+

ગૃહમંત્રી અમિત શાહના Fake Video ને લઈને ફસાયા આ CM, દિલ્હી પોલીસે પાઠવી નોટિસ…

તેલંગાણાના CM રેવન્ત રેડ્ડી (Revanth Reddy) અમિત શાહના નકલી વીડિયો (Fake Video) શેર કરીને મુશ્કેલીમાં ફસાયા હોય તેવું લાગી રહ્યું છે. દિલ્હી પોલીસે રેવન્ત રેડ્ડી (Revanth Reddy)ને નોટિસ પાઠવીને પૂછપરછ…

તેલંગાણાના CM રેવન્ત રેડ્ડી (Revanth Reddy) અમિત શાહના નકલી વીડિયો (Fake Video) શેર કરીને મુશ્કેલીમાં ફસાયા હોય તેવું લાગી રહ્યું છે. દિલ્હી પોલીસે રેવન્ત રેડ્ડી (Revanth Reddy)ને નોટિસ પાઠવીને પૂછપરછ માટે બોલાવ્યા છે.

રેવન્ત રેડ્ડીને ફોન પર બોલાવ્યા…

દિલ્હી પોલીસે સોમવારે તેલંગાણાના મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા રેવન્ત રેડ્ડી (Revanth Reddy)ને સમન્સ પાઠવ્યું હતું અને તેમને 1 મેના રોજ હાજર થવા જણાવ્યું હતું. આ દરમિયાન રેવન્ત રેડ્ડી (Revanth Reddy)ને તેમનો ફોન લાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું. દિલ્હી પોલીસ તેના ફોનની પણ તપાસ કરશે. રેવન્ત રેડ્ડી (Revanth Reddy)એ પોતાના એક્સ હેન્ડલ પરથી અમિત શાહનો એડિટેડ વીડિયો (Fake Video) પણ શેર કર્યો હતો.

ટૂંક સમયમાં ધરપકડ થઈ શકે છે…

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શાહનો નકલી વીડિયો (Fake Video) ફેલાવવાના સંબંધમાં કેસ નોંધ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળના ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) એ ફરિયાદ નોંધાવી છે. ઇન્ડિયન પીનલ કોડ (IPC) અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) એક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સૂત્રોએ જણાવ્યું કે આ કેસમાં દેશભરમાં ધરપકડ થઈ શકે છે.

વીડિયોમાં શું છે…

નકલી વિડિયોમાં, તેલંગાણામાં ધાર્મિક આધાર પર મુસ્લિમો માટે આરક્ષણ સમાપ્ત કરવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવતા શાહના નિવેદનને વિકૃત કરવામાં આવ્યું છે જેથી એવું લાગે કે તેઓ તમામ પ્રકારની અનામતને સમાપ્ત કરવાની હિમાયત કરી રહ્યા છે.

આ પણ વાંચો : ગૃહમંત્રી અમિત શાહનો FAKE VIDEO વાયરલ, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો : Lok Sabha Election 2024: ઈન્દોરમાં પણ થઈ સુરતવાળી! શું અહીં પણ BJP બિનહરીફ ચૂંટણી જીતશે?

આ પણ વાંચો : Rahul Gandhi: રાહુલ ગાંધીને કેમ યાદ આવ્યા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી?

Whatsapp share
facebook twitter