+

VADODARA : કોન્ટ્રાક્ટરે જાતે જ ભૂલ સુધારવી પડશે, VMC ચેરમેન એક્શનમાં

VADODARA : વડોદરા પાલિકા (VADODARA VMC) દ્વારા પ્રિમોન્સુન (PRE – MONSOON) કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ શહેરમાં વિકાસના અનેક કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે પાલિકાની…

VADODARA : વડોદરા પાલિકા (VADODARA VMC) દ્વારા પ્રિમોન્સુન (PRE – MONSOON) કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ શહેરમાં વિકાસના અનેક કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન (VMC – STANDING COMMITTEE CHAIRMAN) આજે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચાલતા વિકાસના કામો તથા પ્રિમોન્સુન કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા છે. એક જગ્યાએ કોન્ટ્રાક્ટરની ભૂલ જણાતા તેણે જાતે જ આખી ભૂલ સુધારવા માટે જણાવાયું છે. આ કામગીરી અંગેની ત્વરીતતા જોતા લોકોને ચોમાસમાં અગાઉની જેમ મુશ્કેલીઓ નહિ પડે તેવું માનવામાં આવી રહ્યું છે.

સારી ક્વોલીટીનું થાય તેવો પ્રયાસ

કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચેલા પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી જણાવે છે કે, પશ્ચિમ વિસ્તારમાં સનફાર્મા રોડ પર પેવર બ્લોકનું કામ ચાલે છે. સાથે જ સનફાર્મા ચાર રસ્તાથી લઇને નિલાંબર ચાર રસ્તાથી લઇ રોડનું કામ ચાલી રહ્યું છે, રોડ પહોળા કરવાની સાથે કારપેટ-સીલકોટનું કામ ચાલી રહ્યું છે. ચોમાસાની રૂતું આવી રહી છે. તેમાં નાગરિકોને કોઇ મુશ્કેલ ન પડે, પેવર બ્લોકનું કામ પુર ઝડપે થાય, સારી ક્વોલીટીનું થાય તેવો પ્રયાસ છે. તેવી જ રીતે ભાયલીમાં વરસાદી ગટરના કામો ચાલી રહ્યા છે. ત્યાં ટ્રેન્ચીંગ વર્ક પુર્ણ થયા બાદ પુરાણ બરાબર થાય છે કે નહિ તેની ચકાસણી કરવામાં આવી રહી છે.

અધિકારીઓનું યોગ્ય સુપરવિઝન

વધુમાં તેઓ જણાવે છે કે, નાગરિકોને તકલીફ ન પડે, કોન્ટ્રાક્ટરો પણ ઝડપથી કામ કરે તે માટે અમે નિકળ્યા છીએ. સનફાર્મા ચોકડીથી લઇ નિલાંબર સુધીનો રસ્તો રૂ. 12 કરોડના ખર્ચે તૈયાર થઇ રહ્યો છે. નાગરિકોની સુવિધામાં વધારો થનાર છે. કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓનું યોગ્ય સુપરવિઝન રાખીને સારી ક્વોલીટીનો રોડ બને, તે રીતે તમામ અધિકારીઓ સાથે રાખીને નિરીક્ષણ કર્યું છે. આ અંગે નાના-મોટા સુચનો કર્યા છે. કડકાઇ પુર્વક ક્વોલીટી જળવાય, નાગરિકોને વેરાનું વળતર મળે તે દિશામાં કામ કરવા માટે પાલિકા કટિબદ્ધ છે.

પાણી નિકળવામાં સરળતા રહે

વધુમાં તેમણે ઉમેર્યું કે, આજે આખા વિસ્તારમાં ફરી પ્રિમોન્સુન કામગીરી, ટ્રેન્ચીંગ વર્ક પર પુરાણ થાય તે માટેનું આયોજન છે. કોન્ટ્રાકટરો વરસાદી ગટરના ઢાંકણા પર રેતી નાંખી દે, અને આખી ચેમ્બર ચોકઅપ થઇ જાય તો તેના ખર્ચે અને જોખમે સાફ કરે. જેથી કરીને વરસાદી પાણી નિકળવામાં સરળતા રહે. એક જગ્યાએ વરસાદી ચેમ્બર પર રેતીનો ઢગલો કરી દેવામાં આવતા ચોકઅપ થઇ જવાની ઘટના પણ સામે આવી છે. જેમાં આખી ચેમ્બર સાફ કરાવવાના નિર્દેશો આપવામાં આવ્યા છે.

પાણીનો સમયસર નિકાલ રહે

આખરમાં તેઓ જણાવે છે કે, આશા રાખીએ કે વરસાદ સામે રાહત મળે. અતિ વરસાદ સમયે વોટર લોગીંગ થવાની શક્યતા છે, આ સમયે પાણીનો સમયસર નિકાલ રહે. કાંસોમાં વહન ચાલુ રહે તે દિશામાં કામ કરવા માટે પાલિકાના અધિકારીઓને સુચના આપવામાં આવી છે. અને જાતે જ જઇને કામ સંતોષકારક થયું છે કે નહિ તેની ખાતરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો — VADODARA : SOG પોલીસનું ડોગ સ્કવોર્ડ સાથે મોલમાં ચેકીંગ

Whatsapp share
facebook twitter