Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gujarat Assembly : અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 56,941 કૂપોષિત બાળકો

04:11 PM Feb 07, 2024 | Vipul Pandya

Gujarat Assembly : રાજ્યના કૂપોષિત બાળકોની સંખ્યા સામે આવી છે. ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નોના જવાબમાં ગુજરાત વિધાનસભા (Gujarat Assembly)માં સરકારે રજૂ કરેલા જવાબમાં રાજ્યમાં 31 જિલ્લામાં 5 લાખ 70 હજાર 330 કૂપોષિત બાળકો હોવાનો ખુલાસો થયો છે.

અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 56,941 કૂપોષિત બાળકો

રાજ્યમાં 5 લાખ 70 હજાર 330 કૂપોષિત બાળકો છે જેમાં અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 56,941 કૂપોષિત બાળકો હોવાનું બહાર આવ્યું છે. ઉપરાંત દાહોદ જિલ્લામાં 51,321 કૂપોષિત બાળકો અને બનાસકાંઠા જિલ્લામાં 48,866 કૂપોષિત બાળકો હોવાનું બહાર આવ્યું છે.

અમદાવાદમાં 56941 કુપોષિત પૈકી 13277 બાળકો અતિકુપોષિત

ઉપરાંત અમદાવાદમાં 56941 કુપોષિત પૈકી 13277 બાળકો અતિકુપોષિત છે જ્યારે બનાસકાંઠામાં 48866 કુપોષિત પૈકી 12256 બાળકો અતિકુપોષિત છે. દાહોદમાં 51321 કુપોષિત પૈકી 11259 બાળકો અતિકુપોષિત હોવાનું સામે આવ્યું છે. અરવલ્લીમાં 15392 કુપોષિત પૈકી 3863 બાળકો અતિકુપોષિત છે જ્યારે સાબરકાંઠામાં 25160 કુપોષિત પૈકી 6645 બાળકો અતિકુપોષિત છે. પંચમહાલમાં 31512 કુપોષિત પૈકી 8152 બાળકો અતિકુપોષિત છે અને મહીસાગરમાં 13160 કુપોષિત પૈકી 3163 બાળકો અતિકુપોષિત છે તથા બોટાદમાં 6038 કુપોષિત પૈકી 1512 બાળકો અતિકુપોષિત હોવાનું બહાર આવ્યું છે.

પંચમહાલમાં 31512 કુપોષિત પૈકી 8152 બાળકો અતિકુપોષિત

આ સિવાય બનાસકાંઠામાં 48866 કુપોષિત પૈકી 12256 બાળકો અતિકુપોષિત છે અને દાહોદમાં 51321 કુપોષિત પૈકી 11259 બાળકો અતિકુપોષિત અરવલ્લીમાં 15392 કુપોષિત પૈકી 3863 બાળકો અતિકુપોષિત અને સાબરકાંઠામાં 25160 કુપોષિત પૈકી 6645 બાળકો અતિકુપોષિત છે. પંચમહાલમાં 31512 કુપોષિત પૈકી 8152 બાળકો અતિકુપોષિત છે અને મહીસાગરમાં 13160 કુપોષિત પૈકી 3163 બાળકો અતિકુપોષિત છે.

નર્મદામાં 13997 કુપોષિત પૈકી 3179 બાળકો અતિકુપોષીત

માહિતી મુજબ ભરૂચમાં 19391 કુપોષિત પૈકી 5012 બાળકો અતિકુપોષીત છે અને વડોદરામાં 20545 કુપોષિત પૈકી 4123 બાળકો અતિકુપોષીત છે તથા તાપીમાં 8339 કુપોષિત પૈકી 1593 બાળકો અતિકુપોષીત છે. ઉપરાંત પોરબંદરમાં 1734 કુપોષિત પૈકી 341 બાળકો અતિકુપોષીત છે અને દેવભૂમિ દ્વારકામાં 5005 કુપોષિત પૈકી 1119 બાળકો અતિકુપોષીત છે. જામનગરમાં 9035 કુપોષિત પૈકી 1681 બાળકો અતિકુપોષીત છે. મોરબીમાં 4920 કુપોષિત પૈકી 875 બાળકો અતિકુપોષીત અને ખેડામાં 28800 કુપોષિત પૈકી 6845 બાળકો અતિકુપોષીત
તથા નર્મદામાં 13997 કુપોષિત પૈકી 3179 બાળકો અતિકુપોષીત છે. નવસારીમાં 1548 કુપોષિત પૈકી 354 બાળકો અતિકુપોષીત અને વલસાડમાં 15802 કુપોષિત પૈકી 2773 બાળકો અતિકુપોષીત છે. રાજકોટમાં 55573 કુપોષિત પૈકી 3156 બાળકો અતિકુપોષીત અને સુરતમાં 26682 કુપોષિત પૈકી 5166 બાળકો અતિકુપોષીત તથા છોટાઉદેપુરમાં 19892 કુપોષિત પૈકી 5621 બાળકો અતિકુપોષીત છે.

આ પણ વાંચો—-MEHSANA : ખેરાલુમાં શ્રીરામ શોભાયાત્રા પર પથ્થરમારો કરાયેલા વિસ્તારમાં દાદાના બુલડોઝરે તવાઈ બોલાવી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ