+

Rajkot Gamezone Fire : પૂર્વ TPO સાગઠિયાનો જમણો હાથ રિંકુ કોણ ? BJP ના 2 નેતા આરોપીના સંપર્કમાં!

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot Gamezone Fire) આરોપી અને પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયાની (TPO Mansukh Sagathia) સીલ કરેલી ઓફિસમાં રાજકોટ ACB એ તપાસ કરતા તેમાંથી રૂ. 5 કરોડની રોકડ…

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot Gamezone Fire) આરોપી અને પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયાની (TPO Mansukh Sagathia) સીલ કરેલી ઓફિસમાં રાજકોટ ACB એ તપાસ કરતા તેમાંથી રૂ. 5 કરોડની રોકડ અને 15 કિલો સોનું મળી આવ્યું હતું. આ અંગેની તપાસમાં અનેક મોટા ખુલાસા થવાની વકી છે. માહિતી મળી છે કે, વગર ડિગ્રીએ TPO સાગઠિયાનો આખો વહીવટ રિંકુ નામનો શખ્સ સંભાળતો હતો. આ રિંકુ છે કોણ ? એવા સવાલ હવે થઈ રહ્યા છે. TPO સાગઠિયાની ઓફિસમાંથી મળેલી મિલકત અને રોકડ રકમને લઈ હવે IT વિભાગ પણ હરકતમાં આવ્યું છે. ઉપરાંત, પૂર્વ TPO મનસુખ સાગઠિયાની ભરતી ગેરકાયદે થઇ હોવાની અને ભાજપના (BJP) બે નેતા મનસુખ સાગઠિયાનાં સંપર્કમાં હોવાની ચર્ચા છે.

પૂર્વ TPO સાગઠિયાનો જમણો હાથ રિંકુ આખરે છે કોણ ?

પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયા (TPO Mansukh Sagathia) સીલ કરેલી ઓફિસમાંથી કરોડો રૂપિયાનું સોનું અને રોકડ મળ્યા બાદ અનેક સવાલો થઈ રહ્યા છે. માહિતી છે કે, વગર ડિગ્રી સાગઠિયાનો આખો વહીવટ રિંકુ (Rinku) નામનો શખ્સ સંભાળી રહ્યો હતો. રિંકુની ઓફિસમાં પણ સાગઠિયાના વહીવટના હિસાબો હોવાની ચર્ચા છે. અહેવાલ અનુસાર, રિંકુએ 4 થી વધુ લોકો એકત્ર કરી એક પેઢી પણ બનાવી હતી. જો કે, સાગઠિયા સામે કાર્યવાહી થતાં મોટાભાગનાં હવાલા-હિસાબો સગેવગે કરવામાં આવ્યા હોવાની ચર્ચા છે. જો SIT દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવે તો મોટા હવાલા ખુલ્લે તેવી સંભાવના છે. રિંકુની ઓફિસના સ્ટાફની પૂછપરછ કરવામાં આવે તો પણ મોટા ખુલાસા થઈ શકે છે. આ સાથે છેલ્લા 2 વર્ષમાં રિંકુએ અનેક વિદેશ પ્રવાસ પણ કર્યા, જેનો મોટા ભાગનો ખર્ચ સાગઠિયા કરતો હોવાની ચર્ચા છે. આ વચ્ચે સવાલ છે કે પૂર્વ TPO સાગઠિયાનો જમણો હાથ આ રિંકુ નામનો વ્યક્તિ આખરે છે કોણ અને કયાં છે ?

IT વિભાગ પણ શરૂ કરી તપાસ

બીજી તરફ રાજકોટ મનપાના પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયાની ઓફિસમાંથી મળી આવેલ કરોડો રૂપિયાની રોકડ અને સોના અંગે હવે IT વિભાગ (IT department) પણ કાર્યવાહી શરૂ કરી છે. માહિતી મુજબ, IT વિભાગે એ મિલકત અને રોકડ રકમની વિગતો મેળવવાનું શરૂ કર્યું છે. સાથે જ મનસુખ સાગઠિયાએ ભરેલા ટેક્સની ચકાસણી પણ કરવામાં આવશે.

ભાજપના બે નેતા પણ સાગઠિયા સાથે સંપર્કમાં હોવાની ચર્ચા

એવી પણ ચર્ચા છે કે પૂર્વ TPO મનસુખ સાગઠિયાની ભરતી પણ ગેરકાયદે થઇ હતી. સાગઠિયાને પહેલા ઓર્ડર અને પછી સહી લેવામાં આવી હોવાની ચર્ચા છે. ભાજપના (BJP) કોર્પોરેટર સહિત બે લોકોની સહીથી કાયમી TPO ની નિમણૂક થઇ હતી. સચિવે માત્ર 6 મહિના સુધી કાયમી TPO બનાવવા દરખાસ્ત લીધી હતી. હાલ, એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે, ભાજપના બે નેતા (BJP Leader) પણ પૂર્વ TPO મનસુખ સાગઠિયાના સંપર્કમાં છે. પૂર્વ TPO સાગઠિયાને મળવા માટે ભાજપના એક મોટા નેતા તો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ (Rajkot Crime Branch) પહોંચ્યા હોવાની પણ ચર્ચા છે. ચૂંટણી સમયે કિંગ મેકરની ભૂમિકા ભજવતા આ નેતા સાગઠિયાને મળવા માટે ક્રાઇમ બ્રાન્ચ કેમ જવું પડ્યું ? શું મનસુખ સાગઠિયા સાથે નેતાની પાર્ટનરશીપ છે ? શું ભાજપના (BJP) અનેક નેતાઓએ સાગઠિયા સાથે મળી કાળી કમાણીમાં ભાગ ભજવ્યો છે ? એવા અનેક સવાલોએ હવે જોર પકડ્યું છે.

સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર

માહિતી મુબજ, પૂર્વ TPO મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ACB કોર્ટમાં (ACB Court) રજૂ કરી રિમાન્ડની માગ કરાઈ હતી. 6 દિવસના રિમાન્ડ મંજૂર થતાં મનસુખ સાગઠિયાની અનેક મુદ્દે પૂછપરછ કરાશે.

 

આ પણ વાંચો – Rajkot Gamezone Fire : આરોપીને સાથે રાખી તપાસ, ઓફિસમાંથી કરોડોની રોકડ અને સોનું મળ્યું

આ પણ વાંચો – અમદાવાદ પોલીસનું જાહેરનામું, Rath Yatra ના રૂટ પર નો-પાર્કિંગ જાહેર કરવામાં આવ્યો

આ પણ વાંચો – Aravalli : અમદાવાદ બાદ હવે અરવલ્લીમાં નમકીનમાંથી ગરોળી નીકળી!

Whatsapp share
facebook twitter