+

Ahmedabad : પોલીસ સ્ટેશન પાસે જ પોલીસ કર્મીઓને હથિયાર બતાવી ધમકાવતો આ શખ્સ કોણ ?

Ahmedabad : પોલીસ સ્ટેશનની બિલકુલ આગળ હાથમાં હથિયાર લઇને ખુદ પોલીસ કર્મચારીઓને ધમકાવતો અને ડરાવતો સીન ક્યારેય કોઇએ જોયો છે ખરો….? કદાચ આવો સીન તમે કોઇ ફિલ્મમાં જોયો હોઇ શકે…

Ahmedabad : પોલીસ સ્ટેશનની બિલકુલ આગળ હાથમાં હથિયાર લઇને ખુદ પોલીસ કર્મચારીઓને ધમકાવતો અને ડરાવતો સીન ક્યારેય કોઇએ જોયો છે ખરો….? કદાચ આવો સીન તમે કોઇ ફિલ્મમાં જોયો હોઇ શકે પરંતુ અમદાવાદ (Ahmedabad) ના કાલપુર પોલીસ સ્ટેશનની બહાર મધરાતે બેઠેલો એક શખ્સ હાથમાં છરી લઇને પોલીસ કર્મીઓને ધમકાવતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઇ છે. જો કે ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વીડિયોની પુષ્ટી કરતું નથી.

લોકસભાની ચૂંટણીનો હાલ માહોલ ગરમ

લોકસભાની ચૂંટણીનો હાલ માહોલ ગરમ છે. પોલીસ પણ ચૂંટણીના આ માહોલમાં કાયદો વ્યવસ્થા જાળવવા સતર્ક છે. પોલીસે ચૂંટણી જાહેર થતાંની સાથે જ અસામાજીક તત્વો સામે પણ લગામ લગાવાની શરુઆત કરી હતી અને ગુનેગારોને પકડી જેલમાં ધકેલી દીધા હતા. પોલીસે ઘણા અસામાજીક તત્વો સામે તવાઇ હોવાની હતી

શખ્સ ઉભો થઇને હાથમાં હથિયાર જેવું કંઇક બતાવીને ધમકાવાનો પ્રયાસ કરે છે

જો કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો એક વીડિયો ભારે ચર્ચા જગાવી રહ્યો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં અમદાવાદનું કાલપુર પોલીસ જોવા મળે છે. પોલીસ સ્ટેશનની બહાર એક શખ્સ બાંકડા પર બેઠો છે. તેની પાસે કોઇ હથિયાર હોય તેવું લાગી રહ્યું છે. થોડીવાર બાદ 2 પોલીસ કર્મી તેની નજીક આવે છે. પોલીસ કર્મી તેની સાથે વાતચીત કરે છે અને થોડીવારમાં આ શખ્સ ઉભો થઇને હાથમાં હથિયાર જેવું કંઇક બતાવીને ધમકાવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ બંને પોલીસ કર્મી ત્યાંથી દુર જઇને ઉભા રહે છે. થોડી ક્ષણો પછી આ શખ્સ પણ ઉભો થઇને ચાલતો ચાલતો આ પોલીસ કર્મીઓ પાસે આવે છે અને એક રીક્ષામાં બેસીને જતો રહે છે.

પોલીસકર્મીઓ પોલીસ સ્ટેશન પાસે હોવા છતાં આરોપીથી ફફડેલા જોવા મળ્યા

સ્થાનિકો વીડિયોમાં વાતચીત કરતાં પણ જોવા મળે છે જેમાં તીક્ષ્ણ છરો લઇ કાલુપુર પોલીસ સ્ટેશનના બાંકડે બેઠેલો આ ગુનેગાર રાજુ બેવડા હોવાનું સાંભળવા મળે છે. હાલ આચારસંહિતા અમલમાં હોવા છતાં ગુનેગારો બેફામ બન્યા છે અને પોલીસને ડરાવી રહ્યા છે. પોલીસકર્મીઓ પોલીસ સ્ટેશન પાસે હોવા છતાં આરોપીથી ફફડેલા જોવા મળ્યા હતા. ગુનેગારોમાં જાણે કે કાયદો વ્યવસ્થાનો ડર જ ના હોય તેવું જોવા મળ્યું છે.

આ પણ વાંચો— VADODARA : ડર વિદ્યાર્થીને ઘરથી દુર UP ના ગાઝીયાબાદ સુધી ખેંચી ગયો

આ પણ વાંચો—- DRUGS : અરબ સાગરમાં ફરી કોસ્ટગાર્ડ અને ATSનું સૌથી મોટું ઓપરેશન

Whatsapp share
facebook twitter