+

એલોન મસ્કે કેનેડા PMની તુલના એડોલ્ફ હિટલર સાથે કરી, વિવાદ વધતા ટ્વીટ કર્યુ Delete

ટેસ્લાના CEO અને વિશ્વનાં સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક રોજ ચર્ચાનો વિષય બની રહે છે. પોતાના બિઝનેસ અને અપાર સંપત્તિ માટે અવાર-નવાર હેડલાઈન્સ બનાવનાર મસ્ક આ વખતે એક ગંભીર મુદ્દાને લઈને ચર્ચામાં છે.મારી સરખામણી જસ્ટિન ટ્રુડો સાથે કરવાનું બંધ કરો જણાવી દઇએ કે, તાજેતરમા જ એલોન મસ્કે કેનેડાનાં વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો વિશે ટ્વિટર પર એક ટ્વીટ કર્યું હતુ, જેમાં તેમણે ટ્રુડોની તુલના જર્

ટેસ્લાના CEO અને વિશ્વનાં સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક રોજ ચર્ચાનો વિષય બની રહે છે. પોતાના બિઝનેસ અને અપાર સંપત્તિ માટે અવાર-નવાર હેડલાઈન્સ બનાવનાર મસ્ક આ વખતે એક ગંભીર મુદ્દાને લઈને ચર્ચામાં છે.


મારી સરખામણી જસ્ટિન ટ્રુડો સાથે કરવાનું બંધ કરો 

જણાવી દઇએ કેતાજેતરમા જ એલોન મસ્કે કેનેડાનાં વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો વિશે ટ્વિટર પર એક ટ્વીટ કર્યું હતુજેમાં તેમણે ટ્રુડોની તુલના જર્મન તાનાશાહ એડોલ્ફ હિટલર સાથે કરી છે. કેનેડાના PM
જસ્ટિન ટ્રુડો વિશે એલોન મસ્કે ટ્વિટર પર જે મીમ શેર કર્યુ હતુ તેમાં એડોલ્ફ
હિટલરની તસવીર હતી
, જેના પર લખવામાં આવ્યું હતું કે, “મારી
સરખામણી જસ્ટિન ટ્રુડો સાથે કરવાનું બંધ કરો
, I had a Budget. મસ્કે આ ટ્વિટ બુધવારે કર્યું હતું. બુધવાર, જે બાદ તેને લઈને ભારે હોબાળો થયો હતો. જો કે મામલો ગંભીર
બનતો જોઈને મસ્કે પણ કોઈ કારણ આપ્યા વગર પોતાનું ટ્વીટ ડીલીટ કરી દીધું છે. પરંતુ
હવે આ મામલો યુએસ સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશન પાસે પણ આવ્યો છે. વળી
, ઘણા યુઝર્સ મસ્કનાં આ ટ્વીટ માટે માફી માંગવા માટે પણ કહી
રહ્યા છે. 
અમેરિકન યહૂદી સમિતિએ કેનેડા PM ટ્રુડોની તુલના લાખો લોકોની હત્યા કરનાર સરમુખત્યાર સાથે
કરવાની નિંદા કરી અને મસ્કને માફી માંગવા કહ્યું છે. સમિતિએ એક નિવેદનમાં કહ્યું છે
કે, ફરી એકવાર મસ્કે સોશિયલ મીડિયા પર હિટલરનો ઉલ્લેખ કરવાનો ખૂબ જ ખરાબ નિર્ણય
લીધો છે. તેઓએ આ અસ્વીકાર્ય વર્તન બંધ કરવું જોઈએ.


ટ્વીટ પર એલોન મસ્કે નથી આપ્યો કોઇ જવાબ

મસ્કએ ટિપ્પણી માટેની અપીલનો જવાબ આપ્યો નથી. જણાવી
દઇએ કે
, મસ્ક ક્રિપ્ટોકરન્સી ટ્રેડ પબ્લિકેશન કોઇનડેસ્કની પોસ્ટનો
જવાબ આપી રહ્યા હતા
, જેમાં ટ્રુડોનાં ઈમરજન્સીનાં આદેશોનો ઉલ્લેખ કરવામાં આવ્યો
હતો. જેમા સરહદ પારની હિલચાલને અવરોધિત કરનારા અને કેનેડાની રાજધાનીમાં પડાવ
નાખનારા વિરોધીઓને ભંડોળ કાપવાનું કહેવામાં આવ્યું છે. ટ્વિટરનાં પ્રવક્તાએ કહ્યું
કે સોશિયલ મીડિયા કંપનીએ ટ્વીટ પર કાર્યવાહી કરી નથી.

Whatsapp share
facebook twitter