+

VADODARA : પાલિકાની કામગીરીથી નારાજ રહીશોની ધરણાની ચીમકી

VADODARA : વડોદરાના (VADODARA VMC) વહીવટી વોર્ડ નં 4 ના આજવા રોડ, કમલાનગર આસપાસના રહીશો પાલિકાની કામગીરીથી નારાજ છે. વારંવાર રજુઆત બાદ પણ પેવર બ્લોકની કામગીરી પુર્ણ નહી કરવામાં આવતા…

VADODARA : વડોદરાના (VADODARA VMC) વહીવટી વોર્ડ નં 4 ના આજવા રોડ, કમલાનગર આસપાસના રહીશો પાલિકાની કામગીરીથી નારાજ છે. વારંવાર રજુઆત બાદ પણ પેવર બ્લોકની કામગીરી પુર્ણ નહી કરવામાં આવતા હવે તેઓ ધરણાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. સાથે જ પાલિકાની કચેરીએ મોરચો લઇ જવાની તૈયારીઓ પણ દર્શાવી રહ્યા છે. હવે આ મામલે પાલિકા તંત્ર કેટલા સમયમાં સમસ્યાનો ઉકેલ લાવે છે તે જોવું રહ્યું.

પાલિકાની કામગીરી સામે રોષ

કમલાનગરમાં થોડાક સમય અગાઉ રોડ ખોદીને ડ્રેનેજની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે બાદ રોડ બનાવવાનું કાર્ય માંડ પુર્ણ થયું હતું. ત્યારે હવે પેવર બ્લોકને લઇને તંત્ર દ્વારા ખોદી કાઢવામાં આવ્યું છે. પરંતુ તેની કામગીરી 10 મહિનાથી પૂર્ણ કરવામાં આવી નથી. જેને લઇને સ્થાનિકો દ્વારા પાલિકાની કામગીરી સામે રોષ પ્રગટ કરવામાં આવ્યો છે. સાથે જ જો ચોમાસા પહેલા કામગીરી પુર્ણ ન થાય તો મોરચો કચેરી સુધી લઇ જવાની ચીમકી ઉચ્ચારી છે.

અમારા ઘરનું લેવલ જળવાય નહી

સ્થાનિક જણાવે છે કે, અમે કલેક્ટર અને કમિશનર ઓફિસ જઇશું. સ્થાનિક નેતાઓ વિસ્તારમાં નથી આવ્યા. આ તોડીને ગયા અને કોઇ કામ થયું નથી. આજવા રોડ પર કમલાનગરનો વિસ્તાર છે. અહિંયા ડ્રેનેજ લાઇન નાંખી હતી. તેના પર માટી નાંખીને તેના પર રોડ બનાવીને જતા રહ્યા હતા. પરંતુ ત્યાર બાદ નવો રોડ બનાવવા માટે આની ઉપર જ કામ કરવા માટેની તૈયારી હતી. જો તેમ થાય તો અમારા ઘરનું લેવલ જળવાય નહી. અને વરસાદનું પાણી અમારા ઘરમાં ઘૂસી જાય તેવી સ્થિતી સર્જાય તેમ હતું. જે બાદ તેઓ બુલ્ડોઝર લઇને આવ્યા હતા. અમે તેમને પાછા વાળ્યા હતા.

પેવર બ્લોક માટે ખોદીને જતા રહ્યા

અમારી સમસ્યાને લઇને અમે મ્યુનિસિપલ કમિશનર સુધી લેખિતમાં રજૂઆત કરી હતી. બે ફુટ ખોદીને રોડ બનાવવામાં આવે તો વરસાદી પાણી અમારા ઘરમાં ન ઘૂસી જાય. જે બાદ અમારો વોલ ટુ વોલ રોડ મંજૂર થઇ ગયો હતો. દોઢ ફુટ ખોદીનો રોડ બનાવ્યો પરંતુ પેવર બ્લોક માટે ખોદીને જતા રહ્યા છે. આજે 10 મહિના થઇ ગયા, વારંવાર રજુઆત કરવા છતાં પણ કોઇ નિરાકરણ આવ્યું નથી.

મારે આવવાની શું જરૂરત

સમયસર અમારી સમસ્યાનું નિરાકરણ નહિ આવ્યું તો અમે વોર્ડ ઓફિસ જઇશું, ધરણા કરીશું. ચોમાસા પહેલા આ કામ થઇ જવું જોઇએ. અન્ય સ્થાનિક રહીશ જણાવે છે કે, કામ ચાલતું હતું ત્યારે અમે કોર્પોરેટરને એક વખત જોવા માટે આવવાનું કહ્યું હતું. ત્યારે તેમણે જવાબ આપ્યો કે, મારે આવવાની શું જરૂરત છે.

આ પણ વાંચો — VADODARA : કોન્ટ્રાક્ટરે જાતે જ ભૂલ સુધારવી પડશે, VMC ચેરમેન એક્શનમાં

Whatsapp share
facebook twitter