+

Rahul Gandhi: રાહુલ ગાંધીને કેમ યાદ આવ્યા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી?

Rahul Gandhi in Gujarat: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અત્યારે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા છે. અહીં રાહુલ ગાંધીએ પાટણમાં કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં પ્રચાર કરવા માટે ભાષણ આપ્યું હતું.…

Rahul Gandhi in Gujarat: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અત્યારે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા છે. અહીં રાહુલ ગાંધીએ પાટણમાં કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં પ્રચાર કરવા માટે ભાષણ આપ્યું હતું. નોંધનીય છે કે, હમણાં રાહુલ ગાંધી રાજા-મહારાજાઓના નિવેદનને લઈને વિવાદમાં આવ્યા છે. જેને લઈને ક્ષત્રિય સમાજે ભારે વિરોધ પણ નોંધાવ્યો હતો. તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું કે, દેશને રાજ સમર્પિત કરનારા ભાવનગરના મહારાજાને યાદ કરું છું. આ સાથે રાહુલ ગાંધીએ ભાવનગરના મહારાજાને ધન્યવાદ પણ આપ્યા હતા. રાહુલ ગાંધી રાજાઓ મુદ્દે અગાઉની ટિપ્પણીથી વિવાદમાં છે ત્યારે ગુજરાતના પાટણમાં મંચ પરથી ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કર્યા છે.

રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા પ્રહાર

નોંધનીય છે કે, રાહુલ ગાંધી પોતાના અગાઉના નિવેદન મામલે મહારાજાને યાદ કર્યા છે. આ સાથે તેમણે પોતાના ભાષણમાં ભારતીય જનતા પાર્ટી પર ખુબ વાક્ પ્રહારો કર્યા હતા. ભાષણમાં તેમણે કહ્યું કે, વર્તમાન સરકારે ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા છે પરંતુ અમારી સરકાર આવશે તો અમે ખેડૂતોના દેવા માફ કરીશું. નોંધનીય છે કે, અત્યારે રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે સાથે જો પોતાના સરકાર બનશે તો કેવી યોજનાઓ લાગુ કરવામાં આવશે તે વિશે પણ વાત કરી હતી. રાહુલ ગાંધીને ગરીબ હટાવા માટે પણ કેટલીય યોજનાઓની જાહેરાત પણ કરી હતી. આ સાથે રાહુલ ગાંધી પોતાના સરકારમાં દેશના તમામ ખેડૂતોની લોન માફ કરી દેવામાં આવે છે.  નોંધનીય છે કે, બે દિવસ પહેલા રાહુલ ગાંધીના એક નિવેદનનો ભારે વિવાદ ચાલી રહ્યો છે. જેમાં બીજેપીએ પણ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

યોજનાઓ મામલે સરકારને ઘેરવાનો રાહુલ ગાંધીનો પ્રયાસ

નોંધનીય છે કે, રાહુલ ગાંધીએ પાટણમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોને વાત કરવા માટે પણ પાટણવાસીઓને અપીલ કરી હતી. આ સાથે તેમણે રાજ્યના કામ કરતા દરેક કામદાર, મજૂર, મહિલા, ખેડૂત અને યુવાનોને લાભ આપતી યોજનાઓ લાગુ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. આ સાથે તેમણે મોદી સરકારની દરેક યોજનાઓ પર સવાલ કર્યો હતો. આ સાથે અગ્નિવીર યોજનાને લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. મનરેગા, યુસીસી, રામ મંદિર, લોન, ખેડૂત, બેરોજગારી અને યુવાનોને લઈને રાહુલ ગાંધીએ મોદી સરકાર પર સવાલ કર્યા હતા.

આ પણ વાંચો: Bhavnagar : વારંવાર અપમાનથી હવે મહા આંદોલનની જરુર

આ પણ વાંચો: LOKSABHA : જાણો ત્રીજા તબક્કાની ચૂંટણીમાં કોણ છે સૌથી વધારે ધનિક ઉમેદવાર? આ રહી યાદી..

આ પણ વાંચો: રાહુલ ગાંધી બાદ પરેશ ધાનાણીનો વાણીવિલાસ, પટેલ અને ક્ષત્રિય સમાજ વિશે કહ્યું…

Whatsapp share
facebook twitter