+

VADODARA : ડર વિદ્યાર્થીને ઘરથી દુર UP ના ગાઝીયાબાદ સુધી ખેંચી ગયો

VADODARA : વડોદરા (VADODARA) માં કોલેજમાં ભણવા વિદ્યાર્થીને ડર ઉત્તરપ્રદેશના ગાઝીયાબાદ (UTTAR PRADESH GHAZIABAD) સુધી ખેંચી ગયો હોવાની ઘટના સામે આવી છે. પરિજનો દ્વારા સંતાન ગુમ થયાની ફરિયાદ મકરપુરા પોલીસ…

VADODARA : વડોદરા (VADODARA) માં કોલેજમાં ભણવા વિદ્યાર્થીને ડર ઉત્તરપ્રદેશના ગાઝીયાબાદ (UTTAR PRADESH GHAZIABAD) સુધી ખેંચી ગયો હોવાની ઘટના સામે આવી છે. પરિજનો દ્વારા સંતાન ગુમ થયાની ફરિયાદ મકરપુરા પોલીસ મથક (MAKARPURA POLICE STATION) માં નોંધાવવામાં આવતા પોલીસે શોધખોળ શરૂ કરી હતી. જે બાદ બાળકને ટ્રેસ કરતા કરતા પોલીસે ઉત્તરપ્રદેશ પહોંચી હતી. જ્યાંથી બાળકને રેસ્ક્યૂ કરીને વડોદરા લાવવામાં આવ્યો હતો. અહિંયા ભયમુક્ત વાતાવરણમાં બાળકની પુછપરછ કરતા તેણે વડોદરા ઘરેથી ઉત્તરપ્રદેશ પહોંચવાની ઘટના અંગે વિગતવાર વાત કરી હતી.

સાંજ સુધી પરત ફર્યો ન હતો

સમગ્ર ઘટનાને લઇને પ્રાપ્ત વિગતો અનુસાર, 24, એપ્રિલના રોજ માણેજા રોડ પર રહેતો સગીર ઘરેથી સવારે 8 વાગ્યે કોલેજમાં જવા માટે નિકળ્યો હતો. ત્યાર બાદથી તે સાંજ સુધી પરત ફર્યો ન હતો. પરિજનોએ તેનો સંપર્ક કરતા તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. જે બાદ પરિજનોએ અપહરણની આશંકાએ મકરપુરા પોલીસ મથકમાં આઇપીસી 363 કલમ હેઠળ ફરિયાદ દાખરલ કરી હતી.

ટીમ રવાના કરવામાં આવી

જે બાદ મકરપુરા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને વિદ્યાર્થીને શોધવા માટે કામે લગાડી હતી. સીસીટીવી ફૂટેજીસ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનીકલ સોર્સના આધરે એકત્ર કરેલી માહિતી યુપીના ગાઝીયાબાદમાં વિદ્યાર્થી હોવા તરફ ઇશારો કરતી હતી. જેથી એક ટીમને ત્યાં જવા રવાના કરવામાં આવી હતી. ટીમને અહિંયા પહોંચતા જ સફળતા મળી હતી. અને વિદ્યાર્થીને શોધી કાઢવામાં ટીમના પ્રયત્નો ફળ્યા હતા.

નાપાસ થયો

ત્યાં પ્રાથમિક પુછપરછ કરતા વિદ્યાર્થીએ જણાવ્યું કે, તે ડિપ્લોમાના પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. તેમાં તે નાપાસ થયો છે. આ અંગે ઘરના ઠપકો આપશે તે ડરે તે કોઇને જાણ કર્યા વગર નિકળી ગયો હતો. જે બાદ વિદ્યાર્થીને વડોદરા લાવવામાં આવ્ચો હતો. અને અહિંયા તેની ભયમુક્ત વાતાવરણમાં પુછપરછ કરતા તેની સાથે કોઇ ગુનાહિત કૃત્ય ન થયું હોવાના કારણે, અને તે માતા-પિતા સાથે રહેવા ઇચ્છતો હોવાથી તેને પરિજનોને સોંપી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો — VADODARA : કારમાં બેસી લાંચ માંગતો રેલવે ASI સસ્પેન્ડ

Whatsapp share
facebook twitter