+

cricket news : સંન્યાસને લઈને ડેવિડ મિલરનો ચોંકાવનારો ખુલાસો, કહી આ વાત

David Miller:  ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ T20 વર્લ્ડકપ જીત્યા બાદ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આ પછી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ નિવૃત્તિની જાહેરાત…

David Miller:  ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ T20 વર્લ્ડકપ જીત્યા બાદ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આ પછી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્રણ ભારતીય ખેલાડીઓની નિવૃત્તિ બાદ અફવાઓ ઉડી હતી કે દક્ષિણ આફ્રિકાના સ્ટાર ખેલાડી ડેવિડ મિલરે (David Miller)પણ નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. જો કે હવે મિલરે પોતે આ અંગે સત્ય જણાવ્યું છે.

ડેવિડ મિલરે નિવૃત્તિ અંગે મૌન તોડ્યું

મિલરે તેની નિવૃત્તિ અંગેની અટકળો પર પોતાનું મૌન તોડ્યું છે. ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરતા તેણે લખ્યું- “કેટલાક રિપોર્ટ્સ દાવો કરી રહ્યા છે કે મેં T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. જોકે, એવું નથી. મેં હજુ સુધી T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધી નથી. હું દક્ષિણ આફ્રિકા માટે રમવાનું ચાલુ રાખીશ. મારું સર્વશ્રેષ્ઠ આવવાનું બાકી છે.”

 

વાસ્તવમાં, ડેવિડ મિલરે એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી છે, જેના દ્વારા તેણે કહ્યું છે કે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી તેની નિવૃત્તિ અંગેના સમાચારો પાયાવિહોણા છે. આ બધી અફવાઓ છે. મિલરે એક ટૂંકી પોસ્ટમાં કહ્યું કે તે મેદાન પર તેની પ્રતિભા બતાવવાનું ચાલુ રાખશે અને તેનું સર્વશ્રેષ્ઠ આવવાનું બાકી છે.મિલરે તેની ઈન્સ્ટા સ્ટોરીમાં લખ્યું, ‘અહેવાલોની વિરુદ્ધ, મેં T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી નથી. હું ભવિષ્યમાં મારી પ્રોટીઝ (south africa team ) માટે પણ ઉપલબ્ધ રહીશ. સાઉથ આફ્રિકન ટીમના સ્ટાર ખેલાડીએ આ ઈન્સ્ટા સ્ટોરીની છેલ્લી લાઈનમાં લખ્યું, ‘શ્રેષ્ઠ હજુ આવવાનું બાકી છે.

 

ઇંગ્લેન્ડ સામે શાનદાર ઇનિંગ રમી

મિલરે આ વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ સામે 28 બોલમાં 43 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જેમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. આ સુપર-8 મેચમાં દક્ષિણ આફ્રિકાએ 7 રને જીત મેળવી હતી. યોગાનુયોગ, દક્ષિણ આફ્રિકાને ફાઇનલમાં માત્ર 7 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

 

ત્રણ ભારતીય સ્ટાર્સ નિવૃત્ત થયા

તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 29 જૂને બાર્બાડોસમાં રમાઈ હતી. આ રોમાંચક મેચની છેલ્લી ઓવરમાં ભારતીય ટીમે 7 રનથી જીત મેળવી હતી. આ જીત બાદ પહેલા કોહલી અને પછી રોહિતે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો. ત્યારબાદ બીજા દિવસે રવિન્દ્ર જાડેજાએ પણ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

સૂર્યાએ મિલરનો જોરદાર કેચ લીધો હતો

તમને જણાવી દઈએ કે સૂર્યકુમાર યાદવે છેલ્લી ઓવરના પહેલા બોલ પર ડેવિડ મિલરને આઉટ કર્યો હતો. સૂર્યાએ બાઉન્ડ્રી લાઇન પર એક શાનદાર કેચ લીધો હતો. જે બાદ દક્ષિણ આફ્રિકાને 7 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. મિલરે આ મેચમાં 17 બોલમાં 21 રનની ઇનિંગ રમી હતી. જેમાં એક ફોર અને એક સિક્સ સામેલ હતી. દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ડેવિડ મિલર ખૂબ જ ભાવુક દેખાતા હતા. તે ખૂબ જ રડતો જોવા મળ્યો હતો. મિલરને તેની પત્ની ચૂપ કરાવતી જોવા મળી હતી.

આ પણ  વાંચો  ZIMBABWE સામેની સિરીઝ માટે આ ત્રણ IPL સ્ટાર્સનો ટીમમાં કરાયો સમાવેશ!

આ પણ  વાંચો  – બેડમિન્ટન કોર્ટમાં 17 વર્ષીય આંતરરાષ્ટ્રીય ચીની ખેલાડીને આવ્યો હાર્ટ એટેક, ગુમાવ્યો જીવ!

આ પણ  વાંચો  – Barbados : સંકટ ટળ્યું ! આ દિવસે સ્વદેશ પરત ફરશે TEAM INDIA

Whatsapp share
facebook twitter