+

મુંબઈના વાતાવરણમાં પલટો, દિવસ દરમિયાન જોવા મળ્યું રાત્રિ જેવું દ્રશ્ય

ભરઉનાળે દેશના ઘણા ભાગોના વાતાવરણ (Weather) માં પલટો જોવા મળી રહ્યો છે. ગુજરાત સહિત મુંબઈ (Mumbai) માં અચાનક વાતાવરણ પલટાયું છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ (Rain) શરૂ થઇ ગયો છે.…

ભરઉનાળે દેશના ઘણા ભાગોના વાતાવરણ (Weather) માં પલટો જોવા મળી રહ્યો છે. ગુજરાત સહિત મુંબઈ (Mumbai) માં અચાનક વાતાવરણ પલટાયું છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ (Rain) શરૂ થઇ ગયો છે. મુંબઈની વાત કરીએ તો અહીં આજે સોમવારના રોજ ધૂળની ડમરીઓ ઉડી હતી અને તે પછી વરસાદ (Rain) પણ શરૂ થયો હતો. અહીં જોરદાર પવન અને વાવાઝોડાને કારણે દિવસ દરમિયાન રાત જેવું દ્રશ્ય દેખાવા લાગ્યું હતું.

મુંબઈનું આખું આકાશ ધૂળથી ભરાઈ ગયું

મુંબઈ (Mumbai) માં આજે ભારે પવનના કારણે સર્વત્ર ધૂળના વાદળો ઉડતા જોવા મળ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે જોરદાર તોફાન અને વરસાદને કારણે મુંબઈ એરપોર્ટ પર ફ્લાઈટની કામગીરી પણ પ્રભાવિત થઈ છે. ટેકઓફ અને લેન્ડિંગ કામગીરી 30 મિનિટ માટે સ્થગિત કરવામાં આવી હતી. જણાવી દઇએ કે, ધૂળની ડમરીઓ બાદ મુંબઈનું આખું આકાશ ધૂળથી ભરાઈ ગયું હતું, જ્યારે થોડા સમય પહેલાં જ તડકો હતો. આ પછી ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. અહીં વાતાવરણ ઝડપથી પલટાતા દિવસનો સમય હોવા છતા રાત્રિ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. મુંબઈ, થાણે અને આસપાસના વિસ્તારોમાં સોમવારે બપોરે ધૂળની ડમરીઓ, વીજળીના ચમકારા, જોરદાર પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ થયો હતો. પ્રાદેશિક હવામાન કેન્દ્રએ થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે પવન (30-40 kmph) સાથે વીજળી અને વાવાઝોડાની શક્યતા છે.

ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો

ગુજરાતમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને રાજ્યના 6 જિલ્લામાં કમોસમી વરસાદ શરૂ થયો હતો. ભારે પવનના કારણે ગુજરાતના બોટાદ જિલ્લા કોર્ટનો પાર્કિંગ શેડ ઉડી ગયો હતો, જેનો વીડિયો પણ કેમેરામાં કેદ થયો હતો. ગુજરાતના અમરેલી, ભાવનગર, બોટાદ, બનાસકાંઠા, વલસાડ અને ડાંગમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના કેટલાક રાજ્યોમાં 13 થી 16 મે દરમિયાન કમોસમી વરસાદ ચાલુ રહેશે.

આ પણ વાંચો – Valsad : વલસાડમાં વાતાવરણ પલટો, ભારે વરસાદથી પતરાના શેડ ઉડ્યા

આ પણ વાંચો – weather Forecast : આજે આ જિલ્લાઓમાં પડશે વરસાદ! જાણો હવામાન વિભાગની આગાહી વિશે

Whatsapp share
facebook twitter