+

VADODARA : મધરાત્રે કમિશનર પોલીસ મથક પહોંચ્યા, જાણો ખાસ કારણ

VADODARA : ગતરોજ રાત્રે 12 વાગ્યાથી દેશભરમાં નવા કાયદાઓ લાગુ કરવામાં આવ્યા છે. આ ઐતિહાસીક ઘડી શરૂ થતા સમયે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમર રાવપુરા પોલીસ મથક પહોંચ્યા હતા. અને…

VADODARA : ગતરોજ રાત્રે 12 વાગ્યાથી દેશભરમાં નવા કાયદાઓ લાગુ કરવામાં આવ્યા છે. આ ઐતિહાસીક ઘડી શરૂ થતા સમયે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમર રાવપુરા પોલીસ મથક પહોંચ્યા હતા. અને ઐતિહાસીક ઘડીને વધાવી હતી. સાથે જ મોટી સંખ્યામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

જાહેરનામા મુજબ આજથી અમલમાં

આ તકે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમર (NARSIMHA KOMAR IPS – COMMISSIONER OF POLICE, VADODARA CITY) જણાવે છે કે, 1, જુલાઇ – 2024 ના રાત્રીના 12 વાગ્યા છે. આ એક ઐતિહાસિક ઘડી છે. સમગ્ર દેશમાં આજે ત્રણ નવા ક્રિમિનલ કાયદાઓનું અમલ થઇ ગયું છે. ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ – 2023, ગૃહમંત્રાલય – ભારત સરકારના જાહેરનામા મુજબ આજથી અમલમાં થઇ રહ્યું છે. આ એક 1860 થી ચાલતા ઐતિહાસિક લેજીસ્લેટીવ રીજીમ હતી. તેમાં બદલાવ લાવીને, ન્યુ ઇન્ડિયાના ન્યુ ઇનિશિયેટીવ તરીકે પગલું ભરવામાં આવી રહ્યું છે.

સુચારુ રૂપે લાગુ કરીશું

વધુમાં તેમણે જણાવ્યું કે, વડોદરા શહેર પોલીસને ગર્વ છે કે, ઐતિહાસીક ઘડીના સાક્ષી બની રહ્યા છીએ. અને શહેર પોલીસ દ્વારા કાયદાને લાગુ કરાવવા માટે તમામ પ્રકારની પૂર્વ તૈયારીઓ કરી દેવામાં આવી છે. 3 હજારથી વધુ પોલીસ કર્મીઓને તાલીમ આપવામાં આવી છે. જે કાયદા હેઠળ પરિવર્તનાત્મક બદલાવ લાવવાનો છે. પ્યુનિટિવ (શિક્ષાત્મક) એપ્રોચથી એક ન્યાય આધારિત ન્યાયીક વ્યવસ્થા, આધુનિક ટેક્નિકોનો ઉપયોગ અને 21 ની સદીના ભારતના ઇથોસ આધારિત કાયદા સાચા અર્થમાં લાગુ કરવામાં આવે તે માટે પોલીસ વિભાગ અને ક્રિમિનલ જસ્ટીટ સિસ્ટમના હિસ્સાઓ તરફથી પણ તૈયારીઓ કરવામાં આવી છે. આજથી દાખલ થનારા તમામ ગુનાઓ નવા કાયદાહેઠળ દાખલ થશે. અને તેની જોગવાઇ મુજબ તપાસ થશે. નવા કાયદાઓ અંતર્ગત કરવામાં આવેલી કાર્યવાહી શહેરીજનોને ન્યાય આપવાની દિશામાં નવો પ્રયાસ છે. અન્ય વિભાગો સાથે સંકલનમાં રહીને તેને સુચારુ રૂપે લાગુ કરીશું.

બુટલેગરોને પાસાથી ફફડાટ

વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા માથાભારે બુટલેગરો સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પોલીસ કમિશનરના આદેશથી PCB PI એસ ડી રાતડા દ્વારા એક સાથે લવજીતસીંગ ઢિલ્લો, રિયાઝ શેખ, નિલેશ ઉર્ફે નીલુ નાથણી, યશકુમાર મિસ્ત્રી સહિત 5 ને પાસા કરવામાં આવ્યા છે. જેને લઇને પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

આ પણ વાંચો — VADODARA : ભણી-ગણીને શિક્ષક બનેલા યુવકે ચોરીનો રસ્તો પસંદ કર્યો

Whatsapp share
facebook twitter