+

PM Modi : ઔરંગઝેબે સેંકડો મંદિરો તોડીને અપવિત્ર કર્યા: PM મોદી

PM Modi : લોકસભાની ચૂંટણીને લઇને PM Modi આજે કર્ણાટકના પ્રવાસે છે. પીએમ મોદી કર્ણાટકની વિવિધ બેઠકો પર ચૂંટણી સભા સંબોધી રહ્યા છે. ત્યારે હાલ તેઓ કર્ણાટકના દાવણગેરેમાં સભા સંબોધન…

PM Modi : લોકસભાની ચૂંટણીને લઇને PM Modi આજે કર્ણાટકના પ્રવાસે છે. પીએમ મોદી કર્ણાટકની વિવિધ બેઠકો પર ચૂંટણી સભા સંબોધી રહ્યા છે. ત્યારે હાલ તેઓ કર્ણાટકના દાવણગેરેમાં સભા સંબોધન કરવા પહોંચ્યા હતા.PM મોદીની જનસભામાં મોટી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી હતી.PM મોદી સ્ટેજ પર આવતા જ મેદાન ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યુ હતું.

 

નેહાની હત્યા સામાન્ય હત્યા નથી: PM મોદી

પીએમ મોદીએ સભા સંબોધતા જણાવ્યું કે હુગલીમાં કોલેજ કેમ્પસમાં ધોળા દિવસે એક દિકરીની હત્યા થઇ . કોંગ્રેસ તેમાં પણ વોટબેંક શોધતી રહી. દરેક મા બાપ વિચારે છે કે દીકરીને બહાર એકલી મોકલી તો શું થશે. નેહાની હત્યાએ સામાન્ય હત્યા નથી. કર્ણાટક સરકાર વોટ બેંકની ચિંતામાં ડૂબેલા છે. આ એક ખતરનાક માઇન્ડ સેટ છે.

કોંગ્રેસના ઢંઢેરામાં પણ આ માનસિકતા દેખાઈ રહી છે : PM MOdi

PM મોદીએ કહ્યું કે કોંગ્રેસે આપણાં સ્વાતંત્ર્ય સંગ્રામને પણ તુષ્ટિકરણના પરિપ્રેક્ષ્યમાં લખાવ્યો છે. આ સાથે કહ્યુ કે, કોંગ્રેસના રાજકુમારે ક્ષત્રપતિ શિવાજી મહારાજ જેવી મહાન વ્યક્તિનું અપમાન કર્યું છે, તેમણે રાજાઓનું અપમાન કર્યું છે. ભારતમાં અત્યાચાર સુલતાનો, નિઝામો અને રાજાઓએ કર્યો હતો પરંતુ તમે રાજાઓનું અપમાન કરો છો. કોંગ્રેસને ઔરંગઝેબના અત્યાચારો યાદ નથી, તેઓ તેને સમર્થન આપતી પાર્ટી સાથે ગઠબંધન કરે છે. તેઓને ભારતના ભાગલામાં ભૂમિકા ભજવનાર નવાબોને યાદ નથી આવતા, કોંગ્રેસના રાજકુમાર પાસે નવાબો સામે એક શબ્દ પણ બોલવાની તાકાત નથી. કોંગ્રેસના ઢંઢેરામાં પણ આ માનસિકતા દેખાઈ રહી છે. જ્યાં કોંગ્રેસ આવે છે ત્યાં વિકાસ અટકી જાય છે.

 

 

કોંગ્રેસનું પ્રતિબંધિત પાર્ટીને પ્રોત્સાહન: PM મોદી

PM મોદી પ્રતિબંધિત સંગઠનને લઇને પ્રહાર કરતા જણાવ્યું કે PFI પર દેશ વિરોધી કૃત્યો માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેના મોટા મોટા આકાઓ જેલમાં છે. પરંતુ કોંગ્રેસ પાર્ટી ચૂંટણી જીતવા માટે PFIના જૂના લોકો સાથે ગઠબંધન કરીને તેઓને પ્રોત્સાહન આપી રહી છે. આજે દેશમાં સુરક્ષાની ગેરંટી હોય તો તેનુ નામ મોદી છે. તેમણે વધુમાં કહ્યુ કે તમે મને જોઇ લીધો છે આ દસ વર્ષમાં કે જે ઘરમાં ઘુસીને દુશ્મનોને મારે છે.

વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, ‘જેઓ આપણા મંદિરોને તોડીને અપમાન કરે છે તે ઔરંગઝેબના વખાણ કરનારાઓ સાથે હાથ મિલાવે છે. ગાયોની કતલ અને લૂંટફાટ કરનારા નવાબ પ્રિન્સને ભારતના ભાગલામાં મોટી ભૂમિકા ભજવનારાઓને યાદ નથી કર્યા. તેમણે વધુમાં કહ્યું કે, કાયદો અને વ્યવસ્થા ખરાબ હાલતમાં છે. અહીં બેલગવીમાં એક બહેન સાથે જે બન્યું અને જૈન મુનિ સાથે જે થયું તે શરમજનક છે. હુગલીમાં અમારી એક દીકરી સાથે જે બન્યું તેનાથી આખા દેશમાં આઘાત લાગ્યો. જ્યારે બેંગ્લોરમાં એક કેફેમાં બોમ્બ બ્લાસ્ટ થયો ત્યારે તેને પણ ગંભીરતાથી લેવામાં આવ્યો ન હતો.

 

આ પણ  વાંચો – Rajnathsingh: રાજનાથસિંહના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું- અત્યારથી જ કોંગ્રેસ હારની હતાશામાં છે..!

આ પણ  વાંચો – Sahil Khan Arrested: સાહિલ ખાનને કોર્ટમાં પણ નિરાશોનો સામનો કરવો પડ્યો, જાણો કોર્ટે શું કહ્યું?

આ પણ  વાંચો – રવિન્દ્રસિંહ ભાટીને જાનથી મારી નાંખવાની ધમકી મામલે રોચક વળાંક

Whatsapp share
facebook twitter