+

VADODARA : ફેરણીમાં ભાજપના લોકસભા ઉમેદવારને લોકોએ હસતા મોઢે કહી આપ્યું

VADODARA : વડોદરા (VADODARA) માં ચૂંટાયેલા નેતાઓએ પ્રજાના કામ ન કરતા આજે સ્થાનિકોએ ફેરણી કરી રહેલા ભાજપના લોકસભા ઉમેદવાર (LOKSABHA BJP CANDIDATE) ને હસતા મોંઢે કહી આપ્યું હતું. સ્થાનિક દ્વારા…

VADODARA : વડોદરા (VADODARA) માં ચૂંટાયેલા નેતાઓએ પ્રજાના કામ ન કરતા આજે સ્થાનિકોએ ફેરણી કરી રહેલા ભાજપના લોકસભા ઉમેદવાર (LOKSABHA BJP CANDIDATE) ને હસતા મોંઢે કહી આપ્યું હતું. સ્થાનિક દ્વારા ગટરની સમસ્યાને લઇને રજૂઆત કરવામાં આવી હતી. આમ, ચૂંટાયેલા કોર્પોરેટર અને ધારાસભ્યો દ્વારા પ્રજાના પ્રશ્નોનું અસરકારક નિરાકરણ લાવવામાં નહિ આવતા ફેરણી કરતા ભાજપના લોકસભા ઉમેદવારને લોકોએ સમસ્યા રજૂ કરી હતી.

નિરાકરણ લાવવામાં સફળ રહ્યા નથી

વડોદરામાં હાલ લોકસભાની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને પુરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે ભાજપના ઉમેદવારને પુરજોશમાં પ્રચાર વચ્ચે કેટલીક વખત સ્થાનિકો દ્વારા પાણી અને ગટરની સમસ્યા કોર્પોરેટરો તથા ચૂંટાયેલા પ્રતિનિધીઓને વર્ણવવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું હતું. આ જોતા અંદાજો લગાવી શકાય કે, ચૂંટાયેલા નેતાઓ લોકોના તમામ પ્રશ્નોના નિરાકરણ લાવવામાં સફળ રહ્યા નથી. ત્યારે તાજેતરમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં સ્થાનિકોએ હસતા મોંઢે ભાજપના લોકસભા ઉમેદવારને પોતાના વિસ્તારની સમસ્યા વર્ણવી હતી.

આવજો હવે….

સમગ્ર ઘટનાને લઇ પ્રાપ્ત વિગતો અનુસાર, હાલ વડોદરામાં ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોશીનો પુરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. અનેક વિસ્તારોમાં તેઓ ફેરણી કરીને લોકો સુધી પહોંચી રહ્યા છે. ત્યારે તાજેતરમાં તેઓ શહેરના વાડી વિસ્તારમાં ફેરણીમાં હતા. દરમિયાન સ્થાનિક પરિવારના સભ્યોએ હસતા મોંઢે વિસ્તારની સમસ્યા અંગે કહ્યું કે, પાંચ વર્ષથી ડ્રેનેજની સમસ્યા છે. અનેક વખત રજૂઆત કરી કોઇ ઉકેલ આવતો નથી. આવજો હવે….

પ્રચાર ટાણે લોકોની સમસ્યાથી અવગત

વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધીઓ લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહેતા આજે ભાજપના લોકસભા ઉમેદવારને ચૂંટણી પ્રચાર ટાણે લોકોની સમસ્યાથી અવગત થવું પડી રહ્યું છે. અનેક વિસ્તારોમાં લોકોની સમસ્યા સામે આવ્યા બાદ સ્થાનિક નેતાઓ સક્રિય થાય છે કે, પછી આવનાર સમયમાં પણ લોકો આ રીતે મુશ્કેલી વેઠતા રહે છે, તે જોવું રહ્યું.

આ પણ વાંચો — VADODARA : ડર વિદ્યાર્થીને ઘરથી દુર UP ના ગાઝીયાબાદ સુધી ખેંચી ગયો

Whatsapp share
facebook twitter