છે જે  અંગેનો
નિર્ણય રાજ્ય સરકારે લેવાનો રહેશે. 11 રાજ્યોમાં શાળાઓ સંપૂર્ણ રીતે ખુલી
ચૂકી છે,
શિક્ષણ મંત્રાલયના અધિકારીઓએ એક નિવેદન બહાર પાડ્યું કે 11 રાજ્યોમાં શાળાઓ સંપૂર્ણ રીતે ખુલી ચૂકી છે, જ્યારે 16 રાજ્યોમાં મોટાભાગે ઉચ્ચ વર્ગની શાળાઓ ખોલવામાં આવી છે. જ્યારે દેશમાં  9 રાજ્યો એવા છે જ્યાં શાળાઓ હજુ સુધી બંધ છે.

 

શાળાઓ માટે કેન્દ્ર સરકારની નવી
ગાઈડલાઇન

  •  વિદ્યાર્થીઓ વચ્ચે ઓછામાં ઓછું 6
    ફૂટનું અંતર જાળવવું
  • શાળામાં યોગ્ય સ્વચ્છતા અને સુવિધાઓની ખાતરી કરો સ્ટાફ રૂમ, ઓફિસ વિસ્તારો, એસેમ્બલી હોલ અને અન્ય સામાન્ય વિસ્તારોમાં સામાજિક અંતરનું પાલન
    કરવું જોઈએ.
  •  શાળાઓને સૂચના  આપવામાં આવી છે  છે કે
    જ્યાં
    સોસિયલ
    ડિસ્ટન્સ
    શક્ય ન હોય તેવા કોઈ પણ શાળા
    કાર્યક્રમનું આયોજન ન કરે તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફે ફેસ કવર/માસ્ક પહેરીને
    શાળામાં આવવું આવશ્યક છે
  • મધ્યાહન ભોજનના વિતરણ દરમિયાન સામાજિક
    અંતર બનાવવાનું રહેશે.

Whatsapp share
facebook twitter