+

LOKSABHA : જાણો ત્રીજા તબક્કાની ચૂંટણીમાં કોણ છે સૌથી વધારે ધનિક ઉમેદવાર? આ રહી યાદી..

LOKSABHA : લોકસભાની ( LOKSABHA ) ચૂંટણીના પ્રથમ બે તબ્બકાનું મતદાન પૂર્ણ થયું છે. હવે આવનારી 7 મી મેના રોજ ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે આ તબક્કાના મતદાન…

LOKSABHA : લોકસભાની ( LOKSABHA ) ચૂંટણીના પ્રથમ બે તબ્બકાનું મતદાન પૂર્ણ થયું છે. હવે આવનારી 7 મી મેના રોજ ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે આ તબક્કાના મતદાન પહેલા  ADR (ASSOCIATION FOR DEMOCRATIC REFORMS) રિપોર્ટમાં ઉમેદવારો વિશે કેટલીક ચોંકાવનારી બાબતનો ખુલાસો કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર ત્રીજા તબક્કામાં સૌથી વધારે ગુનાહિત ઇતિહાસ ધરાવતા કોંગ્રેસના ઉમેદવાર છે. આ રિપોર્ટનું વિશ્લેષણ ચાલો જાણીએ આ અહેવાલમાં..

ત્રીજા તબક્કામાં સૌથી વધારે ગુનાહિત ઇતિહાસ ધરાવતા કોંગ્રેસના ઉમેદવાર

ADR (ASSOCIATION FOR DEMOCRATIC REFORMS) માં ઉમેદવારો વિશેની કેટલીક માહિતી અંગેના ખુલાસા કરવામાં આવ્યા છે. જેમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારો વિશે ઘસફોટ કરવામાં આવ્યું છે. જેમાં ત્રીજા તબક્કામાં સૌથી વધારે ગુનાહિત ઇતિહાસ ધરાવતા કોંગ્રેસના 68 ઉમેદવારમાંથી 26 ઉમેદવાર ગુનાહિત ઇતિહાસ ધરાવનાર છે ત્યારે ભાજપના 82 ઉમેદવાર માંથી 22 ઉમેદવાર ગુનાહિત ઇતિહાસ ધરાવનાર છે.

આ બાબતે ગુજરાતના ઉમેદવારોની વાત કરીએ તો..
ચૈતર વસાવા

ચૈતર વસાવા

  • ભાજપના 26 પૈકી ચાર ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે
  • કોંગ્રેસના 23 માંથી 6 ઉમેદવાર ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે
ગુજરાતમાં ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસની પર નજર કરીએ તો…
  • ચૈતર વસાવા 13 કેસ
  • અનંત પટેલ ચાર કેસ
  • અમિત શાહ 3 કેસ
  • હીરાભાઈ જોટવા 2 કેસ
  • છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા પર 1 કેસ
  • રાજેશ ચુડાસમા પર 1 કેસ
  • ગેનીબેન ઠાકોર 1 કેસ
  • હિમતસિંહ પટેલ 2 કેસ
  • ચંદનજી ઠાકોર 1 કેસ
  • સુખરામ રાઠવા 1 કેસ
  • જશુભાઈ રાઠવા 1 કેસ
હવે ઉમેદવારોમાં કરોડપતિ વિશે વાત કરવામાં આવે તો,
  • આ રિપોર્ટ અનુસાર ત્રીજા તબક્કામાં કોગ્રેસના 68 પૈકી 60 ઉમેદવારો કરોડપતિ છે.
  • ભારતીય જનતા પાર્ટીમાં 82 પૈકી 77 ઉમેદવાર કરોડપતિ છે.
પલ્લવી ડેમ્પો - સૌથી ધનિક ઉમેદવાર

પલ્લવી ડેમ્પો – સૌથી ધનિક ઉમેદવાર

દેશના 10 ધનિક ઉમેદવારોમાં 5 ભાજપના 2 , કોંગ્રેસ, 1 SP , 1 NCP અને અપક્ષ ઉમેદવાર છે. દેશમાં સૌથી અમીર ઉમેદવાર ગોવા ભાજપના પલ્લવી ડેમ્પો જેની કુલ મિલકત 1361 કરોડ છે.

ગુજરાતમાં સૌથી વધારે આવક અને મિલકત ધરાવતો ઉમેદવારોમાં ભાજપના 3 ઉમેદવારનો સમાવેશ
પૂનમ માડમ - ગુજરાતના સૌથી ધનિક ઉમેદવાર

પૂનમ માડમ – ગુજરાતના સૌથી ધનિક ઉમેદવાર

  • પૂનમ માડમ 147 કરોડ
  • અમિત શાહ 65 કરોડ
  • સી આર પાટિલ 39 કરોડ
જ્યારે સૌથી ઓછી આવક અને મિલકત ધરાવતા ત્રણ ઉમેદવાર…
  • BSP ના રેખાબેન હરસિંગ ચૌધરી 2000
  • કોંગ્રેસના નિલેશ વસાઈકર 12841
  • અન્ય એક અપક્ષ ઉમેદવાર 13841
ગુજરાતના સૌથી વધારે દેવું ધરાવતા ઉમેદવાર પર નજર કરીએ તો..
  • ભાજપના પૂનમ માડમ પર 53 કરોડનું દેવું
  • કોંગ્રેસના ચંદનજી ઠાકોર પર નવ કરોડનું દેવું
  • કોંગ્રેસના જેની ઠુંમર ઉપર 3 કરોડનું દેવું

આ પણ વાંચો : AHMEDABAD : મધુવન ફ્લેટમાં આગ લાગતા અફરાતફરી, 40 લોકો ફસાયાનું અનુમાન

 

Whatsapp share
facebook twitter